બ્રેકિંગ ન્યુઝ
VTV / Technology / facebook-ads-start-showing-click-to-whatsapp-button-users
જો તમે Facebook પર જાહેરાત આપો છો તો ફેસબુકે પોતાના અન્ય પ્લેટફોર્મ WhatsApp પર ભાગીદારીમાં એક નવું ફીચર લોન્ચ કર્યું છે. Facebookએ નવું 'ક્લિક-ટુ-વોટ્સએપ' બટન પોતાના પ્લેટફોર્મ પર લોન્ચ કરી દીધું છે. તેનાથી જાહેરાત આપનાર WhatsAppના લગભગ 1 કરોડ યુઝર્સ સાથે કનેક્ટ થઈ શકશે.
ADVERTISEMENT
આઈએનએસની ખબર અનુસાર Facebookના બે અરબથી વધારે યુઝર્સ છે. કંપનીએ ટેક ક્રંચને શુક્રવારે જણાવ્યું કે તે આ ફીચરને ધીમે-ધીમે લાગૂ કરી રહી છે જેને પહેલા ઉત્તર અને દક્ષિણ અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા અને એશિયાના મોટા ભાગના દેશોમાં લોન્ચ કરવામાં આવશે.
ADVERTISEMENT
Facebookના પ્રોડક્ટ માર્કેટિંગ મેનેજર પંચમ ગજ્જર દ્વારા કહેવાયું છે કે મોટાભાગના લોકો પહેલા જ બિઝનેસમાં સંચાર માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છે. આ સંપર્કમાં રહેવાનું સરળ અને ઝડપી રીત છે. તેમણે કહ્યું Facebook જાહેરાતો પર 'ક્લિક-ટૂ-વોટ્સએપ' બટન જોડવાથી બિઝનેસ માટે હવે લોકોને પોતાના પ્રોડક્ટ સાથે જોડવામાં સરળતા હતી. FacebookS કહ્યું કે હાલમાં 10 લાખથી વધારે પેજોએ પોતાની પોસ્ટ્સમાં WhatsApp નંબર જોડ્યા છે.
આ પહેલા જાણકારી મળી હતી કે Facebook ગ્રીટિંગ્સ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. તેનાથી ફેસબુક યુઝર્સ જલ્દી જ પોતાના Facebook ફ્રેન્ડ્સને અનોખી રીતે વાતચીત કરવા માટે ઘણા પ્રકારના ગ્રીટિંગ્સ મોકલી શકશે. આ નવા ફીચરમાં પોક ઉપરાંત વિન્ક અને હાઈ-ફાઈવ જેવા ઘણા ઓપ્શન હશે. ધ નેશનની રિપોર્ટ અનુસાર આ વિકલ્પોને બ્રિટન થાઈલેન્ડ ઓસ્ટ્રેલિયા કેનેડા કોલંબિયા અને ફ્રાંસમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અને પોકની વર્ષગાંઠ પર તેને રિલીઝ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT