ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / 16-smartphones-emit-the-most-radiation

NULL / આ સ્માર્ટફોનમાંથી નીકળે છે ખતરનાક રેડિએશન જાણો લિસ્ટમાં તમારો ફોન છે કે નહીં

Published By: vtvAdmin

Last Updated: 06:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

મોટાભાગના લોકો 24 કલાક સ્માર્ટફોન સાથે જ રાખતા હોય છે. રિસર્ચ અનુસાર તમામ સ્માર્ટફોનમાંથી ખતરનાક રેડિએશન નીકળે છે. જે માણસો માટે નુકસાનકર્તા છે. જર્મન ફેડરલ ઓફિસ ફોર રેડિએશન પ્રોટેક્શને એવા 16 સ્માર્ટફોનનું લિસ્ટ જાહેર કર્યું છે જેમાંથી સૌથી વધુ રેડિએશન નીકળે છે.  આ કંપનીએ સ્માર્ટફોન્સમાંથી નીકળતા રેડિએશનનો ડેટાબેઝ મેન્ટન કરે છે.

જોકે હજુ સુધી ફોનમાંથી નીકળતા રેડિએશન કેટલા ભયાનક હોય છે તેની કોઇ યૂનિવર્સલ ગાઇડલાઇન આપવામાં આવી નથી. અહેવાલો અનુસાર ફોનમાંથી નીકળતા રેડિએશનને કારણે કેન્સર થવાનું પણ જોખમ રહેલું છે.

લિસ્ટ અનુસાર સૌથી વધુ રેડિએશનના મામલામાં ચાઇનીઝ કંપનીઓના સ્માર્ટફોન આગળ છે. 16માંથી 10 ચીની કંપનીઓના ફોન શામેલ છે જેમાં Huawei oneplus શામેલ છે. 

એટલું જ નહીં અન્ય કંપનીઓની વાત કરીએ તો એપલ અને સોની જેવી ટોચની બ્રાન્ડ્સના સ્માર્ટફોન પણ તેમાંથી બાકાત નથી.  સૌથી વધુ રેડિએશન કરતાં સ્માર્ટફોન લિસ્ટમાં સાઉથ કોરિયાની સેમસંગ અને એલજી કંપનીના સ્માર્ટફોન બાકાત છે.

Xiaomi MiA1 સૌથી ખતરનાક:

- સૌથી વધુ ખતરનાક રેડિએશન ઉત્સર્જિત કરતાં સ્માર્ટફોન્સમાં પહેલું નામ શાઓમીના MiA1નું છે. 
- આ ફોનમાંથી 1.75 વૉટ/કિલોગ્રામના દરે રેડિએશન નીકળે છે. 

OnePlus સ્માર્ટફોનમાં રેડિએશન ઉત્સર્જન: 
 
OnePlus 5T 1.68 વૉટ/કિલોગ્રામ
OnePlus 5 1.39 વૉટ/કિલોગ્રામ

Huawai સ્માર્ટફોનમાં રેડિએશન ઉત્સર્જન:
 
Huawei P9 Plus 1.48 વૉટ/કિલોગ્રામ
Huawei GX8 1.44 વૉટ/કિલોગ્રામ
Huawei P9 1.43 વૉટ/કિલોગ્રામ
Huawei Nove Plus 1.41 વૉટ/કિલોગ્રામ
Huawei P9 Lite 1.38 વૉટ/કિલોગ્રામ 

iPhoneમાં રેડિએશન ઉત્સર્જન:
 
iPhone 7 1.38 વૉટ/કિલોગ્રામ
iPhone 8 1.32 વૉટ/કિલોગ્રામ
iPhone 7 Plus 1.24 વૉટ/કિલોગ્રામ

અન્ય બ્રાન્ડ્સના સ્માર્ટફોનમાં રેડિએશન ઉત્સર્જન:
 
Nokia Lumia 630 1.51 વૉટ/કિલોગ્રામ
Sony Xperia XZ1 કોમ્પેક્ટ 1.36 વૉટ/કિલોગ્રામ
ZTE Axon 7 Mini 1.29 વૉટ/કિલોગ્રામ
Blackberry DTEK60 1.28 વૉટ/કિલોગ્રામ

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ