બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / બિઝનેસ / Tech & Auto / ટેક અને ઓટો / આ કારો પર જોરદાર ઓફર! ચાલુ મહિનામાં હજારો રૂપિયા બચાવવાનો મોકો
Last Updated: 09:48 PM, 5 May 2024
દેશની સૌથી મોટી કાર વેચનારી કંપની મારુતિ સુઝુકી મે મહિનામાં એરેના ડીલરશિપમાં ઉપલબ્ધ કાર પર હજારો રૂપિયાની ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. કંપની દ્વારા રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ બોનસ આપવામાં આવે છે?
ADVERTISEMENT
ઉનાળાનો આકરો તાપ વરસી રહ્યો છે. મે મહિનાની શરુઆત થઇ ચુકી છે. તમે મે 2024 માં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કંપની મારુતિ સુઝુકી એરેનાની ઘણી કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપની કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે? અમે તમને આ સમાચારમાં આ માહિતી આપી રહ્યા છીએ.
ADVERTISEMENT
અલ્ટો k10
મે 2024માં Alto K-10 પર મારુતિ દ્વારા 63100 રૂપિયાની મહત્તમ ઓફર આપવામાં આવી રહી છે. કંપની અલ્ટો K10 પર રૂ. 45,000ની ગ્રાહક ઓફર, રૂ. 15,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 3,100ના વધારાના લાભો ઓફર કરી રહી છે.
એસ પ્રેસો
મે 2024માં મારુતિની S-Presso કાર પર 58100 રૂપિયાની મહત્તમ ઑફર્સ પણ આપવામાં આવી રહી છે. મે મહિનામાં 40 હજાર રૂપિયાની ગ્રાહક ઓફર સાથે, આ વાહન પર 15 હજાર રૂપિયાના એક્સચેન્જ બોનસ અને 3100 રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો લાભ પણ મળી રહ્યો છે.
સેલેરિયો
મારુતિ મે મહિનામાં Celerio પર 58100 રૂપિયાની મહત્તમ ઑફર્સ આપી રહી છે. મે મહિનામાં Celerio પર રૂ. 40 હજારની ગ્રાહક ઓફરની સાથે આ વાહન પર રૂ. 15 હજારના એક્સચેન્જ બોનસ અને રૂ. 3100ના કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો લાભ પણ મળી રહ્યો છે.
વેગન આર
કંપની દ્વારા વેગનઆર પર મહત્તમ 61 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ અપાઇ રહ્યુ છે. સેલેરિયોની જેમ વેગન આરને પણ મે મહિનામાં રૂ. 40 હજારની ગ્રાહક ઓફરનો લાભ મળી રહ્યો છે અને રૂ. 15 હજારના એક્સચેન્જ બોનસ અને રૂ. 3100ના કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે.
બ્રેઝા કાર
મારુતિની બ્રેઝા કાર પર પણ મે 2024માં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કંપની આ SUVના VXI, ZXI અને ZXI+ વેરિઅન્ટની ખરીદી પર રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ આપી રહી છે.
સ્વિફ્ટ
કંપનીની સ્વિફ્ટ કાર યુવાનોમાં ઘણી પસંદ કરવામાં આવે છે. મે મહિનામાં પણ આ કાર પર 38100 રૂપિયા સુધીની બચત કરી શકાય છે. મે મહિનામાં આ કાર પર રૂ. 20 હજારની ગ્રાહક ઓફરની સાથે, આ કાર પર રૂ. 15 હજારના એક્સચેન્જ બોનસ અને રૂ. 3100ના કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો લાભ પણ મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT