ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / budget-2018-finance-minister-announced-home-and-free-lpg-connection-for-poors

NULL / BUDGET 2018: નાણામંત્રીની ગરીબો માટે ઘર અને મફત LPGની જાહેરાત

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આજે સંસદમાં નાણા મંત્રી અરૂણ જેટલી વર્ષ 2018-19નું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે અરૂણ જેટલીએ પોતાના સામાન્ય બજેટમાં મધ્યમ વર્ગ અને ગરીબો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણા મંત્રીએ જણાવ્યુ કે ઉજજ્વલા યોજના હેઠળ સરકારે 5 કરોડ ગરીબ મહિલાઓ સુધી મફત ગેસ કનેક્શન પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો હતો. આ યોજનાની લોકપ્રયિતા ધ્યાનમાં રાખીને આ લક્ષ્યને વધારીને 8 કરોડ ગરીબ મહિલાઓને મફતમાં કનેક્શન પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે. 


અરૂણ જેટલીએ આગળ કહ્યુ કે વીજળી જતી રહેતા લોકો પરેશાન થાય છે આ વાતનું ધ્યાનમાં રાખીને સરકારે પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે આ યોજના હેઠળ 16000 કરોડ રૂપિયાની પડતરથી 4 કરોડ પરિવારને વીજળી પહોંચાડવામાં આવશે. નાણા મંત્રીએ પોતાના બજેટમાં ઘરને લઇને પણ મહત્વની જાહેરાત કરી છે.

અરૂણ જેટલીએ કહ્યુ કે સરકારનો લક્ષ્ય 2022 સુધી તમામ ગરીબોને ઘર આપવાનો છે. તેમણે કહ્યુ કે આ માટે સરકાર શહેરી ક્ષેત્રોમાં 37 લાખ મકાન બનાવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ સિવાય નવા નાણાકીય વર્ષમાં સરકાર 2 કરોડ શૌચાલય બનાવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ