Sunday, May 26, 2019

World

Gujarati Name: 
World

ફટકો / UKની કોર્ટે માલ્યાને બેવરેજ કંપની ડિઓજિયોને 13.5 કરોડ ચૂકવવાનો આપ્યો આદેશ

UKની કોર્ટે માલ્યાને બેવરેજ કંપની ડિઓજિયોને 13.5 કરોડ ચૂકવવાનો આપ્યો આદેશ

ભારતની બેંકોનું ફુલેકુ કરીને બ્રિટનમાં સંતાયેલા વિજય માલ્યાની મુશ્કેલી વધી છે. યુકેની હાઈકોર્ટે વિજય માલ્યાને બ્રિટિશ બેવરેજ કંપની ડિઓજિયોને 13.5 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકવણી 28 દિવસમાં કરવાની રહેશે. આ કેસ માલ્યાની કંપની ટેકઓવર કરી તે સમયે કરવામાં આવ્યો હતો. એક તરફ ભારત તેને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ ચુકાદો માલ્યા માટે ઝટકા સમાન છે. 

બ્રિટન હાઈકોર્ટે માલ્યાને બ્રિટિશ બેવરેજ કંપની ડિઓજિયોને 13.5 કરોડ ચુકવવાનો આદેશ આપ્યો છે. માલ્યાએ 28 દિવસની અંદર આ ચૂકવણી કરવાની રહેશે. માલ્યાના વકીલે કહ્યું કે, એગ્રિમેન્ટ સમયે ડિયોજિયોએ મૌખીક રીતે વિશ્વાસ અપાવ્યો હતો કે જ્યાં સુધી ભારતના વિવાદનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ તેમની રકમ વસુલવા માટેનો દાવો નહીં કરે. નિર્ણય સમયે માલ્યા કોર્ટમાં હાજર ન હતો. 

ડિઓજિયોએ માલ્યા, દીકરા સિદ્ધાર્થ અને પરિવારથી સંબંધિત બે કંપનીઓ સામે ચૂકવણીનો દાવો કર્યો હતો. ડિઓજિયોએ ફેબ્રુઆરી 2016માં માલ્યાની કંપની યૂનાઈટેડ સ્પ્રિટ્સ લિમિટેડમાં કંટ્રોલિંગ ભાગીદારી ખરીદવા માટે રકમની ચૂકવણી કરી હતી પરંતુ તેઓ શેર એક્સેસ નહતા કરી શક્યા. આ કેસ સાથે જોડાયેલા 4 કરોડ ડોલરના દાવાનો કેસ ચાલશે. ડિયોજિયોએ માલ્યાને સીધી આ રકમ આપી હતી. આમ તેણે માલ્યા પર કુલ 17.5 કરોડ ડોલર ચૂકવવાનો દાવો કર્યો હતો.

માલ્યાના પ્રત્યાર્પણ મામલે 2 જુલાઈના રોજ યુકે હાઈકોર્ટમાં સુનાવણી થશે. એક વાર અપીલ નકારી દેવામાં આવી છે. લંડન વેસ્ટમિંસ્ટર કોર્ટે ગયા વર્ષે માલ્યાના પ્રત્યર્પણની મંજૂરી આપી હતી. ત્યાંના ગૃહ સચિવે પણ મંજૂરી આપી દીધી હતી જેની વિરુદ્ધ માલ્યાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.માલ્યા પર ભારતીય બેન્કોના રૂ. 9,000 કરોડ બાકી છે. 

vijay mallya UK court Diageo Pay $135 Million
Loading...

જોવા જેવું વધુ જુઓ

ડર / ફરીવાર નરેન્દ્ર મોદીની જીતથી ફફડ્યો અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ

ફરીવાર નરેન્દ્ર મોદીની જીતથી ફફડ્યો અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ

લોકસભા ચૂંટણીના 2019ના પરિણામોમાં નરેન્દ્ર મોદીએ ડંકો વગાડતા પાકિસ્તાનમાં બેઠેલા અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ ગભરાયો છે. પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈની સુરક્ષિત આડમાં ભરાઈને બેઠેલો દાઉદ રીતસરનો ફફડી ગયો છે આ ખુલાસો ભારતીય ગુપ્તચરોએ આપ્યું છે. ભારતમાં ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ ફફડી ઉઠેલા દાઉદ ઈબ્રાહિમ રાત્રે જ પાકિસ્તાનના એક અધિકારીને મળ્યો હતો.

ભારતમાં ફરીવાર મોદી સરકાર બનતા પાકિસ્તાન અને આતંકી દાઉદ ઈબ્રાહીમ ચિંતામાં છે. જેને લઈને દાઉદ પાકિસ્તાનના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. દાઉદે આ વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીની વધતી લોકપ્રિયતા ઉપરાંત અમેરિકા અને ઈઝરાયેલ જેવા દેશો સાથે વધી રહેલા સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો અને ISI પાસે પોતાનો જીવ બચાવવા મદદ માગી હતી. 

નિવૃત્ત IPS અધિકારી પીકે જૈને જણાવ્યું કે, ભાજપ સરકારના પુનરાગમનથી અનેક ઈન્ટરનેશનલ ઈક્વેશન ચેંન્જ થઈ જશે. એક મજબુત સરકાર આવવાથી પાકિસ્તાન અને દાઉદ પર સાઈકોલોજિકલ પ્રેસર વધ્યું છે.

ભારત સરકાર દાઉદને પરત લાવવા માટે ભરપુર પ્રયાસ કરશે. પાકિસ્તાનના અનેક રાજ દાઉદના દિલમાં દફન છે આ સ્થિતિમાં પાકિસ્તાન દાઉદને સોંપશે કે, ભારતે તેને પકડી લેવો તે મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. આ બધી જ બાબતો આવનાર સમય પર નિર્ભર કરે છે.

ઉલ્લખેનીય છે કે, દાઉદ ઈબ્રાહિમને એ વાતનો ભારોભાર ડર છે કે નરેન્દ્ર મોદી તેને પકડવા માટે કંઈ પણ કરી શકે છે. તેને ISIના અધિકારીઓને સચેત કર્યા છે કે નરેન્દ્ર મોદી કોઈ એવા ઓપરેશનને પણ અંજામ આપી શકે છે. અંડરવર્લ્ડ ડોને એ બાબતનો પણ ડર છે કે, અમેરિકાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદ પણ તેના વિરૂદ્ધ મોટી કાર્યવાહીમાં મોદી સરકારને મદદરૂપ થઈ શકે છે. 

આજ કારણે દાઉદ પોતાની સુરક્ષાને લઈને આઈએસઆઈ સામે કરગરી રહ્યો છે. સૂત્રોના મતે અજીત ડોભાલ અગાઉ જ દાઉદની ડી-કંપનીને લઈને કામ કરી ચુક્યા છે. મોદી સરકાર પાર્ટ-2 છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ધાક જમાવી છે. કદાચ દાઉદનું બચવું હવે મુશ્કેલ છે. કોઈને કોઈ ઓપરેશન કે અન્ય રસ્તો અપનાવીને ડી કંપનીનું કામ તમામ થઈ શકે છે. 

Dawood Ibrahim PM Narendra Modi Lok Sabha Election 2019 ISI BJP
Loading...

જોવા જેવું વધુ જુઓ

તૈયારી / ચીન બનાવી રહ્યું છે, વિશ્વનું બીજું સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર

ચીન બનાવી રહ્યું છે, વિશ્વનું બીજું સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર

ભારત માટે પાડોશી દેશ ચીનમાંથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. એક અગ્રણી મનાતી વૈશ્વિક ‌થિંક ટેન્કે ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરો જારી કરી છે, જેમાં ચીન દુનિયાના બીજા નંબરના સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર (વિમાનવાહક જહાજ)નું નિર્માણ કરી રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. શાંઘાઇ ‌શિપયાર્ડથી દૂર એક ગુપ્ત જગ્યાએ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી માટે તૈયાર થઇ રહેલા આ એરક્રાફ્ટ કેરિયરને બનાવવાનું કામ હાલમાં જોરશોરથી ચાલી રહ્યું છે. 

ચીન પાસે હયાત વિમાનવાહક જહાજોની સરખામણીએ આ યુદ્ધજહાજ ઘણું જ વિશાળ અને વધારે શક્તિશાળી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. એક સંરક્ષણ નિષ્ણાતે એવી ચેતવણી ઉચ્ચારી છે કે ચીનના આ એરક્રાફ્ટ કેરિયરને ટક્કર આપી શકે તેવું જહાજ એશિયાના બીજા કોઇ દેશ પાસે નથી. જાપાન અને ભારત પાસે જે વિમાનવાહક જહાજો છે તેમની સરખામણીએ તે ઘણું જ ચડિયાતું હોવાની પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ભારત માટે આ નવો ચિંતાનો વિષય છે.

અમેરિકા સ્થિત ‘સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ ’ (સીએસઆઇએસ) દ્વારા આ તસવીરો જારી કરવામાં આવી છે. મહત્ત્વનું એ છે કે ઉપગ્રહથી લેવાયેલી આ તસવીરો એપ્રિલ માસમાં લેવામાં આવી હતી, જેમાં જહાજના અગ્રભાગ અને મુખ્ય ભાગ બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાનું જણાય છે. ધુમ્મસ અને વાદળાંના કારણે ઉપગ્રહથી લેવાયેલી તસવીરો થોડી અસ્પષ્ટ આવી છે, પરંતુ તેના પરથી તે કેટલું વિરાટ છે તેનો અંદાજ જરૂર લગાવી શકાય છે. 

સીએસઆઇએસના અંદાજ મુજબ જહાજનો મુખ્ય ભાગ લગભગ ૪૦ મીટર પહોળો છે, જેના પરથી તેના રાક્ષસી કદનું અનુમાન આવે છે. ચીન પાસે હાલમાં કાર્યરત ‘ધ લિયનિંગ’ ક્લાસના એરક્રાફ્ટ કેરિયરની ગણના ટાઇપ-૦૦૧એ તરીકે થાય છે. ચીન હાલમાં જે યુદ્ધજહાજ બનાવી રહ્યું છે તેને ટાઇપ-૦૦ર તરીકે ઓળખવામાં આવશે, જે અગાઉનાં જહાજો કરતાં ક્યાંય વધુ શક્તિશાળી હશે તેમ માનવામાં આવે છે.

હોંગકોંગ સ્થિત સંરક્ષણ નિષ્ણાત સોન્ગ ઝોન્ગ‌િપંગને ટાંકીને ‘સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ’એ લખ્યું છે કે ટાઇપ-૦૦ર ક્લાસ કેરિયરને લગભગ ૮૦,૦૦૦ ટન વજન વહન કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ જ ક્ષમતા તેને દુનિયાના બીજા સૌથી શક્તિશાળી વિમાનવાહક જહાજની હરોળમાં લાવીને મૂકી દે છે. યાદ રહે કે અમેરિકન નેવી પાસે દુનિયાનું સૌથી શક્તિશાળી સુપર એરક્રાફ્ટ કેરિયર છે, જેની ક્ષમતા ૧,૦૦,૦૦૦ લાખ ટન વજન વહન કરવાની છે. 

આમ, ચીન અમેરિકા બાદ બીજો એવો દેશ બની જશે, જેની પાસે આવું વિશાળ એરક્રાફ્ટ કેરિયર હશે. તાજેતરમાં પેન્ટાગોને ચીનના એરક્રાફ્ટ કેરિયરની યોજનાનો એક વિસ્તૃત રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ચીન વર્ષ ર૦રર સુધીમાં આ જહાજ કાર્યરત કરવાની યોજના ધરાવે છે.  યુદ્ધ સમયે આ એરક્રાફ્ટ કેરિયર મોટી માત્રામાં બળતણ, મિસાઇલ્સ તેમજ બોમ્બ લઇ જઇ શકવામાં પણ સક્ષમ હશે. 

સૌથી મહત્ત્વની બાબત એ છે કે તે ન્યુક્લિયર મિસાઇલ ફાયર કરી શક્શે કે કેમ તે વિશે સ્થિતિ હજુ પણ અસ્પષ્ટ છે. સિંગાપોરમાં આંતરરાષ્ટ્રીય બાબતોના વિશ્લેષક ઇયાન સ્ટોરેએ એશિયાના દેશો, વિશેષ કરીને ભારત અને જાપાનને ચેતવતાં જણાવ્યું છે કે એક વખત ચીનનું આ એરક્રાફ્ટ કેરિયર તૈયાર થઇ જશે ત્યાર પછી એશિયાનો એક પણ દેશ આ વિધ્વંસક જહાજની બરોબરી કરી શકશે નહીં. 

ભારત હાલમાં રશિયા પાસેથી ખરીદાયેલ વિમાનવાહક જહાજ આઇએનએસ વિક્રમાદિત્યનો ઉપયોગ કરી રહ્યું છે. આઇએનએસ વિક્રમાદિત્ય ઉપરાંત તૈયાર થઇ રહેલું આઇએનએસ વિક્રાંત ૪પ,૦૦૦ ટનની ક્ષમતા ધરાવે છે.  

વર્ષ ર૦૩પ સુધીમાં ચીન આવાં છ જહાજ સમુદ્રમાં તહેનાત કરવાની યોજના ધરાવે છે. ખંધા ચીનની ચાલ સામે ભારત અને અન્ય એશિયાઇ દેશોએ હવે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

Preparation aircraft China world
Loading...

જોવા જેવું વધુ જુઓ

શુભકામના / ટ્રમ્પે કહ્યુ, 'મોદી મહાન નેતા અને સારા વ્યકિત', ફોન કરીને ફરી શુભકામના આપી

 ટ્રમ્પે કહ્યુ, 'મોદી મહાન નેતા અને સારા વ્યકિત', ફોન કરીને ફરી શુભકામના આપી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ વધુ એકવાર ધન્યવાદ પાઠવ્યા છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું કે, ''ભારત અને અમેરિકા પોતાના સંબંધોને આગળ વધારવા ઇચ્છે છે. મોદી એક મહાન નેતા અને સારાં વ્યક્તિ છે. ભારતના લોકો ભાગ્યશાળી છે.'' 

 

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મીડિયાને કહ્યું કે, મેં  પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરીને ''તેઓને અમેરિકા તરફથી શુભકામનાઓ પાઠવી છે. તેઓને ચૂંટણીમાં મહાન સફળતા મળી છે. તેઓ મારાં મિત્ર છે અને ભારત-અમેરિકા વચ્ચે સારાં સંબંધો છે.'' વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકાના નેતા જાપાનના ઓસામાં યોજાનારી G-20 સમિટમાં મળશે. આ સમિટ 28 અને 29 જૂનના રોજ યોજાશે. આ દરમિયાન ભારત, અમેરિકા અને જાપાન મુક્ત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને લઇને ચર્ચા કરશે.

ટ્રમ્પના ટ્વીટનો મોદીએ આપ્યો જવાબ:

 

 

આ અગાઉ પણ ટ્રમ્પ સોશ્યલ મીડિયાના ટ્વીટર એકાઉન્ટ  પરથી PM મોદીને શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યુ કે, મોદીની વાપસી ભારત અને અમેરિકાના સંબંધ વધારે સારા થશે. ત્યારબાદ મોદીએ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરી લખ્યું - ''આ જીત 1.3 અબજ લોકોના દેશની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. હું પણ તમારી સાથે દ્વિપક્ષીય સંબંધો માટે કામ કરવા ઉત્સુક છું, જે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે સારું છે.''

world national Donald Trump PM Narendra Modi
Loading...

જોવા જેવું વધુ જુઓ

રાજીનામું / બ્રેક્ઝિટ પર સાંસદોએ સાથ ન આપતા બ્રિટિશ PM ટેરેસા મેએ કરી રાજીનામાની જાહેરાત

બ્રેક્ઝિટ પર સાંસદોએ સાથ ન આપતા બ્રિટિશ PM ટેરેસા મેએ કરી રાજીનામાની જાહેરાત

સાંસદોને પોતાની બ્રેક્ઝિટ ડીલનાં પક્ષમાં સહમત કરવામાં નાકામ રહ્યાં બાદ બ્રિટેનની પ્રધાનમંત્રી ટેરેસા મે શુક્રવારનાં રોજ ખૂબ જ ભાવુક સંબોધનમાં જાહેરાત કરી દીધી કે તે 7 જૂનનાં રોજ કંઝરવેટિવ નેતાનું પદ છોડી દેશે.

British PM Theresa May

સાંસદો પોતાની બ્રેક્ઝિટ ડીલનાં પક્ષમાં સહમત કરવામાં નાકામ રહ્યા બાદ બ્રિટેનની પ્રધાનમંત્રી ટેરેસામાં શુક્રવારનાં રોજ ખૂબ જ ભાવુક સંબોધનમાં જાહેરાત કરી દીધી કે તે 7 જૂનનાં રોજ કંઝરવેટિવ નેતાનું પદ છોડશે.

ન્યૂ દિલ્હીઃ સાંસદોને પોતાની બ્રેક્ઝિટ ડીલનાં પક્ષમાં સહમત કરવામાં નાકામ રહ્યાં બાદ બ્રિટેનની પ્રધાનમંત્રી ટેરેસા મે શુક્રવારનાં રોજ ખૂબ જ ભાવુક સંબોધનમાં જાહેરાત કરી દીધી કે તે 7 જૂનનાં રોજ કંઝરવેટિવ નેતાનું પદ છોડી દેશે. ડાઉનિંગ સ્ટ્રીટ સ્થિત પોતાનાં ઓફિશીયલ આવાસ બહાર રૂંધાતા ગળે નિવેદન આપતા ટેરેસા મેએ કહ્યું કે, 'આ મારા માટે ખૂબ જ દુઃખદ વાત છે અને હંમેશા દુઃખનો મુદ્દો રહેશે કે હું બ્રેક્ઝિટ ડિલીવર નહીં કરી શકું.'

આ રાજીનામાથી ઔપચારિક રૂપથી નવા નેતૃત્વની હોડ શરૂઆતનાં સંકેત મળ્યાં છે અને આ દરમ્યાન એટલે કે નવા નેતા પસંદ કરવા સુધી ટેરેસા મે કાર્યવાહક પ્રધાનમંત્રી બની રહેશે. ટેરેસા મેએ કહ્યું કે, 'હું શુક્રવાર, 7 જૂનનાં કંઝર્વેટિવ તથા યૂનિયનિસ્ટ પાર્ટીની નેતાનાં પદથી રાજીનામુ આપી દઇશ." તેઓએ કહ્યું કે, નવું નેતૃત્વ પસંદ કરવાની પ્રક્રિયા સંભવતઃ તેનાંથી આગામી સપ્તાહ શરૂ થઇ જશે. માનવામાં આવી રહ્યું છે કે આગામી નેતા પસંદ કરવામાં અનેક સપ્તાહ લાગી જાય છે.

 

British PM Theresa May Resignation world
Loading...

જોવા જેવું વધુ જુઓ

ભય / ના છૂટકે પાકિસ્તાનને આતંકી શિબિરો બંધ કરવાનો વારો આવ્યો, શું એરસ્ટ્રાઇક છે જવાબદાર!

ના છૂટકે પાકિસ્તાનને આતંકી શિબિરો બંધ કરવાનો વારો આવ્યો, શું એરસ્ટ્રાઇક છે જવાબદાર!

શું પાકિસ્તાન ભારતથી ખરેખર ડરી ગયું છે? શું પાકિસ્તાન ભારત સરકાર દ્વારા બિછાવવામાં આવેલ રાજદ્વારી જાળમાં ખરાબ રીતે ફસાઇ ચૂકયું છે? જે પણ હોય, પરંતુ એક વાત નક્કી છે કે પાકિસ્તાનને હવે પ્રથમવાર ખરેખર પરસેવો આવી ગયો છે. પાકિસ્તાન પાસે વિદેશી કરન્સીનો ખજાનો સાવ તળિયા ઝાટક થઇ ગયો છે અને ડોલર સામે પાકિસ્તાની રૂપિયાનું પતન થઇ ગયું છે.

Pak PM Imran Khan

શું પાકિસ્તાન ભારતથી ખરેખર ડરી ગયું છે? શું પાકિસ્તાન ભારત સરકાર દ્વારા બિછાવવામાં આવેલ રાજદ્વારી જાળમાં ખરાબ રીતે ફસાઇ ચૂકયું છે? જે પણ હોય, પરંતુ એક વાત નક્કી છે કે પાકિસ્તાનને હવે પ્રથમવાર ખરેખર પરસેવો આવી ગયો છે. પાકિસ્તાન પાસે વિદેશી કરન્સીનો ખજાનો સાવ તળિયા ઝાટક થઇ ગયો છે અને ડોલર સામે પાકિસ્તાની રૂપિયાનું પતન થઇ ગયું છે. એક ડોલર સામે પાકિસ્તાની રૂપિયાનો ભાવ ૧પરના તળિયે પહોંચી ગયો છે. આ સંજોગોમાં જો પાકિસ્તાન આતંકીઓને મદદ કરવાનું ચાલુ રાખશે તો તેની બરબાદી નિશ્ચિત છે.

આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલા પાકિસ્તાનને હવે કોઇ મદદ કરે તેમ નથી અને આજ કારણસર બે દિવસ પહેલાં પાકિસ્તાને પોતાનાં ૩ર વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આતંકી તાલીમ શિબિરોને તાળાં મારી દીધાં છે. કાશ્મીરના જાણીતા અખબાર કાશ્મીર રીડરે ર૦ મેના રોજ એક અહેવાલમાં જણાવ્યું છે કે પાકિસ્તાને એ તમામ આતંકી શિબિરો પર તાળાં મારી દીધાં છે જે તેનાં ઇ‌શારે કાશ્મીરમાં આતંક મચાવતું હતું. અહેવાલો અનુસાર પાકિસ્તાને યુનાઇટેડ જેહાદી કાઉન્સિલ સાથે સંકળાયેલા ૧ર આતંકી સંગઠનોના કાર્યાલયોને સીલ કરી દીધા છે.

આ આતંકી સંગઠનો ચલાવવા માટે પાકિસ્તાન તેમને જે આર્થિક મદદ કરતું હતું અથવા જે આર્થિક મદદ તેમને બહારથી મળતી હતી તેના પર સંપૂર્ણપણે રોક લગાવી દીધી છે.
વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોમાં બે એવી બાબતો બની છે જેના કારણે પાકિસ્તાનના હોશ ઊડી ગયા છે. અગાઉ પુલવામા હુમલા બાદ ભારતે પાક. હસ્તકના કાશ્મીરમાંની આતંકી શિબિરોને નિશાન બનાવીને એરસ્ટ્રાઇક કરી હતી જેના કારણે પાકિસ્તાનનો આત્મવિશ્વાસ હચમચી ગયો હતો.

પાકિસ્તાનને સમજાઇ ગયું હતું કે હવે ભારતમાં તે પોતાની ધરતી પરથી આતંકવાદ ચલાવી શકશે નહીં. બરબાદીની રાહ પર ઊભેલું પાકિસ્તાન ગમે ત્યારે ધ્વસ્ત થઇ શકે છે. બીજી બાજુ સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ઇચ્છા ન હોવા છતાં પણ ચીન દ્વારા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા માટે સમર્થન જાહેર કરવું પડયું. આ બંને વાતોથી પાકિસ્તાન પહેલીવાર દબાવમાં આવ્યું.

terrorist

તો બીજી બાજુ આર્થિક પાયમાલીએ પાકિસ્તાનની નસો વધુ ઢીલી કરી નાખી છે. થોડા દિવસ અગાઉ આર્થિક મદદ મેળવવા માટે પાકિસ્તાને સાઉદી અરબ, સંયુકત આરબ અમિરાત અને ચીન પાસે હાથ લાંબો કર્યો, પરંતુ તેમાં તેને નિરાશા જ હાથ લાગી. આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડ (આઇએમએફ) તેને સહાય જરૂર આપે છે, પરંતુ તેની શરતો આકરી અને વધુ કડક છે.

એફએટીએફનું ગ્રે લિસ્ટ હોય છે જેમાં પાકિસ્તાનનું નામ દાખલ થઇ ગયું હોવાથી હવે આ લિસ્ટમાં નામ આવી જવાથી પાકિસ્તાનનો કોઇ હાથ પકડનાર નથી. આ લિસ્ટમાં એવા દેશોને સામેલ કરવામાં આવે છે જેમની વિરુદ્ધ આતંકવાદીઓને સહકાર અને આર્થિક મદદના આરોપ સાથે પુરાવા પણ હોય છે. પાકિસ્તાનનું નામ જેવુું એફએટીએફ લિસ્ટમાં આવી ગયું કે તેના હોશ ઊડી ગયા.

કારણ કે જ્યાં સુધી તેનું નામ આ લિસ્ટમાં હશે ત્યાં સુધી કોઇ પણ દેશ તેને આર્થિક મદદ કરવા આગળ નહીં આવે. પરિણામે પાકિસ્તાન કોઇ પણ હિસાબે આ યાદીમાં પોતાનું નામ હટાવવા ધમપછાડા કરી રહ્યું છે. પાકિસ્તાને ૩ર વર્ષમાં આતંકી છાવણીઓને બંધ કરવાનો નિર્ણય મજબૂરીથી લીધો છે. પાકિસ્તાન જાણે છે કે હવે તે નાદારીને આરે આવીને ઊભું છે. તેનું ફોરેકસ રિઝર્વ સંપૂર્ણપણે ખલાસ થઇ ગયું છે.

પેટ્રોલના ભાવ પણ આસમાનને આંબી ગયા છે. ડોલરની કિંમત પાકિસ્તાનના રૂ.૧પર બરાબર થઇ ચૂકી છે. ૬થી ર૧ જૂન સુધી ફલોરિડાના ઓરલેન્ડોમાં એફએટીએફની બેઠક યોજાનાર છે અને પાકિસ્તાન ૧પથી ૧૬ દેશો પાસે જઇને બે મહિનાથી મનાવી રહ્યું છે કે આ લિસ્ટમાંથી બહાર કાઢવા તેને મદદ કરે અને તેથી પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ પગલાં લેવાનું માત્ર નાટક કરી રહ્યું છે.

 

terrorist camps world India pakistan backfoot
Loading...

જોવા જેવું વધુ જુઓ

તક / જલ્દી કરો, શું તમારે મંગળ પર જવું છે! તો NASAને મોકલો તમારું નામ

જલ્દી કરો, શું તમારે મંગળ પર જવું છે! તો NASAને મોકલો તમારું નામ

અમેરિકી અંતરિક્ષ એજન્સીએ લાલ ગ્રહ પર જનારા 'માર્સ 2020 રોવર' માટે કેટલાંક ઇચ્છા ધરાવનાર લોકોએ પોતાનાં નામ મોકલ્યાં છે. જો આપનાં હ્રદયમાં મંગળ ગ્રહ પર જવાની ઇચ્છા છે તો નાસા આને પૂર્ણ કરી શકે છે. રોવરનાં માધ્યમથી પ્રથમ વાર મનુષ્યની કોઇ અન્ય ગ્રહ પર પગલું મુકવાની સંભાવના પ્રબળ રહેશે.

NASA

વોશિંગ્ટનઃ જો આપનાં હ્રદયમાં મંગળ ગ્રહ પર જવાની ઇચ્છા છે તો નાસા આને પૂર્ણ કરી શકે છે. અમેરિકી અંતરિક્ષ એજન્સીએ લાલ ગ્રહ પર જનારા 'માર્સ 2020 રોવર' માટે કેટલાંક ઇચ્છા ધરાવનાર લોકોએ પોતાનાં નામ મોકલ્યાં છે. નાસાએ એક નિવેદનમાં જણાવ્યું કે, ચિપ પર લખેલ આ નામોને રોવર પર મોકલવામાં આવશે. આ રોવરનાં માધ્યમથી પ્રથમ વાર મનુષ્યની કોઇ અન્ય ગ્રહ પર પગલું મુકવાની સંભાવના પ્રબળ રહેશે.

રોવરને જુલાઇ 2020 સુધીમાં પ્રક્ષેપિત કરવામાં આવશે અને આ અંતરિક્ષ યાનને ફેબ્રુઆરી 2021માં મંગળની ધરતી પર સ્પર્શ કરવાની સંભાવના છે. 1,000 કિ.ગ્રાથી પણ વધારે વજનવાળા રોવર ગ્રહ પર કોઇ પણ સમયે હાજર રહેલ સૂક્ષ્મજીવીય જીવનનાં ચિહ્નની તપાસ કરશે અને જ્યાંની જળવાયુ અને ભૂતત્વોની વિશેષતા વિશે ખ્યાલ મેળવશે. આ સાથે જ તેઓ ધરતી પર પરત ફરતા પહેલા ગ્રહનાં નમૂના એકત્ર કરીને લાલ ગ્રહનાં માનવ અન્વેષણનો માર્ગ પ્રશસ્ત કરશે.

mars rover

નાસાનાં સાયન્સ મિશન ડાઇરેક્ટરેટનાં સહાયક પ્રશાસક થૉમસ જુરબુચેને કહ્યું કે, 'અમે લોકો આ ઐતિહાસિક મંગળ અભિયાનને શરૂ કરવા માટે તૈયાર છીએ. અમે આ અન્વેષણ યાત્રામાં દરેક લોકોની ભાગીદારી ઇચ્છીએ છીએ.' નાસાએ કહ્યું કે, નાસાને નામ મોકલવાનો અવસર એક યાદગાર બોર્ડિંગ પાસનો પણ મોકો આપે છે. આ અનુસાર આ અભિયાન નાસાની ચંદ્રથી મંગળ સુધીની યાત્રામાં જન ભાગીદારી અભિયાનને રેખાંકિત કરે છે.

 

Nasa name mars rover 2020 world
Loading...

જોવા જેવું વધુ જુઓ

સૈન્ય શક્તિ / આ બાજુ PM મોદીની વાપસી, બીજી બાજુ પાકિસ્તાને કર્યું મિસાઇલનું પરીક્ષણ

આ બાજુ PM મોદીની વાપસી, બીજી બાજુ પાકિસ્તાને કર્યું મિસાઇલનું પરીક્ષણ

ભારતમાં એક વખત ફરીથી નરેન્દ્ર મોદીની સરકાર બનવાનો રસ્તો સાફ થવાની વચ્ચે પાકિસ્તાને જ્યાં એક બાજુ ફરીથી શાંતિ વાર્તાનો પ્રસ્તાવ આપ્યો છે, તો બીજી બાજુ શાહીન 2 મિસાઇલનું પરીક્ષણ કર્યું છે.

ભારતમાં એક વખત ફરીથી નરેન્દ્ર મોદીની સરકાર બનવાનો રસ્તો સાફ થવાની વચ્ચે પાકિસ્તાને જ્યાં એક બાજુ ફરીથી શાંતિ વાર્તાનો પ્રસ્તાવ આપ્યો છે, તો બીજી બાજુ શાહીન 2 મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. 

મિસાઇલનું પરીક્ષણ કરીને પાકિસ્તાને ભારતને એક તરફથી ચેતવણી પણ આપી દીધી છે. પાકિસ્તાને કહ્યું છે કે આ એક પ્રકારે જમીન થી જમીનને નાશ કરનારી બેલેસ્ટિક મિસાઇલ છે, જ 1500 મીલ સુધીના એરિયાને કવર કરી શકે છે. આ મિસાઇલ દ્વારા પરમાણુ અને પારંપારિક હથિયાર પણ નાંખવામાં આવી શકે છેય 

પાકિસ્તાનની સેનાએ નિવેદન જારી કરીને કહ્યું છે કે આ મિસાઇલ એમની જરૂરીયાતોને પૂરી કરે છે, કારણ કે ક્ષેત્રમાં કોઇ એમની તરફ આંખ ઊઠાવીને જોવે નહીં અને શહેરમાં શાંતિ રહે. પાકિસ્તાનના સેના પ્રવક્તાએ કહ્યું છે કે આ મિસાઇલનો ઇમ્પેક્ટન પોઇન્ટ અરબ સાગરમાં હતો. 

બાલાકોટમાં આતંકી જૂથ જેશ-એ-મોહમ્મદના અડ્ડા પર કરવામાં આવેલી વાયુસેનાના એર સ્ટ્રાઇકના ડરથી પાકિસ્તાન હજુ બહાર આવ્યું નથી. એર સ્ટ્રાઇકના 75 દિવસ બાદ પણ એને પોતાના એફ 18 લડાકૂ વિમાનોની સુરક્ષાની ચિંતા હેરાન થઇ રહી છે. 

27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના લડાકૂ વિમાન ભારતીય સીમામાં આવ્યા હતા. જેના જવાબમાં ભારતે પાકિસ્તાનના એફ 16 લડાકૂ વિમાનનો નાશ કર્યો હતો. 

એક સમયે ભારતે પાકિસ્તાનના છ મિસાઇલનો નાશ કરવાની ધમકી આપી હતી, એની પર અલ્હાબાદે કહ્યું હતું કે એ ભારતની મિસાઇલનો જવાબ ત્રણ મિસાઇલથી આપશે. 

world India pakistan Missile shaheen
Loading...

જોવા જેવું વધુ જુઓ

કાવતરું / ફ્રાંસમાં ભારતીય વાયુસેનાની ઓફિસમાં ઘૂસણખોરીનો પ્રયાસ, વાયુસેના એલર્ટ

ફ્રાંસમાં ભારતીય વાયુસેનાની ઓફિસમાં ઘૂસણખોરીનો પ્રયાસ, વાયુસેના એલર્ટ

ભારતીય વાયુસેનાની પેરિસ સ્થિત ઓફિસ પર ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરાયા હતા. IAFની ઓફિસમાં રાફેલ પ્રોજેકટ મેનેજમેન્ટની ટીમની આવેલી છે. વાયુસેનાએ આ અંગે ડિફેન્સ મંત્રાલયને સૂચના આપી છે. આ ટીમ ફ્રાંસમાં 36 રાફેલ વિમાનોના પ્રોડક્શન પર નજર રાખવા અને ભારતીય પાયલોટને ટ્રેનિંગની જવાબદારી સંભાળી રહી છે.આ ઓફિસમાં ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કરવાની વાત સામે આવી છે. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં.

ભારતીય વાયુસેનાની પેરિસ સ્થિત ઓફિસ પર ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરાયા હતા. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમની આગેવાની ગ્રુપ કેપ્ટન રેન્કના અધિકારીને સોંપવામાં આવી છે. ઓફિસ પેરિસના બહારના ભાગમાં આવેલી છે. જોકે અત્યાર સુધીમાં ઘૂસણખોરીનો ઉદેશ્ય જાસૂસી હતો કે કંઈક બીજો હતો, તે જાણી શકાયું નથી. 

અત્યાર સુધીમાં ભારતીય વાયુસેના, રક્ષા મંત્રાલય કે ફ્રાંસની એમ્બેસીએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. ન્યુઝ એજન્સીના કેટલાક અધિકારીઓના કહેવા પર આ રિપોર્ટ જાહેર કરાયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી પર રાફેલને લઈને ઘણીવાર નિશાન સાધ્યુ હતું. રાહુલનો આરોપ છે કે, આ મામલામાં મોટા સ્તરે ગોટાળો થયો છે. યુપીએ સરકારે રાફેલ વિમાનોને લઈને જે ડીલ કરી હતી, તેને એનડીએ સરકારે પોતાના હિતો માટે બદલી નાંખી છે.

 

કેન્દ્ર સરકારે રાફેલ સાથે જોડયેલા દસ્તાવેજો લીક થવાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં સોગાંદનામું કર્યું. તેમાં કેન્દ્રએ દલીલ કરી છે કે, જે દસ્તાવેજોને આધાર બનાવીને રિવ્યુ અરજી કરવામાં આવી, તે ભારતીય સુરક્ષા માટે સંવેદનશીલ છે. તે સાર્વજનિક થવાથી દેશની સિક્યોરિટી ખતરામાં પડી શકે છે. હવે આ ઘૂષણખોરીના સમાચાર બાદ ફરીએકવાર આ મામલે ગરમાવો આવ્યો છે. 
 

Indian air force Rafale Conspiracy
Loading...

જોવા જેવું વધુ જુઓ

પ્રતિબંધ / ન્યૂયોર્કમાં ચાલતી વખતે મોબાઇલના ઉપયોગ પર લાગી શકે છે બેન

ન્યૂયોર્કમાં ચાલતી વખતે મોબાઇલના ઉપયોગ પર લાગી શકે છે બેન

ન્યૂયોર્કમાં ચાલતી વખતે મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ લાગી શકે છે. જો આ કાયદો લાગૂ પડ્યો અને તોડવામાં આવશે તો તે લોકોનેપ ડોલર(રૂ.૧૭૦૦)થી લઇને રપ૦ ડોલર (રૂ.૧૭,૦૦૦) સુધીનો દંડ થઇ શકે છે.

અમેરિકાના ન્યૂયોર્કમાં રસ્તા પર ચાલતી વખતે મોબાઇલનો ઉપયોગ કરનાર લોકો પર દંડ લાગી શકે છે. ન્યૂયોર્ક એસેમ્બલીમાં તાજેતરમાં આની સાથે જોડાયેલું એક બિલ રજૂ કરાયું છે. જો તે પાસ થયું તો કાયદો તોડનાર લોકોને રપ ડોલર(રૂ.૧૭૦૦)થી લઇને રપ૦ ડોલર (રૂ.૧૭,૦૦૦) સુધીનો દંડ થઇ શકે છે.

બિલને ગયા વર્ષે એસેમ્બલીના સભ્ય ફેલિપ ઓર્ટિજે રજૂ કર્યું હતું. આ બિલમાં દંડની રકમ પણ નક્કી કરાઇ હતી. આ વર્ષે રાજ્યના સાંસદ જોન લીયુએ ફરી એક વાર બિલને આગળ વધાર્યું છે. લીયુના જણાવ્યા મુજબ યુવાનોમાં ચાલતી વખતે મોબાઇલનો ઉપયોગ કરવાનો અલગ ટ્રેન્ડ બની ગયો છે. ખાસ કરીને રસ્તો પાર કરતી વખતે આ આદત ચિંતાજનક સ્તર પર છે.

તેમણે જણાવ્યું કે અમે ન્યૂયોર્કના લોકોને જણાવવા ઇચ્છીએ છીએ કે ઇમર્જન્સીમાં જરૂરી હોય તો મોબાઇલનો ઉપયોગ કરતી વખતે પાંચ સેકન્ડ રોકાવ. ઉતાવળમાં દુર્ઘટના થઇ શકે છે. ર૦૧૯માં જારી એક રિપોર્ટમાં ર૦૧૮માં અમેરિકામાં લગભગ ૬ર૦૦ રાહદારીઓ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેનું મુખ્ય કારણ યુવાનોમાં સ્માર્ટ ફોનનો વધતો પ્રયોગ જણાવાયો હતો. યુવાનો રસ્તે ચાલતા પણ મોબાઇલનો ચિંતાજનક રીતે ઉપયોગ કરે છે.
 

world USA New York America SmartPhone
Loading...

જોવા જેવું વધુ જુઓ

Pages

Subscribe to RSS - World
બ્રેકિંગ ન્યૂઝ