દેશમાં કોઇપણ કામમાં આધાર પુરાવાઓની ખૂબ જ જરૂર પડે છે તેમાં પણ ખાસ કરીને ઇલેક્શન આઇડી. જી હા જો તમારી પાસે પણ ઇલેક્શન આઇડી ના હોય તો તમારે કોઇ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તમારે ઇલેક્શન આઇડી કાઢાવવા માટે કોઇ પણ જગ્યાએ જવાની જરૂર નહી પડે. જી હા તમે ઘરે બેઠાં-બેઠાં સ્માર્ટફોનની મદદથી ઇલેક્શન આઇડી બનાવી શકશો. આ માટે તમારે આ સ્ટેપ્સને ફૉલો કરવાના રહેશે અને એક મહિનામાં તમારા પાસે તમારું ઇલેક્શન આઇડી આવી જશે.
આ માટે સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ ક્નેક્શન હોવું ખૂબ જ જરૂરી છે.
સૌથી પહેલા રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલની વેબસાઇટ www.nvsp.in પર જાઓ.
હવે આ વેબસાઇટ પર Apply online for registration of new voterનો ઑપ્શન મળશે. જેના પર ક્લિક કરતાં એક ફૉર્મ આવશે.
આ ફૉર્મમાં આપવામાં આવેલી તમામ માહિતી ભરી દો અને આ માટે જોઇતા ડૉક્યુમેન્ટ્સ પણ અપલોડ કરી દો. આ ફૉર્મ ભરતા સાવધાની રાખો જો એક પણ ભૂલ થશે તો તમારા ઇલેક્શન આઇડીમાં ભૂલ દેખાશે.
આ ફોર્મની સાથે તમારે કલર ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં અપલોડ કરવાની રહેશે. આ ફૉર્મને અપલોડ કર્યા પછી ઇલેક્શન કમિશનના અધિકારી તમારા ડૉક્યુમેન્ટ્સને વેરિફાઇડ કરશે. જે પછી 1 મહિનાની અંદર તમારું ઇલેક્શન આઇડી પોસ્ટ મારફતે તમારા ઘરે આવી જશે.