ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / govt-triples-home-loan-limit-for-central-govt-employees-to-rs-25-lakh

NULL / સરકારી કર્મચારીઓ માટે ખુશખબર ઘર ખરીદવા માટે સરકાર આપશે રૂ. 25 લાખ એડવાન્સ

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કેન્દ્ર સરકાર કર્મચારીઓને નવું ઘર બનાવવા માટે અથવા તો ઘર ખરીદવા માટે 8.50% જેવા સાધારણ વ્યાજ પર 25 લાખ રૂપિયા એડવાન્સ આપશે. આ પહેલા આ એડવાન્સ રકમની મર્યાદા રુપિયા 7.50 લાખ હજી અને વ્યાજ દર 6- 9.50% સુધી હતો. 

આવાસ અને શહેરી મામલામાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી જણાવ્યુ કે 20 વર્ષ માટે 25 લાખ રૂપિયાનું એડવાન્સ લઇને બીજી કંપનીઓની તુલનામાં 11 લાખ જેટલા રૂપિયા કર્મચારીઓ બચાવી શકે છે. જેને વિસ્તૃત રીતે સમજાવતા તેમણે સ્પષ્ટ કર્યું કે ''જો SBI જેવી બેંક પાસેથી 20 વર્ષ માટે 25 લાખ લોન લેવામાં આવે તો 8.35%ના ચક્રવૃદ્ધી વ્યાજ દરથી 21 459 રૂપિયાનો માસિક હપ્તો થાય છે.''

તેમણે કહ્યુ કે 20 વર્ષના અંતમાં ચૂકવાયેલી રાશિ 51.50 લાખ થઇ જાય છે જેમાં વ્યાજની 26.50 લાખ રૂપિયાની રકમ પણ શામેલ છે. જ્યારે હાઉસિંહ બિલ્ડિંગ એડવાન્સ તરીકે 15 વર્ષ માટે લેવામાં આવેલા એડવાન્સ 25 લાખ પર વ્યાજ સાથે કુલ 40.84 લાખ જ ચૂકવવા પડે છે. જેમાં વ્યાજના 15.84 લાખ પણ સામેલ છે.

બીજી ખાસ વાત એ છે કે જો કોઈ દંપત્તિ કેન્દ્ર સરકારના કર્મચારી છે તો બંને અલગ અલગ અથવા એક સાથે આ એડાવાન્સ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.                                                                                                                                           

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ