ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / buying-product-kirana-store-mrp-gst

NULL / GST અંગે આવી એક ખુશખબર જાણો શું છે

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જ્યારે તમે કરિયાણાના સ્ટોર પરથી સામાન ખરીદો છો ત્યારે તેના પર GST વસૂલ કરવામાં આવે છે. જોકે કોઇ પણ દુકાનદાર કરિયાણાના સામાન પર તમારી પાસેથી GST માંગે તો તેણે ઇન્કાર કરી દેજો. ટેક્સ ઑથોરિટી સીબીઇસીએ સ્પષ્ટતા કરી કે જ્યારે પણ તમે કરિયાણાનો સામાન લો અને તે દરમિયાન જો દુકારનદાર તમારી પાસેથી અલગથી GST માંગે તો તેને આપવાનો ઇન્કાર કરી દો અને તેના વિરુદ્ઘમાં ફરિયાદ પણ દાખલ કરાવવો.

વાસ્તવમાં છેલ્લા દિવસોમાં ફરિયાદ આવી હતી કે દુકાનદાર કરિયાણાના સામાન પર નક્કી કરેલી કિંમત તો વસૂલે છે પરંતુ તે પછી અલગથી GST લઇ રહ્યા છે. આ ફરિયાદો બાદ સીબીઇસીએ સ્પષ્ટતા કરી કે ''દુકાનદાર આ નહી કરી શકે.'' સીબીઇસીએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી કે જ્યારે કોઇ સામાન ખરીદો છો અને તેના પર MRP હોય તો તે માટે અલગથી GST આપવાની જરૂર નથી. સીબીઇસી અનુસાર પ્રોડક્ટની છપાયેલી MRPમાં GST શામેલ હોય છે. આ માટે જો કોઇ દુકાનદાર MRP ઉપરથી અલગથી GST માંગે તો તે અવૈધ વસૂલી કરી રહ્યા છે.

MRP એક એવું મૂલ્ય હોય છે જેના પર કોઇ પણ દુકાનદાર વધારે રૂપિયા નહીં માંગી શકે. MRPમાં ઉત્પાદનને લઇને તમામ ટેક્સ શામિલ કરવામાં આવે છે. ટેક્સ ઑથોરિટીએ કહ્યુ કે જો કોઇ આવું કરે તો તેની ફરિયાદ કરો. આ માટે સીબીઇસીએ એક ટોલ ફ્રી નંબર આપી છે. જો મામલામાં ફરિયાદ કરવા માટે 1800-11--11-4000/ 14404 પર કૉલ કરી શકો છો. આ માટે જ્યારે પણ હવે તમે દુકાન પર ખરીદી કરવા જાઓ ત્યારે દુકાનદાર MRPથી વધારે કિંમત માંગે તો તેણે ઇન્કાર કરી શકો છો અને તેણી ફરિયાદ પણ કરી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ