બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / કપાતર દીકરો બન્યો મા-બાપના મોતનું કારણ, હૃદય કંપાવતી આ કહાની વાંચશો તો તમારું પણ હૈયું ભરાઇ આવશે

સુરત / કપાતર દીકરો બન્યો મા-બાપના મોતનું કારણ, હૃદય કંપાવતી આ કહાની વાંચશો તો તમારું પણ હૈયું ભરાઇ આવશે

Last Updated: 10:05 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતના એક કપાતર દીકરાના કારણે આજે તેના મા-બાપને આત્મહત્યા કરવી પડી છે. મીરા એવન્યુમાં રહેતા 66 વર્ષીય ચુનીભાઈ ગેડિયા અને તેમનાં 64 વર્ષીય પત્ની મુક્તાબેનને આપઘાત કર્યો છે

દરેક મા-બાપની ઈચ્છા હોય છે કે, તેમના ઘરે દીકરો હોય. જે તેમના વૃદ્ધાપામાં સહારો બને. પરંતુ સુરતના એક કપાતર દીકરાના કારણે આજે તેના મા-બાપને આત્મહત્યા કરવી પડી છે. ત્યારે શું છે હૃદય કંપાવતી કહાની. દંપતીએ જેમણે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ મોતને વાહલું કહ્યું છે અને આ બધું બન્યું છે કપાતર દીકરાના કારણે. જેને મા-બાપને દેવામાં તો ડુબાળ્યા. પરંતુ વિદેશ ગયા પછી ક્યારેય સંપર્ક સુધ્ધા ન કર્યો.

મા-બાપનું ઋણ ભૂલ્યો દીકરો

ઘટના સુરતના સરથાણા વિસ્તારની છે. જ્યાં મીરા એવન્યુમાં રહેતા 66 વર્ષીય ચુનીભાઈ ગેડિયા અને તેમનાં 64 વર્ષીય પત્ની મુક્તાબેનને આપઘાત કર્યો છે. કારણ એવું છે કે, ચુનીભાઈના દીકરી પીયૂષે 38 લાખનું દેવું થઈ ગયું હતું. જેથી માતા-પિતાએ દાગીના વેચી તેનું કરજ ભર્યું હતું. જે પછી પિયૂષ વ્યવસાય કરવા કેનેડા ગયો. અને માતા-પિતાને ભૂલી જ ગયા. 4 વર્ષમાં એકપણ ફોન ન કર્યો. કે ફોન ઉપાડ્યો નહીં. માતા-પિતા સાથે સંબંધ જ કાપી નાખ્યો. આમ ભૂલી ગયેલા દીકરાના વિરહમાં માતા-પિતાએ પોતાના જ ઘરમાં પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જોકે આપઘાત પહેલા સ્યુસાઈડ નોટમાં શું લખ્યું હતું. જરા તે પણ સાંભળો.

વાંચવા જેવું: 10 લાખ આપો અને NEETની પરીક્ષામાં ચોરી કરો, આખરે ક્યારે અટકશે આવાં કૌભાંડ? જોઇએ વિશેષ ચર્ચામાં

દીકરો બન્યો દુશ્મન

સરથાણા પોલીસની ટીમ આ મામલે સ્થળ પર પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે મૃતક વૃદ્ધ દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ બંનેએ આપઘાત કરતા પહેલાં સુસાઈડ નોટ લખી હતી. સરથાણા પોલીસે સુસાઈડ નોટના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહીં આ કેસમાં એક કપાતર દીકરાની કરતૂતે મા-બાપનો જીવ લીધો છે.. જે મા-બાપે ઉછેર્યો.. જેણે કરજમાંથી બહાર કાઢ્યો. આજે તે જ માતા-પિતાને કરવાન બનાવી પિયુષ પરાયો બન્યો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ