ભૂલથી પણ રસોડામાં ન રાખો આ 5 વસ્તુઓ

ભૂલથી પણ રસોડામાં ન રાખી મૂકતા આ 5 ચીજો, નહીંતર તિજોરી થઇ જશે ખાલીખમ!

રસોડામાં વાસ્તુ દોષ થઈ શકે છે

જો તમે રસોડામાં આ વસ્તુઓ રાખો છો તો તેના કારણે રસોડામાં વાસ્તુ દોષ થઈ શકે છે. જે ખોરાક અને સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે.

ગૂંથેલા લોટને લાંબા સમય સુધી ન રાખો

ઘણીવાર લોકો રસોડામાં ગૂંથેલા લોટને લાંબા સમય સુધી રાખે છે. આમ કરવાથી તમારે રાહુ અને શનિની ખરાબ અસરનો સામનો કરવો પડી શકે છે.

રસોડામાં અરીસો ન રાખો

કેટલાક લોકો તેમના રસોડાને સજાવવા માટે અરીસાનો ઉપયોગ કરે છે, પણ આવું કરવાથી આર્થિક સ્થિતિ બગડી શકે છે અને ઘરની સુખ-શાંતિ છીનવાઈ શકે છે.

આખી રાત રસોડામાં એઠાં વાસણો ન રાખો

રાત્રે રસોડામાં ક્યારેય પણ વાસણો ન રાખવા જોઈએ. આખી રાત રસોડામાં ખાલી વાસણો રાખવાથી ઘરની તિજોરી ખાલી થઈ જાય છે.

રસોડામાં દવાઓ ન રાખવી

તમે જોયું હશે કે કેટલાક લોકોને રસોડામાં દવાઓ રાખવાની આદત હોય છે. ઘરના રસોડામાં દવાઓ રાખવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

તૂટેલા અને ફાટેલા વાસણો

ઘરના રસોડામાં તૂટેલા અને ફાટેલા વાસણો ન રાખવા જોઈએ. તૂટેલા વાસણો વાપરવાથી પણ થયેલું કામ બગડે છે.