ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Extra / four-name-discussion-for-the-chief-minister-of-gujarat

NULL / ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે 4 નામ ચર્ચામાં વિકાસ રથના સારથી કોણ ?

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપે સત્તા મેળવી લીધી છે. જોકે હવે ગુજરાતના સીએમ કોણ બનશે. તે મુદ્દે ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફરીથી રિપીટ કરવા અંગે અસમંજસની સ્થિતિ નજરે પડી રહી છે.

ત્યારે ગુજરાતમાં કોઈ નવા ચહેરાને CM પદ માટે પસંદ કરવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ પાર્ટીને એવો ચહેરો જોઈએ છે જે ગુજરાતમાં પીએમ મોદીની લોકપ્રિયતાની બરાબરી ન કરી શકે તો કંઈ નહીં. પરંતુ ગુજરાતમાં ભાજપે જે વિકાસનો વિશ્વાસ આપ્યો છે. તેને પૂર્ણ કરી શકે.

જનતાની આશાઓ પર ખરા ઉતરે અને સાથે જ ભાજપના નેતાઓને સંગઠિત કરવામાં સક્ષમ હોય. સૂત્રોનું માનીએ તો મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીનું નામ સૌથી આગળ છે. સ્મૃતિ ઈરાની મજબૂત નેતૃત્વમાં પારંગત અને ગુજરાતી ભાષાના જાનકાર હોવાની સાથે પીએમ મોદીના વિશ્વાસ મંત્રીઓમાના એક છે.

તો બીજા નંબરે કેન્દ્રી માર્ગ પરિવહન રાજમાર્ગ અને શિપીંગ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાનું નામ છે. માંડવિયા પાટીદાર નેતા હોવાની સાથે ખેડૂત અને જમીનથી જોડાયેલા નેતાઓમાં સામેલ છે. જ્યારે ત્રીજા નંબરે વજુભાઈ વાળાનું નામ ચર્ચાઈ રહ્યું છે. તે ક્ષત્રિય સમાજમાંથી આવે છે. અને હાલ કર્ણાટકના વર્તમાન રાજ્યપાલ છે.

વજુભાઈવાળા ધારાસભ્યથી લઈને વિધાનસભાના અધ્યક્ષ સુધીની જવાબદારીઓ નિભાવી ચુક્યા છે. સંગઠનમાં પણ સારી એવી પક્કડ ધરાવે છે. તો ચોથા નંબરે નીતિન પટેલનું નામ છે. નીતિન પટેલ હાલ નાયબ મુખ્યમંત્રીનું પદ ધરાવે છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ નીતિન પટેલનું નામ સીએમની રેસમાં હતું.

જોકે ત્યારે તેમને નાયબ મુખ્યમંત્રી બનાવાયા હતા. નીતિન પટેલ પાટીદાર નેતામાં સારી પક્કડ ધરાવે છે. પાટીદાર અનામત આંદોલન વચ્ચે પણ તેઓ મહેસાણામાંથી વિજયી થયા છે.

CMની રેસમાં 4 નામ
  • નીતિન પટેલ 
  • મનસુખ માંડવિયા 
  • સ્મૃતિ ઇરાની 
  • વજુભાઇ વાળા 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ