બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ફૂડ સેફ્ટી ઓથોરિટીમાં ભરતી પડી છે, તો ઉમેદવારો તૈયાર થઇ જાઓ! બસ જોઇશે આ લાયકાત
Last Updated: 11:27 AM, 10 June 2026
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતી ઝુંબેશનો હેતુ ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ C શ્રેણીઓમાં જગ્યાઓ ભરવાનો છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો FSSAI ની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
ADVERTISEMENT
FSSAI એ જાહેરાત કરી છે કે, આ ભરતી ડેપ્યુટેશન અને ટૂંકા ગાળાના કરારના આધારે હાથ ધરવામાં આવશે. અરજી પ્રક્રિયા 6 જૂન, 2026 ના રોજ શરૂ થઈ હતી અને ઉમેદવારો 26 જૂન, 2026 સુધી તેમની અરજીઓ સબમિટ કરી શકે છે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 15 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં જોઈન્ટ ડિરેક્ટર, મેનેજર (ઇન્ફર્મેશન ટેકનોલોજી) અને જુનિયર આસિસ્ટન્ટ ગ્રેડ-II ની જગ્યાઓનો સમાવેશ થાય છે.
જોઇન્ટ ડાયરેક્ટર પદ માટે યોગ્યતા
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રો, સરકારી યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, વૈધાનિક સંસ્થાઓ અથવા સ્વાયત્ત સંસ્થાઓમાં સેવા આપતા અધિકારીઓ સંયુક્ત નિયામકના પદ માટે અરજી કરી શકે છે.

ADVERTISEMENT
ઉમેદવારો પાસે માન્ય સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. આ ઉપરાંત MBA, કાયદો, ફૂડ ટેકનોલોજી, બાયોટેકનોલોજી, માઇક્રોબાયોલોજી, જાહેર આરોગ્ય, જીવન વિજ્ઞાન, પશુચિકિત્સા વિજ્ઞાન, કૃષિ અથવા સંબંધિત ક્ષેત્રોમાં લાયકાત ધરાવતા ઉમેદવારો પણ પાત્ર બની શકે છે. પાત્રતા અંગે વિગતવાર માહિતી ઓફિશિયલ સૂચના આપવામાં આવી છે.
મેનેજર (IT) પદ માટે યોગ્યતા
ADVERTISEMENT
મેનેજર (IT) ની પોસ્ટ માટે, ઉમેદવારો પાસે B.Tech, M.Tech, અથવા MCA ડિગ્રી હોવી આવશ્યક છે, અથવા કમ્પ્યુટર અને માહિતી ટેકનોલોજી સંબંધિત વિષયમાં ડિગ્રી હોવી આવશ્યક છે. આ સાથે જ ઉમેદવારોએ સૂચનામાં ઉલ્લેખિત સેવા-સંબંધિત શરતો પૂર્ણ કરવી જરુરી છે.
જૂનિયર આસિસ્ટેંટ ગ્રેડ -II માટે તક
ADVERTISEMENT
જુનિયર આસિસ્ટન્ટ ગ્રેડ-II ની પોસ્ટ માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. સાથે જ ઓફિસ વર્ક, ફાઇલ મેનેજમેન્ટ, ડાયરી અને ડિસ્પેચ ઓપરેશન્સ અને કોમ્પ્યુટર ટાઇપિંગનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે.

ADVERTISEMENT
આયુ સીમા
FSSAI અનુસાર, ડેપ્યુટેશનના આધારે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 26 જૂન, 2026 સુધીમાં 56 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
પસંદ કરાયેલા ઉમેદવારોને પ્રતિનિયુક્તિ અથવા વિદેશ સેવાની શરતો પર નિયુક્ત કરવામાં આવશે. પદના આધારે, નિમણૂકનો પ્રારંભિક કાર્યકાળ એક, બે અથવા ત્રણ વર્ષનો હોઈ શકે છે. જો જરૂરી હોય તો અને સરકારી નિયમો અનુસાર કાર્યકાળ લંબાવી શકાય છે.
આ પણ વાંચોઃ LICનો ધાંસૂ પ્લાન, ફક્ત એકવાર ઇન્વેસ્ટ કરો, ને મેળવો જીંદગીભરની શાંતિ
આ છે જરુરી તારીખ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.