ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / government-to-soon-unveil-policy-on-methanol-blending-in-petrol-gadkari

NULL / સસ્તું પેટ્રોલ મેળવવા માટે આ છે મોદી સરકારનો પ્લાન

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર જલ્દી જ પેટ્રોલમાં 15% મિથેનોલ ભેળવવાની નીતિ જાહેર કરશે. તેનાથી પેટ્રોલને સસ્તું કરવા અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે. એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું ''સંસદના આગામી સત્રમાં હું પેટ્રોલમાં 15% મિથેનોલ મિક્સ કરવાની નીતિની જાહેરાત કરીશ.''

નીતિન ગડકરીએ આગળ કહ્યુ કે મિથેનોલ કોલસાથી બનાવવામાં આવશે અને તેની કિંમત 22 રૂપિયા પ્રતિ લીટર થાય છે. જ્યારે પેટ્રોલની કિંમત 80 રૂપિયા પ્રતિ લીટર છે. ચીન તેને જ 17 રૂપિયા પ્રતિ લીટરની કિંમતમાં બનાવી રહ્યું છે. ગડકરીએ કહ્યું ''તેનાથી ખર્ચમાં પણ ઘટાડો થશે પ્રદૂષણ પણ ઓછું થશે.'' કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મુંબઈની આસપાસ ઉપસ્થિત ફર્ટિલાઈજર્સ અને રાષ્ટ્રીય રસાયણ એન્ડ ફર્ટિલાઈજર્સ જેવા કારખાના મિથેનોલનું ઉત્પાદન કરી શકે છે.

કેન્દ્રીય મંત્રીએ આગળ જણાવ્યુ કે ''વોલ્વોએ આ એન્જિનવાળી બસનું નિર્માણ કર્યુ છે જે મિથેનોલ પર ચાલે છે. તે મુંબઈમાં 25 એવી બસો ચલાવવાનો પ્રયાસ પણ કરશે જેમાં સ્થાનિક મિથેનોલનો ઉપયોગ ઈંધણ તરીકે કરવામાં આવશે. મંત્રીએ કહ્યું કે એથેનોલનો પણ માટો પ્રમાણમાં ઉપયોગ થવો જોઈએ.''

ગડકરીએ કહ્યું કે ''તેમણે કેબિનેટમાં પોતાના સાથી પેટ્રોલિયમ મંત્રીને સૂચન આપ્યું છે કે તે 70 000 કરોડ રૂપિયાના ખર્ચે પેટ્રોલ રિફાઈનરી સ્થાપિત કરવાના મુકાબલે એથેનોલના ઉપયોગ પર ધ્યાન આપે. ગડકરીએ કહ્યું કે દરેક વર્ષે 22 ટકાના દરે કારોનું વેચાણ વધી રહ્યું છે. આ ચિંતાની વાત છે.''

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ