• કામની વાત / આ 5 વસ્તુઓ તમને ડિપ્રેશન તરફ દોરે છે, જોઈ લો તમારી સાથે તો આવું કંઈ નથી થતું

    depression

    આજકાલની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે જેના કારણે માનસિક રોગો ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. જેમાં ડિપ્રેશન એક માનસિક વિકાર છે. જે વ્યક્તિને અંદરથી ખતમ કરી નાખે છે. ડિપ્રેશનથી પીડિત લોકોના મગજમાં અનેક પ્રકારના સવાલ આવે છે અને તે એકસાથે ઘણી વસ્તુઓ વિશે વિચારતા રહે છે. ડિપ્રેશન થવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે પણ આ અમે તમને જણાવીશું કે તમારી લાઈફસ્ટાઈલ કઈ રીતે ડિપ્રેશનનું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ.

  • નિવેદન / બોલિવૂડના ત્રણેય ખાન પર ભડક્યાં સુબ્રમણ્યમ સ્વામી, સુશાંતની મોતથી લઈ...

    Subramanian Swamy

    સુશાંત સિંહ રાજપૂતનાં આપઘાત બાદથી બોલિવૂડનાં ઘણા બધા કલાકારો લોકોના નિશાને આવી ગયા છે અને આ કલાકારો વિરુદ્ધ લોકજુવાળ જોવા મળી રહ્યો છે. એવામાં સુબ્રમણ્યમ સ્વામીએ બોલિવૂડનાં ત્રણેય ખાન પર જોરદાર હુમલો કર્યો છે. 

  • Why ne kaho Bye / તમારા ઘરને ક્યારેય પણ દોષ ન આપો, જાણો કેમ ?

    vastushastra tips in gujarati with ami modi vtv news

    ભારતમાં ઘણા બધા લોકો વાસ્તુશાસ્ત્રનું પાલન કરતા હોય છે. વાસ્તુશાસ્ત્ર પંચતત્વોથી બનેલું છે જેમાં ઘણા બધાનાં મનમાં આશંકાઓ હોય છે જેના કારણે તે પોતાના ઘરને જ દોષ આપે છે. જો તમને પણ વાસ્તુશાસ્ત્રને લગતા સવાલો મૂંઝવતા હોય તો ઘરને કોઈ દોષ ન આપો પરંતુ ઘરમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે જાણવું હોય તો જુઓ Why Ne Kaho Bye with Ami Modi દર શનિવારે VTVGujarati.com પર

  • સુવિધા / મોદી સરકારની આ યોજનામાં ફટાફટ કરો અરજી, ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર

    pradhan mantri ujjwala yojana

    કોરોના વાયરસ મહામારીને કારણે મોદી સરકારે દેશના ગરીબ પરિવારોને મફતમાં રસોઈ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરવાની યોજના વધુ 3 મહિના માટે વધારી દીધી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જે લોકોએ હજી સુધી તેમનો ત્રીજો સિલિન્ડર નથી લીધો એ લોકો સપ્ટેમ્બર સુધી મફતમાં સિલિન્ડર લઈ શકે છે. એવામાં જો તમે ગરીબ પરિવારમાંથી છો અને અત્યાર સુધી આ યોજનાનો લાભ નથી લીધો તો તેના માટે અરજી કરી શકો છો.

  • બળાત્કાર / હચમચાવી દેનારી ઘટનાઃ વલસાડમાં નરાધમ શિક્ષક બાપે સગી દીકરી પર સતત ત્રણ વખત...

    Valsad rape

    પિતા અને પુત્રીના પવિત્ર સંબંધોને લાંછન લગાડતો એક ચકચારી કિસ્સો વલસાડ જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક સગીર વયની પુત્રીએ પોતાના જ સગા પિતા પર દુષ્કર્મનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગઈ છે. નરાધમ પિતાએ પોતાની સગી દીકરી પર સતત ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો પુત્રીએ આક્ષેપ કરતાં પોલીસે આરોપી નરાધમ પિતાની ધરપકડ કરી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. નરાધમ પિતા જેણે પોતાની સગી દીકરી પર દાનત બગાડી અને હવસનો શિકાર બનાવી...

  • કાર્યવાહી / ચીનને વધુ એક ફટકો આપવાની તૈયારીમાં સરકાર, 59 એપ્સ પર પ્રતિબંધ બાદ લઇ શકે છે...

    narendra modi and xi jinping

    લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ ભારતે સરકારે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ લાદ્યો છે. જો કે, ત્યારબાદ હવે સરકાર વધુ 20 એપ્સની ડેટા શેરિંગ પોલીસીની સમીક્ષા કરી રહ્યા છે. 

  • કોરોના વાયરસ / ગુજરાતમાં ફરી લૉકડાઉન કરવાની વાતો માત્ર અટકળો, આવી કોઈ સંભાવના નથી: રાજ્ય...

    lockdown gujarat

    હાલ રાજ્યમાં અનલૉકના તબક્કામાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતી જાય છે. ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ આગળ વધી રહી છે. રાજ્યમાં હવે રોજનાં કોરોના કેસ નોંધાવવાનો આંક 800ને પાર થઈ ગયો છે. રાજ્યમાં ગઇકાલે કોરોનાના વધુ 875 કેસ નોંધાયા હતા. ત્યારે ગુજરાતમાં કોરોનાનું સંકટ વધતા રાજ્યમાં ફરી એકવાર લૉકડાઉન થઇ શકે તેવી અટકળો વહેતી થઇ હતી. પરંતુ આ વાતને સરકારે એક અફવા ગણાવી છે.

  • આત્મનિર્ભર / ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ બાદ સરકારની એપ ઇનોવેશન ચેલેન્જ, આ રીતે લઇ શકો છો ભાગ

    narendra modi

    ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે સરકારે મેક ઇન ઇન્ડિયા એપ ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી છે. આ ચેલેન્જનો ઉદ્દેશ છે લોકલ એપ ડેવલોપર્સનો ઉત્સાહ વધારવાનો છે અને ઇન્ડિયન એપ ઇકોસિસ્ટમ તૈયાર કરવોનો હેતું છે. 

  • ખુશખબર / દેશમાં કોરોનાની સ્થિતિને લઇને સતત ત્રણ દિવસથી આવી રહ્યા છે સારા સમાચાર

    corona recovery

    દેશમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 8 લાખ 20 હજાર ઉપર પહોંચી છે. દેશમાં 24 કલાકમાં 27 હજાર નવા કેસ આવ્યા છે જે દેશમાં અત્યાર સુધી સૌથી વધારે છે. જો કે તેની સામે સારા સમાચાર એવા છે કે કુલ કેસના 62.7% કેસ રિકવર થઇ ચુક્યા છે. છેલ્લા ત્રણ દિવસથી સતત 19000થી વધુ દર્દીઓ રિકવર થઇ રહ્યા છે. 

  • અમદાવાદ / સિવિલમાં ડો.પ્રભાકરના પૌત્રને આવી VVIP સારવાર કેમ? લિફ્ટ બંધ, રૂમો ખાલી...

    dr prabhakar

    ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. તો આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિ.ના સ્પે.સુપરિટેન્ડેન્ટ ડો.પ્રભાકર ફરી ચર્ચામાં આવ્યા છે. એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના સ્પે.સુપરિટેન્ડેન્ટ ડો.પ્રભાકરના પૌત્રને હાલ સિવિલ હોસ્પિટલના VVIP રૂમમાં સારવાર અર્થે રાખવામાં આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. 

  • દાવો / GPSCના પરિણામમાં ચેડા કરી શખ્સે ઓર્ડર આપવાની કરી માગ, પરંતુ...

    GPSC

    ગુજરાતમાં GPSC દ્વારા 2018માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ પરિણામમાં ચેડા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં ભાવિક નામના આરોપીએ ચેડા કરી પોતાનું નામ લખ્યું છે.  જોકે ચેડા કર્યા બાદ પોતાને ઓર્ડર આપવાની શખ્સે માગ કરી હતી. 

  • ફાયદાકારક / જે લોકો નોનવેજ નથી ખાતાં તેમના માટે વરદાન સમાન છે આ 5 સુપરફૂડ્સ, રોજ ખાવા જ...

    vegetarian foods

    નોનવેજ ફૂડ એટલે કે મટન, ચિકન, એગ્સમાં સૌથી વધુ પ્રોટીન હોય છે એ વાત તો બધાં જાણે છે. પરંતુ જે લોકો નોનવેજ નથી ખાતાં તેમણે પોષક તત્વો માટે કયા ફૂડ઼્સ ખાવા તે મૂંઝવણ રહે છે. નોનવેજમાં પ્રોટીન સિવાય ફાયબર, કેલ્શિયમ અને આયર્ન પણ સારી માત્રામાં હોય છે. આ જ કારણથી ડોક્ટર બોડીમાં પોષક તત્વોની કમીને દૂર કરવા માટે ચિકન અને મટન ખાવાની સલાહ આપે છે. નોનવેજ ખાતાં લોકો માને છે કે તેનાથી જ શરીરને શક્તિ મળે છે અને બોડી હેલ્ધી રહે છે. પણ કેટલાક વેજિટેરિયન પણ એવા ફૂડ્સ છે જેમાં નોનવેજ કરતાં વધુ ફાયબર, કેલ્શિયમ અને આયર્ન હોય છે. તો ચાલો જાણીએ પોષક તત્વોથી ભરપૂર 5 ફૂડ્સ વિશે.

  • રેસિપી / વરસાદની સીઝનમાં એકલ દોકલ વાનગી ખાવાનું મન છે, તો પ્લાન કરી લો આ હેલ્ધી...

    Try For Tasty and Healthy Delicious Gujarati Handvo Recipe for Dinner

    હવે ચોમાસાની સીઝન શરૂ થઈ ચૂકી છે. આ સમયે તમને કોઈ પણ સમયે કંઈ પણ ગરમાગરમ ખાવાનું મન થાય તે સ્વાભાવિક છે. જો તમે એકલ દોકલ વાનગીઓ ખાવાના શોખીન છો તો તમે આ સીઝનમાં શાકથી ભરપૂર એટલે કે હેલ્ધી હાંડવો ઘરે ટ્રાય કરી શકો છો. જો તમારી પાસે હાંડવાનું કૂકર નથી તો તમે તેને પેનમાં પણ ટ્રાય કરી શકો છો. આ ડિશ થોડો સમય માંગી લે છે પણ તેને ખાવાની લિજ્જત પણ અનેરી છે, તો નોંધી લો આ સરળ રેસિપી અને બનાવી લો તમારા રસોડામાં ગુજરાતી અને ટેસ્ટી હાંડવો. નાના મોટાં સૌ તેને હોંશે હોંશે ખાશે.

  • સૂચનો / PM મોદીએ ટ્વીટ કરી દેશવાસિયો પાસે માંગ્યા સૂચનો, આ છે કારણ

    pm narendra modi

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ ‘મન કી બાત’ કરશે. આકાશવાળીથી પ્રસારિત થનારા આ કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશવાસીઓ પાસે સૂચનો માંગ્યા છે. પીએમ મોદીએ શનિવારે સવારે ટ્વીટ કર્યુ કે આને લઈને હું એ બાબતે સંપૂર્ણ કોન્ફિડન્ટ છું કે તમે એ વાતથી અવગત હશો કે નાની નાની પ્રેરણાના સામુહિક પ્રયાસો કેવી રીતે હકારાત્મક પરિવર્તન લાવે છે.’

  • નિયમ / આ રાજ્યમાં કોરોનાની દવા મેળવવા માટે ફરિજયાત કરાયું 1 ડોક્યુમેન્ટ, જાણો કઈ...

    Coronavirus

    કોરોના સંક્રમણનો કહેર સતત વધી રહ્યો છે. જેના પગલે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 8 લાખથી પણ વધારે કેસ આવી ચૂક્યા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રે હવે નવો નિર્ણય લીધો છે. અહીં કોરોનાની દવા માટે આધારકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. દવાઓની ભારે અછતને ધ્યાનમાં રાખીને અહીંની સરકારે આ નિર્ણય લીધો છે. એટલે કે હવે અહીં દર્દી કે તેના સંબંધીઓને પણ આધારકાર્ડ વિના દવા આપવામાં આવશે નહીં.

  • ગુજરાત / મંત્રીના પુત્ર-મહિલા પોલીસકર્મી વચ્ચેની બબાલનો મામલો, જ્યારે ઉચ્ચ...

    gujarat health minister kumar kanani son fight with women police

    સુરતમાં કુમાર કાનાણીના પુત્ર અને મહિલા પોલીસકર્મી વચ્ચે બબાલની ઘટના સામે આવી હતી. જેમાં પ્રકાશ કાનાણી અને તેના મિત્રોએ કરેલી બબાલનો ઓડિયો વાયરલ થયો હતો. જેમાં પ્રકાશ કાનાણી અને PSI મહિલાકર્મી સાથેની ઉગ્ર બોલાચાલીનો  ઓડિયો વાયરલ થયો હતો.  આ મામલો ગરમાતાં ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચતા પોલીસ મહિલાકર્મીને તાબડતોડ ઘરે મોકલી દેવામાં આવ્યાં હતા. 

  • અર્થવ્યવસ્થા / 100 વર્ષનું સૌથી મોટું સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ છે કોરોના : RBI ગવર્નર

    shaktikanta das

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે 7માં SBI બેંકિંગ અને ઈકોનોમિક્સ કોન્ક્લેવમાં સ્ટેટ બેક ઓફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમારની સાથેની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી. જેમાં તેમણે કોરોના મુદ્દે કહ્યું કે આ 100 વર્ષનું સૌથી મોટુ આર્થિક અને સ્વાસ્થ્ય સંકટ છે.

  • નિર્ણય / આ સમિતિ હવે નહીં કરે PM CARES ફંડની તપાસ, આ કારણે લેવાયો નિર્ણય

    parliamentary panel pac will not scrutinize pm cares fund coronavirus response

    જાહેર હિસાબ સમિતિ (PAC) કોરોના વાયરસને લઈને સરકાર દ્વારા લેવાયેલા પગલાં અને આ સંકટથી બચવા માટે તૈયાર કરાયેલા પીએમ કેયર્સ ફંડની તપાસ કરશે નહીં. સમિતિ બેઠકમાં આ વિશે દરેક સભ્યોની સંમતિ બનાવવામાં સફળ રહી નથી, જાહેર હિસાબ સમિતિ સૌથી મુખ્ય સંસદીય સમિતિમાંની એક છે. આ ઓડિટર જનરલની તરફથી રજૂ કરાયેલા રિપોર્ટની તપાસ કરે છે. પીએસી 2જી સ્પેક્ટ્રમ જેવા કેસની તપાસ કરી ચૂકી છે.

  • અથડામણ / અરુણાચલ પ્રદેશમાં એન્કાઉન્ટરમાં 6 ઉગ્રવાદી ઠાર, ઘટના સ્થળેથી ચાઈનીઝ...

    arunachal pradesh

    અરુણાચલ પ્રદેશમાં સૌથી મોટા હુમલાની ફિરાકમાં ઘૂસેલા 6 ઉગ્રવાદીઓને સુરક્ષા દળે ઠાર કર્યા છે. ઠાર કરવામાં આવેલા ઉગ્રવાદીઓ પાસે હથિયારોનો મોટો જથ્થો હતો. અસમ રાઈફલ્સ દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનમાં એક જવાન ઘાયલ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.

  • જાહેર / ગુજરાત યુનવિર્સિટીએ પરિણામોની કરી જાહેરાત, વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા...

    Gujarat University

    ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપ વચ્ચે સૌથી વધારે શૈક્ષિણક પર અસર જોવા મળી છે.  જેમાં માર્ચ મહિનાથી શરૂ થયેલ કોરોના વાયરસના કારણે પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લીધા વગર પરિણામ જાહેર કરી મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યાં છે. 

  • ઘરેલૂ ટિપ્સ / સ્કિન ક્લિન્ઝિંગ માટે શ્રેષ્ઠ છે આ ઘરેલૂ રીત, ફેસ બનશે એકદમ ટાઈટ અને બેદાગ

     cleansing benefits

    ફેસની સ્કિન બોડીના અન્ય ભાગની સ્કિન કરતાં વધુ મુલાયમ અને સેન્સિટિવ હોય છે. જેના કારણે તેનું વધુ ધ્યાન રાખવું જરૂરી છે. ચહેરાની સફાઈ અને મોઈશ્ચરાઈઝર માટે ઓઈલ ક્લિન્ઝિંગ એક બેસ્ટ ઓપ્શન છે. તેનો ઉપયોગ કરીને તમે ખીલ, કરચલીઓ, ફાઈન લાઈન્સ અને ડ્રાયનેસ અને ઓઈલી સ્કિનને દૂર કરી શકો છો. ચાલો જાણીએ ઓઈલ ક્લિન્ઝિંગના ફાયદા.

  • રાજકારણ / રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકાર પાડવાના ષડયંત્રનો પડદા ફાર્સ, 2 પ્યાદાની...

    rajasthan

    રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકારને પાડવાના ષડયંત્રનો ખુલાસો થયો છે. રાજ્યસભા ચૂંટણી દરમિયાન હોર્સ ટ્રેડિંગ મામલે તપાસમાં લાગેલી SOG ટીમને મોટી સફળતા મળી છે. SOGએ આ ષડયંત્રમાં સામેલ બે લોકોની ધરપકડ કરી છે. જેમાં ઉદયપુરથી રાજપુત નેતા અશોક ચૌહાણ અને બ્યાવરથી ભાજપના નેતા તથા બિઝનેશમેન ભરતભાઈની તેમાં સંડોવાયેલા છે.

  • સુવિધા / આ કંપનીનું સિમ કાર્ડ હશે તો તમને જલસા પડી જશે, કંપનીએ લોન્ચ કર્યો એક્સ્ટ્રા...

    Recharge Facility

    BSNLએ શુક્રવારે તેના પ્રીપેડ સબસ્ક્રાઈબર્સ માટે મલ્ટીપલ રિચાર્જ ફેસિલિટી લોન્ચ કરી દીધી છે. આ સુવિધા દ્વારા BSNL પ્રીપેડ ગ્રાહકો તેમના વર્તમાન પ્લા એક્સપાયર થાય તે પહેલાં જ એડવાન્સમાં એકાઉન્ટને રિચાર્જ કરાવી શકે છે. નવી સુવિધા BSNL પ્રીપેડ વાઉચર અને સ્પેશિયલ ટેરિફ વાઉચર ઓપ્શન પર ઉપલબ્ધ છે. તેની કિંમત 97 રૂપિયાથી શઈ થઈને 1999 રૂપિયા સુધી છે.

  • કોરોના સંકટ / કોરોનાના દર્દીની ગંભીર પરિસ્થિતિમાં સારવારમાં આ ઇન્જેક્શન આપવા માટે...

    Coronavirus Injection

    ભારતમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. દેશમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા વધતા કેટલાંક રાજ્યોએ ફરી લોકડાઉનનો સમયગાળો વધારી દીધો છે. આ બધા વચ્ચે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોવિડના દર્દી માટે Itolizumab Injectionની મંજૂરી આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ