Flipkart પર 'ધ રિપબ્લિક ડે સેલ' ચાલી રહી છે. જેમાં સ્માર્ટફોન્સ પર સારી ઑફર્સ મળી રહી છે. સેલમાં Lenovo Redmi Samsung Oppo ગૂગલ પિક્સલ સહિત તમામ સ્માર્ટફોન્સ પર ઑફર્સ મળી રહી છે. આ સેલ 23 જાન્યુઆરીના 12 વાગ્યા સુધી ચાલશે.
આ સેલમાં 9999 રૂપિયાનો 6.4 ઇંચની ડિસ્પ્લે ધરાવતો Lenovo Phab 2ને 499 રૂપિયામાં ખરીદી શકાશે. આ સ્માર્ટફોનમાં 32GB ઇન્ટરનલ મેમરીની સાથે 3GB RAM આપવામાં આવી છે. આ સ્માર્ટફોનને એક્સચેન્જ ઑફર હેઠળ 499 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 9999 રૂપિયા છે જેના પર 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. આ સિવાય 7500 રૂપિયાની એક્સચેન્જ ઑફર પણ આપવામાં આવી રહી છે. એક્સચેન્જ ઑફર હેઠળ જૂના સ્માર્ટફોન આપીને આ ફોન ખરીદી શકાશે. એક્સચેન્જ ઑફરની હેઠળ તમને જૂના સ્માર્ટફોનના 7500 રૂપિયા મળી જશે તો આ ફોન માત્ર 499 રૂપિયામાં મળશે. એક્સચેન્જ ઑફરમાં કયા ફોનની કેટલી કિંમત મળી રહી છે તે અંગેની જાણકારી ફ્લિપકાર્ટ પરથી મળી જશે.
આ સિવાય સેલમાંથી કેટલીક ખરીદી પર સિટી બેંકના ડેબિટ/ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10%ન સુધીનું અલગથી કેશબેક મળશે. જેમાં સૌથી વધારે 2000 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આ સિવાય ફોન પેથી પેમેન્ટ કરવા પર 15% સુધીનું કેશબેક મળશે. ફોનપે અધિકતમ 150 રૂપિયાનું કેશબેક મળશે. આ સાથે જ એક્સિસ બેંકના યૂઝર્સને 5% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
Samsungનો 41900 રૂપિયાનો Samsung Galaxy S7 Edge (4GB)ને 35900 રૂપિયામાં ખરીદી શકાશે. Google Pixel 2 XLને HDFC બેંકના ક્રેડિટ કાર્ડ 48999 રૂપિયામાં ખરીદી શકાશે. આ સાથે જ HDFCના ક્રેડિટ કાર્ડ યૂઝરને 10000 રૂપિયા સુધીનું કેશબેક મળશે.
Xiaomi Redmi Note 4ના 4GB RAM ધરાવતા વેરિયન્ટને 10999 રૂપિયામાં ખરીદી શકાશે. 4GB Lenovo K8 Plusને 8999 રૂપિયામાં ખરીદી શકાશે. 4GB ધરાવતા Moto G5ને 10999 64GB ઇન્ટરનલ મેમરી ધરાવતા Samsung On Nxtને 11 999 રૂપિયામાં Panasonic Eluga A3 ને 6499 રૂપિયામાં ખરીદી શકાશે. આ સિવાય Appleના iPhone પર ખાસ ઑફર આપવામાં આવી રહી છે.