બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ભારત / Politics / ચૂંટણી વચ્ચે ભત્રીજા આકાશ આનંદ વિરૂદ્ધ માયાવતીની મોટી કાર્યવાહી, છીનવ્યું ઉત્તરાધિકારીનું પદ, જાણો ઇનસાઇડ સ્ટોરી

રાજનીતિ / ચૂંટણી વચ્ચે ભત્રીજા આકાશ આનંદ વિરૂદ્ધ માયાવતીની મોટી કાર્યવાહી, છીનવ્યું ઉત્તરાધિકારીનું પદ, જાણો ઇનસાઇડ સ્ટોરી

Last Updated: 10:49 AM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSP Akash Anand Latest News : BSP સુપ્રીમોને લાગ્યું કે, કેન્દ્ર અને યોગી સરકાર સાથેની સીધી ટક્કર તેના રાજકીય ભવિષ્યને જોખમમાં મૂકી શકે છે અને જ્યારે કેસ નોંધવાનું શરૂ થયું ત્યારે માયાવતીએ આકાશને તેનાથી દૂર રાખવાનું વધુ સારું માન્યું

BSP Akash Anand : લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે BSPથી ગઇકાલે એક મોટી અપડેટ સામે આવી હતી કે, માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક પદેથી હટાવી દીધા છે. BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, જ્યાં સુધી પરિપક્વતા ન આવે ત્યાં સુધી તેમને રાષ્ટ્રીય સંયોજક અને ઉત્તરાધિકારી પદની મહત્વપૂર્ણ જવાબદારીથી અલગ કરવામાં આવી રહ્યા છે. આકાશ આનંદના ભાષણોમાં જે રીતે ગુસ્સો, અપશબ્દો અને આક્રમક વલણ દેખાતું હતું તેને લઈ આકાશ ઘણી વખત શૃંગારની હદ વટાવતો જોવા મળ્યા હતા. જેના કારણે સીતાપુરમાં તેમની સામે કેસ નોંધવામાં આવ્યા હતા અને કેસ નોંધાતાની સાથે જ પાર્ટી દ્વારા તેમના કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા હતા.

BSP સુપ્રીમો માયાવતીના ભત્રીજા આકાશ આનંદની બે ચૂંટણી સભાઓમાં ગાળ નો ઉલ્લેખ કરાયો હતો. આકાશ આનંદે યોગીની સરકાર માટે 'આતંકની સરકાર'નો ઉપયોગ કર્યો હતો. આ પછી BSP સુપ્રીમોને લાગ્યું કે, કેન્દ્ર અને યોગી સરકાર સાથેની સીધી ટક્કર તેના રાજકીય ભવિષ્યને જોખમમાં મૂકી શકે છે અને જ્યારે કેસ નોંધવાનું શરૂ થયું ત્યારે માયાવતીએ આકાશને તેનાથી દૂર રાખવાનું વધુ સારું માન્યું. આકાશ આનંદે કહ્યું હતું કે, જ્યારે તેમને આ જવાબદારી સોંપવામાં આવી રહી હતી ત્યારે માયાવતીએ કહ્યું હતું કે, આ પાર્ટીની જવાબદારી નથી, બહુજન આંદોલનની જવાબદારી છે. તેથી ભૂલને કોઈ અવકાશ નથી અને જેમ અન્ય લોકોને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે તેમ તેને પણ દૂર કરી શકાય છે. માયાવતી આકાશ આનંદની રાજકીય પદ્ધતિઓથી નારાજ હતા.

આકાશ આનંદની રેલીઓની માંગ વધવા લાગી

આકાશ આનંદ પાર્ટીમાં એક નવા ધ્રુવ તરીકે ઉભરી રહ્યો હતો જેના કારણે ઘણા મોટા નેતાઓ અસહજ હતા. આકાશ આનંદની જાહેર રેલીઓમાં જે રીતે માંગ વધવા લાગી હતી તેનાથી ઘણા મોટા નેતાઓમાં પણ અસલામતીની લાગણી જન્મી હતી. એવી પણ ચર્ચા છે કે, આકાશ આનંદની રેલીઓ માયાવતીની રેલીઓ કરતાં વધુ માંગમાં હતી અને તે માયાવતીની રેલીઓ પર છવાયેલો હતો જેના કારણે માયાવતીની નજીકના નેતાઓનો એક વર્ગ નારાજ હતો અને તે સતત માયાવતીને તેની ફરિયાદ કરી રહ્યો હતો.

Mayawati

પાર્ટીની અંદર એક ચર્ચા આવી પણ

આ તરફ અંદર ખાવું એ ચર્ચા છે અને ખૂબ જ મહત્વપૂર્ણ છે કે માયાવતી કોઈ પણ સંજોગોમાં તેમના ભાવિ વારસાને મુકદ્દમામાં ફસાયેલા જોવા માંગતા ન હતા જે વ્યક્તિએ BSPનો વારસો સંભાળવો હતો જેણે આંદોલનની આ રાજકીય પાંખને આગળ ધપાવી હતી એ જ કોર્ટના ચક્કર લગાવે તે તેમણે પસંદ નહોતું. પોતાના ભાવિ નેતૃત્વને સુરક્ષિત રાખવા માટે માયાવતીએ આકાશને હટાવવાનો નિર્ણય લીધો છે.

વધુ વાંચો : આ લોકોથી પાકિસ્તાન સંભાળાતું નથી અને અમેઠીની.... પાક નેતાની સાથે રાહુલ ગાંધી પર વરસ્યા સ્મૃતિ ઈરાની

આવો જાણીએ શું કહ્યું માયાવતીએ ?

આકાશને રાષ્ટ્રીય સંયોજક પદેથી હટાવતા માયાવતીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, હાલમાં તેની અપરિપક્વતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવી રહ્યો છે. એટલે કે માયાવતીએ આકાશ માટે આગળનો રસ્તો બંધ કર્યો નથી પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે. BSPના પદ પરથી હટાવીને અમે મુખ્ય પ્રવાહની રાજનીતિથી પોતાને અલગ કરી લીધા છે જેથી તેમનો ભાવિ ચહેરો બચાવી શકાય.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ