બ્રેકિંગ ન્યુઝ
ભારતીય માર્કેટમાં લાઈફ ઇન્સ્યોરન્સની શરૂઆત થઇ ત્યારે ઘણી કંપનીઓને કેટલીયે તકલીફ પડતી હતી પરંતુ જીવન વીમા બાબતે લોકોમાં જાગૃતિ આવતી ગઈ તેમ-તેમ લોકો આ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અપનાવવા લાગ્યા છે. કારણકે આજના સમયમાં દરેક વ્યક્તિને જીવન વિમાની ખાસ જરૂર પડતી હોય છે.
ADVERTISEMENT
ભારત સરકારનું સાહસ એવી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની એલઆઇસી ની સાથોસાથ લોકો અને માર્કેટમાં રહેલ અન્ય વીમા કંપનીઓ પર પણ ખાસ ભરોસો રહેલો છે ત્યારે આજે ભારતમાં આશરે 20 થી વધુ જીવન વીમા આપતી કંપનીઓ આવેલી છે જે મોટા પ્રમાણમાં ગ્રાહકો ધરાવે છે.
તાજેતરમાં જાહેર થયેલ એક અહેવાલ અંતર્ગત આ વર્ષે ઓગસ્ટમાં ઇન્શ્યોરન્સ કંપનીએ વધારે પ્રીમિયમ મેળવ્યું છે. જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસથી મળી રેલા પ્રીમિયમમાં આ વર્ષે ઓગસ્ટમાં 22.6%નો વધારો નોંધાયો છે. આ વર્ષે ઓગસ્ટમાં એ 17 513.44 કરોડ રૂ. રહ્યો છે. આ આંકડો ગયા વર્ષે 14 282.45 કરોડ રૂ. હતો.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ધ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDA) જાહેર કરેલ અહેવાલ મુજબ ભારત સરકારની દેખરેખ હેઠળ કામ કરતી જીવન વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કંપની (LIC)ના બિઝનેસમાં વધારો થતાં તે મળતા પ્રીમિયમમાં જ આશરે 25%નો વધારો થવા પામ્યુ છે અને આ રકમ 13 382.30 કરોડ રૂ. રહ્યો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં આ આંકડો 10 713.55 કરોડ રૂ. હતો.ખાનગી ક્ષેત્રની જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસથી મળનારું પ્રીમિયમ ઓગસ્ટમાં 15.8% વધીને 4 131.15 કરોડ રૂ. રહ્યું છે. આ પ્રમાણ ગયા વર્ષે આ સમયગાળામાં 3 568.90 કરોડ રૂ. હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT