બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Mahamanthan / 4 lakh 17 thousand crore debt on Gujarat! What is the truth of the allegation? What math did BJP do?

મહામંથન / ગુજરાત પર 4 લાખ 17 હજાર કરોડનું દેવું! આરોપનું સત્ય શું છે? ભાજપે કયું ગણિત માંડ્યું

Vishal Dave

Last Updated: 10:00 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમાં કોંગ્રેસે ગુજરાતના માથે દેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેનો ભાજપે વળતો જવાબ આપ્યો હતો

કોઈપણ રાજ્ય કે દેશ ઉપર દેવું હોવું એ આજકાલની વાત નથી. માણસ જ્યારથી અર્થનીતિ સમજતો થયો છે ત્યારથી દેવું અસ્તિત્વમાં છે, માત્ર તેના સ્વરૂપ બદલાય છે. વિધાનસભામાં રજૂ થયેલા આંકડાને સાચો માનીએ તો રાજ્યની માથે 4 લાખ 17 હજાર કરોડથી વધુનું કરજ છે. આ આંકડાને આધાર બનાવીને કોંગ્રેસનો આરોપ છે કે દેવું કરીને થતો વિકાસ કોઈ કામનો નથી. સ્વભાવિક છે કે ભાજપનો જવાબ અગાઉની કોંગ્રેસની સરકારની સમસ્યાઓને ઉજાગર કરતો હોવાનો છે. આપણા વડીલોએ જ સલાહ આપેલી કે દેવું કરીને ઘી ન પીવાય પણ રાજ્યને વિકાસની દિશામાં લઈ જવા લોન લેવી જ પડે એવી સ્થિતિ આવે છે કે કેમ.?, સરકાર દાવો કરે છે કે લોન લેવાના તમામ માપદંડોનું પાલન થાય છે અને મહેસૂલી આવકની સામે જે ખર્ચ થાય છે તે જોતા લોન લઈને જ વિકાસ થઈ શકે એવી સ્થિતિ છે. આવા સમયે જનતા ઉપર જે વણકહેલો બોજ પડે છે તેનું શું? જનતા વિકાસનો અનુભવ પણ કરતી હશે અને તેના મીઠા ફળ પણ ચાખતી હશે પણ તેની પાછળ રાજ્યનો 25 હજાર કરોડનો હપ્તો લોન પેટે જાય છે તે નાગરિકો જાણે છે કે નહીં. વિકાસની હરણફાળ માટે દેવું કરવું એ ખોટું નથી આ દ્રષ્ટિકોણ પાછળ તર્ક શું?

ગુજરાત પર 4 લાખ 17 હજાર કરોડનું દેવું
રાજ્યના દેવાને વિકાસની દ્રષ્ટિએ જોઈ શકાય?
સરકાર વિકાસ કરે તો દેવું વધે એ કારણ કેટલું સાચુ?


આજની ચર્ચા કેમ?
ગુજરાત ઉપર દેવાના મુદ્દાની વિધાનસભામાં ચર્ચા
ગૃહમાં કોંગ્રેસે ગુજરાતની માથે દેવાનો મુદ્દો ઉઠાવ્યો
ગુજરાત ઉપર 4 લાખ 17 હજાર કરોડનું દેવું
ગૃહમાં મોંઘી વીજળીનો મુદ્દો પણ ઉછળ્યો
રાજ્યએ 25 હજાર કરોડનો વાર્ષિક હપ્તો ભરવો પડે છે
કોંગ્રેસના આરોપ સામે ભાજપે વળતો જવાબ આપ્યો
દેવું કરીને વિકાસ કરવાના આરોપમાં તથ્ય કેટલું?
સરકાર વિકાસ કરે તો દેવું થાય એ કારણ કેટલું સાચું?

કોંગ્રેસનો આરોપ શું?
1991 સુધી સરકારે કોઈપણ પ્રકારનું દેવું કર્યું નથી
કરજ લેવાની શરૂઆત 1991 પછી થઈ
1995માં રાજ્યની ઉપર 10 હજાર કરોડનું દેવું હતું
રાજ્યની મહેસૂલી આવકના 11.80% માત્ર વ્યાજ ચુકવવામાં જાય છે
કુલ આવકના 21.33% ખર્ચ પગાર પાછળ
12% જેટલી રકમ પેન્શન પાછળ ખર્ચાય છે
53% જેટલો ખર્ચ તો પહેલેથી નક્કી જ છે
આવક સારી અને વહીવટ સારો તો દેવું કરવાની જરૂર કેમ?
1960 પછી જે કંઈ વિકાસ થયો એ દેવું કર્યા વગર જ થયો છે
30 વર્ષમાં દેવું ઘટાડવાના એકપણ પગલાં નથી લેવાયા
CAG તરફથી પણ નાણાકીય શિસ્ત જાળવવા ટિપ્પણી કરાય છે

ભાજપનો જવાબ શું?
રાજ્યમાં દેવા માટેના ચોક્કસ માપદંડ છે
રાજ્યમાં વિકાસ પાછળ 60% જેટલી રકમ ખર્ચાય છે
મહેસૂલી આવક સિવાય આવકનો સ્ત્રોત લોન છે
રાજ્ય સરકારે ઘરેલુ ઉત્પાદન મુજબ દેવા માટેના માપદંડ અનુસર્યા છે
કોંગ્રેસની સરકારમાં રાજ્યમાં માથાદીઠ આવક હજારની સંખ્યામાં હતી
અત્યારે રાજ્યમાં માથાદીઠ આવક 2 લાખ 73 હજારે પહોંચી છે
અમરસિંહ ચૌધરીની સરકાર હતી ત્યારે કર્મચારીઓને ચુકવવાના રૂપિયા નહતા
અગાઉ કોંગ્રેસની સરકારે અંબાજી ટ્રસ્ટ પાસે રૂપિયા લીધા છે
જ્યારથી ભાજપની સરકાર છે ત્યારથી ઓવરડ્રાફ્ટ નથી લીધો
અગાઉ દાયકાઓ સુધી સમસ્યાઓનું સમાધાન નહતું થતું
અમારી સરકાર આગોતરું આયોજન કરવામાં માને છે
લોન લઈને આગોતરું આયોજન કરવું પડે તો શું વાંધો છે?
અગાઉ સ્કૂલ બની હશે પણ અત્યારે સ્માર્ટ ક્લાસ બન્યા તે નથી દેખાતું?
રિઝર્વ બેંકના કાયદા મુજબ જ નાણાકીય વ્યવસ્થા થાય છે
દર વર્ષે રાજ્ય સરકાર પુરાંતવાળુ બજેટ રજૂ કરે છે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ