ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
હવે તમારે પોતાના મોબાઇલ નંબર આધાર કાર્ડથી લિંક કરાવવા માટે ટેલિકૉમ કંપનીઓના સ્ટોર જવાની જરૂર નહી પડે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ ટેલિકૉમ કંપનીઓને આધારને સિમ સાથે લિંક કરવા માટે 3 નવા નિયમોની મંજૂરી આપી દીધી છે. 1 ડિસેમ્બરથી તમે ઘરે બેસીને પોતાના નંબરનું રિવેરકિફેશન કરાવી શકો છો. મોબાઇલ કંપનીઓ પોતાના કસ્ટમર્સના નંબર પર OTP ( વન ટાઇમ પાસવર્ડ) ઇંટરેક્ટિવ વૉઇસ રિસ્પોન્સ સિસ્ટમ (IVRS) અને મોબાઇલ એપની મદદથી રિવેરિફિકેશનનો ઑપ્શન આપી રહી છે.
ADVERTISEMENT
UIDAIના CEO એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ''હા અમે મોડલને મંજૂરી આપી છે. ટેલિકોમ ઓપરેટર્સ સાથે અમારે વિસ્તૃત ચર્ચા થઈ હતી અને તેમણે નવી સ્કીમ રજૂ કરી છે જે લોકો માટે અનુકૂળ અને સુરક્ષિત છે. આ પ્રક્રિયાથી લોકો ટેલિકોમ આઉટલેટ પર ગયા વગર આધાર સાથે મોબાઇલને લિંક કરી શકશે.'' ખાસ વાત તો એ છે કે ઘરે બેઠા વેરિફિકેશન તે જ યૂઝર્સનું થશે જેનો નંબર પહેલાથી જ આધારના ડેટાબેસમાં ઉપલબ્ધ હશે આ સિવાય બાકી નંબરો માટે કસ્ટમરને કંપનીના સ્ટોર પર જવાનું રહેશે.
તમને જણાવી દઇએ કે 6 ફેબ્રુઆરી મોબાઇલ નંબરને આધારથી લિંક કરવાની છેલ્લી તારીખ છે. આ પછી પણ તમે તમારો નંબર આધાર સાથે લિંક ન કરાવ્યો તો નંબર બંધ થઇ જશે.
ADVERTISEMENT
ટેલિકૉમ વિભાગે વરિષ્ઠ નાગરિકો દિવ્યાંગ અને ગંભીર બિમારીથી પીડાતા લોકોની સહેલાઇ માટે ટેલિકૉમ વિભાગે યૂઝર્સના ઘરે જઇને વેરિફિકેશન કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય ટેલિકૉમ વિભાગે ઇ આઇરિસ અથવા તો ફિંગરપ્રિન્ટ આધારિત વેરિફિકેશન કરવા માટે ટેલિકૉમ ઓપરેટર્સે આદેશ આપ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો