ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Extra / dy-c-m-nitin-patel-an-important-announcement-salary-increases-and-salary-benefits

NULL / Dy.CM નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત જાણો કોને મળશે પગારવધારો અને પગારપંચનો લાભ

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ગાંધીનગરઃ નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે દિવાળી ટાણે અને ચૂંટણી પહેલાં જ મહત્વની જાહેરાત કરતાં કર્મચારીઓમાં આનંદ વ્યાપ્યો છે. નિતિન પટેલે શિક્ષણ સહાયકોના પગારમાં વધારાની જાહેરાત કરી છે.

જેમાં તેઓએ વિવિધ આરોગ્યલક્ષી જાહેરાતો કરી છે. આ સિવાય નીતિન પટેલે સંબોધન કરતા કહ્યું કે રાજ્ય સરકારે અનેક પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે. ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે પણ ઘણા બધા કામો કર્યા છે. 1 કરોડથી વધુ લોકો સરકારી હોસ્પિટલોની સેવા લે છે. 2014માં મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના અમલમાં મુકાઇ. 1.20 લાખ આવક ધરાવતા પરિવારોને BPL કાર્ડમાં સ્થાન અપાવ્યું. સાથે બજેટમાં પણ રૂ.1.20 લાખ આવકને વધારી રૂ.1.50 લાખ આવક કરાઇ. CM વિજયભાઇ રૂપાણીએ ચર્ચા બાદ રૂ.1.50 લાખની આવક મર્યાદા પણ વધારી હતી. સીએમએ આરોગ્ય મંત્રી અને સિનિયર નેતાઓ સાથે અનેક ચર્ચાઓ પણ કરી છે. આ ચર્ચા બાદ આવક મર્યાદા વધારીને રૂ.2.50 લાખ કરવામાં આવી.

વર્ષે 2 લાખની સારવાર 162 સરકારી હોસ્પિટલોમાં મળશે અને 99 ખાનગી અને 21 સરકારી હોસ્પિટલમાં સારવાર મળી શકશે. આ સિવાય સરકારે ડાયાલિસીની સારવારને પણ વાત્સલ્યમાં આવરી લીધી છે. આ સાથે ડે.સીએમએ એક મહત્વની જાહેરતા પણ કરી હતી કે રાજ્યની નગરપાલિકાઓને સાતમા પગાર પંચનો લાભ મળશે. ડાયાલિસિસની સારવારને પણ વાત્સલ્યમાં આવરી લેવાઇ છે. મા વાત્સલ્ય કાર્ડ યોજના અતર્ગત 27.83 લાખ કાર્ડ આપવામાં આવ્યા. સરકારે અત્યાર સુધી રૂ. 773 કરોડનો ખર્ચ કર્યો છે.

ડે.સીએમે જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યની નગરપાલિકાઓને સાતમા પગાર પંચનો લાભ મળશે. સહાયક શિક્ષકોનાં પગારમાં પણ વધારો કરાયો. માસિક રૂ.11 500નાં સ્થાને રૂ.19 500 પગાર કરવામાં આવ્યો. ગ્રાન્ટેડ શાળાઓનાં શિક્ષકો સહાયકોનાં ફિક્સ પગારમાં વધારો કરાયો. શિક્ષણ મંત્રીની દરખાસ્ત સરકારે મંજૂર કરી દીધી છે. માધ્યમિક શિક્ષણ સહાયકોને માસિક રૂ.25 000 વેતન મળશે જ્યારે અગાઉ તેમને માસિક રૂ.16 500 વેતન અપાતું હતું. આ સિવાય ઉચ્ચતર માધ્યમિકનાં શિક્ષકોનાં વેતનમાં પણ વધારો કરાયો છે. તેમનું માસિક વેતન રૂ.17 000થી વધારીને રૂ.26 000 કરાયું. વહીવટી સહાયકોનું વેતન 11 હજારથી વધારી 19 હજાર કરાયું છે. સાથી શિક્ષકોને રૂ.16 224 ચૂકવાશે. અને આ પગાર વધારાથી વાર્ષિક રૂ.75 કરોડનું ભારણ પણ સરકાર પર વધશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ