Wednesday, April 24, 2019

Sports

IPL / IPL: ચોગ્ગા ફટકારવામાં માસ્ટર છે દિલ્હીવાળાઃ શિખર સૌથી આગળ

IPL: ચોગ્ગા ફટકારવામાં માસ્ટર છે  દિલ્હીવાળાઃ શિખર સૌથી આગળ મુંબઈ ઇન્ડિયન્સના હાર્દિક પંડ્યાએ ગત શનિવારે જ્યારે રાજસ્થાન રોયલ્સ સામે જોફ્રા આર્ચરના બોલ પર ચોગ્ગો ફટકાર્યો ત્યારે તેનું નામ એક માઇલસ્ટોન રેકોર્ડ સાથે જોડાઈ ગયું. અસલમાં એ IPL-2019નો 1000મો ચોગ્ગો હતો. સિઝનની 36 મેચની 71મી ઇનિંગ્સમાં હજાર ચોગ્ગાનો આંકડો પાર થઈ ગયો. ગત સિઝનની સરખામણીએ આ વખતની IPLમાં આ આંકડો ઝડપથી પાર થઈ ગયો. ગત સિઝનમાં 1000 ચોગ્ગા 37 મેચની 74મી ઇનિંગ્સમાં પૂરા થયા હતા.''

 
અત્યાર સુધી કુલ 86 બેટ્સમેનો આ સિઝનમાં ચોગ્ગા ફટકારી ચૂક્યા છે, પરંતુ ચોગ્ગા ફટકારવાની બાબતમાં દિલ્હી કેપિટલ્સે મેદાન માર્યું છે. આનો પુરાવો છે 178 ચોગ્ગા, જે દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી રમેલી 11 મેચમાં ફટકાર્યા છે. એક ટીમ તરફથી સૌથી વધુ ચોગ્ગા ફટકારવાના લિસ્ટમાં દિલ્હી કેપિટલ્સ બધાથી આગળ છે. ત્યાર બાદ મુંબઈ ઇન્ડિયન્સનો નંબર આવે છે, જેણે અત્યાર સુધીમાં રમેલી 10 મેચમાં 150 ચોગ્ગા ફટકાર્યા છે. મુંબઈ તરફથી આ 150 ચોગ્ગામાં સૌથી વધુ યોગદાન દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડિકોકનું રહ્યું છે, જેણે અત્યાર સુધીમાં 35 ચોગ્ગા ફટકાર્યા છે.
 


દિલ્હી કેપિટલ્સનો ઓપનર શિખર ચોગ્ગા ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં પ્રથમ સ્થાને છે, જેણે ગઈ કાલની રાજસ્થાન રોયલ્સ સામેની મેચ સહિત 50 ચોગ્ગા ફટકાર્યા છે. ત્યાર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના બંને ઓપનર્સનો નંબર આવે છે. બીજા સ્થાને જોની બેરિસ્ટો છે, જેણે 48 ચોગ્ગા ફટકાર્યા છે. ત્રીજા સ્થાને ડેવિડ વોર્નર છે, જેણે 47 ચોગ્ગા ફટકાર્યા છે.

IPLમાં સૌથી વધારે ચોગ્ગા

502- શિખર ધવન

492- ગૌતમ ગંભીર
 


473- સુરેશ રૈના

471- વિરાટ કોહલી

445- ડેવિડ વોર્નર
sports Cricket IPL Shikhar Dhawan Virat Kohli Suresh Raina

જોવા જેવું વધુ જુઓ

IPL / દેશવાસીઓ ઇચ્છે છે, ''મોદી કે રાહુલ નહી, 'માહી' ને બનાવો PM''

દેશવાસીઓ ઇચ્છે છે, ''મોદી કે રાહુલ નહી, 'માહી' ને બનાવો PM''
દેશમાં લોકસભાની ચૂંટણીની સાથે IPLની પણ ખૂબ ચર્ચા છે. બંને જ મામલામાં લોકો પોતાની પસંદગીની ટીમ કે પાર્ટી જીતે તેવી ઇચ્છા રાખે છે. પાછલા થોડા સમયથી મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટની દુનિયામાં 'નવા ભગવાન' તરીકે સામે આવ્યો છે. તેવામાં હવે માહીના ફેન્સ ઇચ્છે છે કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી નહી, પરંતુ ધોનીને બનાવવો જોઇએ. આ માટે ટ્વીટર પર #DhoniForPM હેશટેગ દ્વારા લોકો પોતાની વાત જણાવી રહ્યા છે. હાલમાં ધોની CSKનો કેપ્ટન છે. 

તાજેતરમાં જ ધોનીની ટીમ ‘ચેન્નઈ સુપર કિંગ્સ’નો મુકાબલો ‘રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર’ સાથે હતો. જોકે મેચ ચેન્નાઇ 1 રનથી હારી ગયુ. પરંતુ આ મેચમાં ધોનીની ઇનિંગથી લોકો એકદમ ચોંકી ગયા હતા. માહીએ 48 બૉલમાં 5 બાઉન્ડ્રી અને 7 સિક્સર્સ ફટકારીને 84 રન કર્યા, આ પછી ધોનીના ફેન્સ પીએમ બનવવાની અનોખી વાત ટ્વિટર પર કરી રહ્યા છે. 
sports Cricket IPL CSK MS Dhoni

જોવા જેવું વધુ જુઓ

ચૂંટણી / IPLના બિઝી શેડ્યૂલના કારણે આ ગુજ્જૂ ક્રિકેટર્સ નહી કરી શકે મતદાન

IPLના બિઝી શેડ્યૂલના કારણે આ ગુજ્જૂ ક્રિકેટર્સ નહી કરી શકે મતદાન
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં ચાલી રહ્યુ છે, ત્યારે ગુજરાતના મોટાભાગના ક્રિકેટરો હાલમાં IPL રમવામાં વ્યસ્ત હોવાના કારણે આજે પોતાની મતદાન ફરજ નહી નિભાવી શકે. આ ક્રિકેટર્સના પરિવારજનોએ જણાવ્યુ કે, ''IPLના બિઝી શેડ્યૂલના કારણે એક દિવસ માટે પણ સમય ફાળવી શકતા નથી.'' જોકે ગુજરાતના ક્રિકેટર પૈકી ચેતેશ્વર પૂજારાએ રાજકોટથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. 
 


તો બીજી તરફ રવિન્દ્ર જાડેજા (CSK), હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા (MI), યુસુફ પઠાણ (SRH) પાર્થિવ પટેલ(RCB) આજે મતદાન કરી શકશે નહીં. જાડેજા જામનગરમાં મતદાન તરીકે નોંધાયેલ છે. જ્યારે પંડ્યા બ્રધર્સ અને પઠાણ વડોદરા શહેરના મતાદાતા નોંધાયેલ છે. 

મંગળવારે CSK અને SRH મેચ હોવાના કારણે જાડેજા અને પઠાણ તો નીકળી શકે તેમ નથી. જ્યારે પંડ્યા બ્રધર્સના પિતા હિમાંશુ પંડ્યાએ જણાવ્યુ કે, ''બંને ભાઈઓ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે અને IPLના વ્યસ્ત શેડ્યુલવા કારણે એક દિવસ માટે વડોદરા આવવુ શક્ય નથી.'' મહત્વું છે કે મુંબઈ ઇન્ડિયન્સની આગામી મેચ 26 એપ્રિલના ચેન્નઈ સુપર કિંગ્સ સાથે રમાવવાની છે. 
 


જ્યારે અમદાવાદી જસપ્રિત બુમરાહ મતદાન કરશે કે નહીં તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા નથી. જ્યારે પાર્થિવ પટેલના પરિવારજને જણાવ્યુ કે, પાર્થિવ આવી શકશે નહી. જોકે યુસુફ પઠાણનો નાનો ભાઇ ઇરફાન પઠાણ પોતાનો મત આપવા માટે વડોદરા આવશે. હાલ ઇરફાન IPLમાં કોમેન્ટેટર તરીકે કાર્યરત છે. આ પહેલા પણ ભૂતકાળમાં ક્રિકેટ શેડ્યૂલ વચ્ચે પણ ઇરફાન મત આપવા માટે આવ્યો હતો.
sports Elections 2019

જોવા જેવું વધુ જુઓ

નિવદેન / 'મેં કોહલીને ત્યારે પસંદ કર્યો જ્યારે ધોની-કર્સ્ટને તેનું નામ પણ સાંભળ્યુ ન હતુ'

'મેં કોહલીને ત્યારે પસંદ કર્યો જ્યારે ધોની-કર્સ્ટને તેનું નામ પણ સાંભળ્યુ ન હતુ'
વિરાટ કોહલીનું ટીમમાં કઈ રીતે આગમન થયું તે અંગે એક નવી અને ચોંકાવનારી વાત સામે આવી છે, અહીં એક વાત એ પણ સામે આવી છે કે, કોહલી એવા સમયે ટીમમાં આવ્યો જ્યારે ધોનીને તેનુ નામ નહોતી ખબર. મુખ્ય પસંદગીકાર દિલીપ વેંગસરકેર રવિવારે દાવો કર્યો કે, તેમણે એ સમયે કોહલીને ટીમમાં લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી તે તાત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કોચ ગેરી ક્રર્સ્ટને તેના વિશે સાંભળ્યુ પણ નહોતુ.
 


વેંગસરકરે એક પુસ્તકના વિમોચન પ્રસંગે આ વાત જણાવી કે, “સાચું કહું તો જ્યારે મે વિરાટ કોહલીને ટીમમાં સિલેક્ટ કર્યો તો તે ઓસ્ટ્રેલિયામાં ઈમર્જિંગ પ્લેયર્સ ટુર્નામેન્ટ રમી રહ્યો હતો અને હું સિલેક્શન કમિટીનો અધ્યક્ષ હતો.''પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું- હું ઓસ્ટ્રેલિયા મેચ જોવા ગયો હતો અને કોહલી અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.” 

ભારત માટે 116 ટેસ્ટ રમનાર વેંગસરકરે એમ પણ કહ્યું કે, તામિલનાડુના બેટ્સમેન એસ. બદ્રીનાથે તેમના માટે જગ્યા બનાવવી પડી. વેંગસરકરે કહ્યુ કે, મહેન્દ્રસિંહ ધોની ત્યારે ટીમનો કેપ્ટન હતો અને ગેરી ક્રિર્સ્ટન ટીમ ઇન્ડિયાના કોચ હતા, તેમણે કોહલી વિશે સાંભળ્યુ પણ નહોતુ. તેમણે કહ્યું હમણાં કોહલીને પસંદ નહોતો કરવાનો અને થોડી મેચ રમવા દેવાનો હતો. અને હું એ વાત પર ભાર આપી રહ્યો હતો કે કોહલીને ટીમમાં જરુરી પસંદ કરવો જોઇએ. આ પછી તેમણે એસ. બદ્રીનાથને ટીમમાં પસંદ કરવો જોઈએ.” 
 


કોહલી,એ 18 ઓગસ્ટ 2008એ શ્રીલંકા સામે પોતાનું કરિયરની શરૂઆત કરી હતી. તેમણે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી ઉપલબ્ધીઓ મેળવી છે. હવે તેઓ 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં થનારા વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની આગેવાની કરશે. 

લૉડ્સમાં ત્રણ શતક લગાવનાર પૂર્વ કેપ્ટને એ પણ કહ્યું કે, “સચિન તેંડુલકરને મુંબઇની રણજી ટીમમાં પસંદ કર્યો હતો,  જ્યારે હું મુંબઇની ટીમનો કેપ્ટન હતો, બધા તેને ટીમમાં લેવાના પક્ષમાં નહતો. લોકોનું કહેવું હતું કે તેની ઉંમર ઘણી નાની છે પણ મે ભાર આપીને કહ્યુ કે, સચિનને ટીમમાં પસંદ કરવો જોઈએ.” 
 
sports Cricket Team India Virat Kohli

જોવા જેવું વધુ જુઓ

IPL / 'અદ્ભૂત-અવિશ્વસનીય-અકલ્પનીય' ધોની, છેલ્લી ઑવરમાં બતાવ્યો શાનદાર અંદાજ

'અદ્ભૂત-અવિશ્વસનીય-અકલ્પનીય' ધોની, છેલ્લી ઑવરમાં બતાવ્યો શાનદાર અંદાજ વર્લ્ડ કપ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની શાનદાર બેટિંગનું કમાલ દેખાડ્યો હતો. રવિવારે રાતે બેંગ્લોરમાં એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 37 વર્ષના ધોનીની બેટિંગ જોઇને તમામ લોકોએ 'વાહ વાહ' કહ્યુ. પોતાની ટીમ માટે ધોનીનો પ્રયાસ 'અદ્ભુત- અવિશ્વસનીય-અકલ્પનીય' હતો. ધોનીએ છેલ્લી ઑવરમાં 26 રન મેળવવા માટે ઉમેશ યાદવની બૉલ પર ફટકાર લગાવી કે, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો આ ફાસ્ટ બૉલર રાતે સૂઇ નહી શક્યો હોય.
 


ધોનીની શાનદાર 84 રનની ઇનિંગ હોવા છતાં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ની ટીમ છેલ્લી બૉલ પર ચૂકી ગઇ, જેમાં વિરાટ કોહલીની બેંગ્લોરની ટીમ હાલના IPLVR 39મી મેચ 1 રનથી જીતી. ચેન્નાઇની આ ત્રીજી હાર છે, જ્યારે RCBની આટલી જ મેચમાં ત્રીજી જીત છે. ચેન્નાઇ પૉઇન્ટ ટેબલ પર હજુ પણ ટોપ પર અને બેંગ્લોર સૌથી નીચે છે. 
ધોનીએ પોતાની 48 બૉલની ઇનિંગમાં 5 બાઉન્ડ્રી અને 7 સિક્સર્સ ફટાકરી, તે ગ્રાઉન્ડ પર આવ્યો, ત્યારે ચેન્નાઇની ટીમ 6 ઑવરમાં 4 વિકેટ પર 28 રન જ બનાવી ચૂકી હતી, જે પછી ધોનીએ પોતાના દમ પર ટીમ ટાર્ગેટ નજીક પહોંચી. 

ચેન્નાઇને છેલ્લી ઑવરમાં 26 રનની જરૂર હતી, ધોનીએ ઉમેશ યાદવની પહેલી પાંચ બૉલ પર (4, 6, 6, 2, 6) કર્યા,પરંતુ છેલ્લી બૉલ પર બેંગ્લોરની IPLમાં રહેવાની આશા રહી છે, તેણે પ્લેઑફમાં પહોંચવા માટે 4 મેચને નેટરનરેટ સાથે જીતવા પડશે.
 


ધોનીએ IPLમાં 4000 રન પૂરો કરનાર પહેલો કેપ્ટન:

આ સાથે જ ધોનીએ  IPLમાં 4000 રન પૂરા કર્યા, તેણે અત્યાર સુધી 168 મેચમાં 4039 રન કર્યા. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 106 મેચમાં 3933 રન કરીને બીજા સ્થાન પર છે. હાલમાં IPLમાં ધોનીએ અત્યાર સુધી 9 મેચની 7 ઇનિંગમાં 104.66 રનની  એવરેજથી 314 રન કર્યા. ધોનીનું આ ફોર્મ જારી રહ્યુ તો 30 મેથી શરૂ થયેલા વર્લ્ડ કપમાં ભારતને મજબૂતી આપવા માટે કોઇ કસર નહી છોડે. 
sports Cricket IPL CSK MS Dhoni

જોવા જેવું વધુ જુઓ

આઇપીએલ / Video: ધોનીએ રચ્યો ઇતિહાસ, IPLમાં આ રેકોર્ડ કરનાર બન્યો પહેલો ભારતીય

Video: ધોનીએ રચ્યો ઇતિહાસ, IPLમાં આ રેકોર્ડ કરનાર બન્યો પહેલો ભારતીય

ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આઇપીએલમાં ઇતિહાસ રચી દીધો છે.

ઇન્ડિયન ટી20 લીગમાં મહેન્દ્ર સિંહ ધોનાની નેતૃત્વ વાળી ચેન્નાઇને વિરાટ કોહલીની બેંગ્લોરે એક રનથી માત આપી છે. ચેન્નાઇ આ મેચ હારી ગઇ પરંતુ કેપ્ટન માહીએ પોતાના પ્રદર્શનથી એક વખત ફરીથી પ્રશંસકોનું દિલ જીતવામાં સફળ રહ્યો. 
20th over, second ball: 22 needed off 5 balls
ધોનીએ આ મેચમાં 48 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 84 રનની જોરદાર ઇનિંન્ગ રમી. આટલું જ નહીં, ધોનીએ ઇન્ડિયન ટી 20 લીગની આ સીઝનમાં સૌથી લાંબો છગ્ગો માર્યો. 
20th over, third ball: 16 needed off 4 balls
બેંગ્લોર તરફથી ઇનિંન્ગની છેલ્લી ઓવર રમવા આવેલ ઉમેદ યાદવના બીજા બોલ પર ધોનીએ મિડ વિકેટથી ઉપરથી એટલા લાંબો છગ્ગો માર્યો કે પ્રશંસકોની સાથે સાથે મેદાન પર હાજર ખેલાડીઓના પણ હોશ ઊડી ગયા. 
20th over, fourth ball: 10 needed off 3 balls
ઇન્ડિયન ટી-20 લીગની હાલની સીઝનની અત્યાર સુધીનો સૌથી લાંબો છગ્ગો છે. જણાવી દઇએ કે પાર્થિવ પટેલની શાનદાર હાફ સેન્ચ્યુરી ઇનિંન્ગથી બેંગ્લોરે રવિવારે ઇન્ડિયન ટી20 લીગની 39મી સ્પર્ધામાં ચેન્નાઇને 1 રનથી હરાવીને રોમાંચક જીત દાખલ કરી.  ટૉસ હારીને પહેલી બેટિંગ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા. જવાબમાં ચેન્નાઇ 8 વિકેટ ગુમાવીને 160 રન જ બનાવી શકી અને જીતેલી મેચ હારી ગઇ. 
 
Cricket sports ipl2019 MsDhoni

જોવા જેવું વધુ જુઓ

IPL / રાજસ્થાનનો કિલો ભેદવા ઉતરશે દિલ્લીની સેના

રાજસ્થાનનો કિલો ભેદવા ઉતરશે દિલ્લીની સેના

ઘણી હાર બાદ આખરે પોતાન મેદાનમાં જીત્યા પછી દિલ્લીની ટીમમાં આત્મવિશ્વાસ ભરેલો છે. જેણે અત્યાર સુધી ઘરેલૂ મેદાનની જગ્યાએ બહાર શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ શનિવારે તેણે કોટલા પર કિંગ્સ ઈલેવન પંજાબને પાંચ વિકેટે હરાવવામાં સફળતા મેળવી હતી. બીજી તરફ રાજસ્થાને પણ મુંબઈ ઈન્ડિયન્સ જેવી મજબૂત ટીમને હરાવી છે. સ્ટીવ સ્મિથની સુકાની ઈનિંગ રમીને મોરચાની આગેવાની કરી હતી. બંન્ને ટીમોએ પોતાના છેલ્લા મેચમાં વિજય મેળવ્યો છે એટલે સોમવારનો એટલે કે, આજની મેચ રોમાંચક થશે. 

राजस्थान रॉयल्स

રાજસ્થાનની ટીમ નવમાંથી માત્ર ત્રણ મેચ જીતી શકી છે તો તેના પર જીતવાનો વધુ દબાવ હશે. નવા કેપ્ટન સ્મિથની સાથે રાજસ્થાનની ટીમ ઘરઆંગણાની સ્થિતિનો ફાયદો ઉઠાવવા ઈચ્છશે. ટીમને ઓપનિંગ બેટ્સમેન જોસ બટલરની ખોટ પડશે. અંજ્કિય રહાણેને ખરાબ પ્રદર્શનને કારણે સુકાની પદેથી હટાવવામાં આવ્યો છે અને ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં તેની જગ્યાએ રાહુલ ત્રિપાઠીને ઉતારી શકાય છે. 
 
delhi capitals


ત્રિપાઠીએ કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ 45 બોલમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે રહાણેએ 26 રન બનાવ્યા હતા અને ટીમ 12 રને હારી ગઈ હતી. કોણીની ઈજામાંથી બહાર આવીને સ્મિથે વાપસી કરી છે. સંજૂ સૈમસન અને રિયાન પરાગનું પ્રદર્શન પણ સારૂ રહ્યું છે. 
 
राजस्थान रॉयल्स

અંતિમ ઓવરોમાં બોલિંગ જરૂર ચિંતાનો વિષય છે. જોફ્રા આર્ચર અને લેગ સ્પિનર શ્રેયસ ગોપાલને છોડીને બોલરો સતત સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. આ તરફ દિલ્હીની પાસે મજબૂત બેટિંગ ક્રમ છે. ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને પંજાબ વિરુદ્ધ 41 બોલમાં 56 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યરે 49 બોલમાં અણનમ 58 રન બનાવ્યા હતા. આ સિવાય પૃથ્વી શો, રિષભ પંત અને કોલિન ઇન્ગ્રામ બેટિંગ ક્રમને મજબૂત બનાવે છે. બોલિંગમાં કાગિસો રબા
IPL

જોવા જેવું વધુ જુઓ

આઇપીએલ / કેપ્ટન અશ્વિન માટે ફરીથી ઊભી થઇ સમસ્યા, ફટકારાયો 12 લાખનો દંડ

કેપ્ટન અશ્વિન માટે ફરીથી ઊભી થઇ સમસ્યા, ફટકારાયો 12 લાખનો દંડ
ઇન્ડિયન ટી20 લીગમાં પંજાબનો કેપ્ટન રવિચંદ્રન અશ્વિન શરૂઆતથી જ કોઇને કોઇ વિવાદમાં નજરે જોવા પડી રહ્યો છે. 20 એપ્રિલે દિલ્હી ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં ઘરેલૂ ટીમ દિલ્હી કેપિટલ્સની વિરુદ્ધ મેચ દરમિયાન એને બીજી એક મુસીબતનો સામનો કરવો પડ્યો છે.
dhawan and ashwin
સૂત્રો અનુસાર પંજાબની વચ્ચે રમવામાં આવેલી ઇન્ડિયન પ્રીમિયન લીગની 37મી મેચ દરમિયાન ધીમી ઓવર રેટના કારણે કેપ્ટન રવિચંદ્રન અશ્વિન પર દંડ ફટકારવામાં આવ્યો છે. 
R Ashwin
કારણકે એ એની ટીમની ઇન્ડિયન ટી 20 લીગની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેચ અપરાધોથી સંબંધિત સીઝનનો પહેલો ગુનો હતો, એટલા માટે માત્ર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 
किंग्स इलेवन पंजाब
દિલ્હી વિરુદ્ધ આ મેચમાં પંજાબ ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. કોટલાની ધીમી પીત પર પંજાબનો બેટ્સમેન દિલ્હીનો સ્પિન બોલરોનો સામનો કરી શક્યા નહીં અને 163/7નો સ્કોર જ બનાવી શકી. 

એના જવાબમાં પંજાબના બોલર લક્ષ્યનો બચાવ કરવામાં અસફળ રહ્યા અને દિલ્હીના બે બોલ બાકી રહેતા 166/5 રન બનાવીને મેચ જીતી લીધી. 
 
sports Cricket ipl2019 Punjab Ravichandran Ashwin delhi

જોવા જેવું વધુ જુઓ

વર્લ્ડ કપ / WC બાદ સંન્યાસ લઇ શકે છે આ 5 દિગ્ગજ, એક ભારતીય પણ સામેલ

WC બાદ સંન્યાસ લઇ શકે છે આ 5 દિગ્ગજ, એક ભારતીય પણ સામેલ

થોડાક દિવસોમાં વર્લ્ડ કપ શરૂ થવાનો છે ત્યારે કેટલાક એવા દિગ્ગજ ક્રિકેટર્સ છે જે આ વિશ્વ કપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે.

વર્લ્ડ કપનું 12મું સંસ્કરણ શરૂ થવાના થોડાક જ સપ્તાહનો સમય બાકી છે. એના પહેલા 8 ટીમોએ પોતાના ખેલાડીઓની યાદી જારી કરી દીધી છે. જે ખેલાડીઓને પોતપોતાની ટીમમાં જગ્યા મળી છે, એમને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. 

પરંતુ કેટલાક એવા દિગ્ગજ પણ છે જે આ વિશ્વ કપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે. 
एमएस धोनी
મહેન્દ્ર સિંહ ધોની
ભારતીય ક્રિકેટનો સૌથી સફળ વિકેટકિપર બેટ્સમેન અને કેપ્ટનોમાંથી એક ધોનીના સન્યાસનો અંદાજો ઘણા સમયથી લગાવવામાં આવી રહ્યો છે. 37 વર્ષનો ધોની પહેલા જ ટેસ્ટ ક્રિકેટથી સન્યાસ લઇ ચુક્યો છે. ધોનીની કેપ્ટનમાં જ ટીમ ઇન્ડિયાએ 28 વર્ષો બાદ 2011માં પોતાના બીજા વર્લ્ડ કપનો પુરસ્કાર જીત્યો હતો.
शोएब मलिक
શોએબ મલિક 
37 વર્ષનો શોએબ મલિકે 1999માં ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધી પાકિસ્તાન માટે ખૂબ ક્રિકેટ રમી ચુક્યો છે. મલિકે વન ડે મેચોમાં 35.12ની સરેરાથી 7481 રન બનાવ્યા છે, તો બોલિંગમાં એને 156 વિકેટ પણ મેળવી છે. પાકિસ્તાન ટીમનો સૌથી અનુભવી ક્રિકેટર શોએબ મલિક પણ વર્લ્જ કપ બાદ સન્યાસ લઇ શકે છે. 
लसिथ मलिंगा
લસિથ મલિંગા
પોતાની યૉર્કર માટે જાણીતો મલિંગા શ્રીલંકાનો સફળ બોલરમાંથી એક છે. 35 વર્ષના મલિંગાએ અત્યાર સુધી 218 વન ડે મેચ રમી છે. જેમાં એને 29.03ની સરેરાથી 322 વિકેટ મેળવી છે. મલિંગાએ પહેલાથી જ ઇશારો કરી દીધો છે કે એ વર્લ્ડ કપ બાદ વન ડે ક્રિકેટથી સન્યાસ લઇ શકે છે. 
chris gayle
ક્રિસ ગેલ 
યૂનિવર્સ બૉસના નામથી જાણીતો વેસ્ટ ઇન્ડિઝનો તોફાની બેટ્સમેન ક્રિસ ગેલે પહેલા જ જાહેરાત કરી દીધી છે કે એ વર્લ્ડ કપ બાદ રિટાયર થઇ શકે છે. 39 વર્ષના ગેલે અત્યાર સુધી રમાવામાં આવેલી મેચોમાં 38.02થી સરેરાથી 10151 રન બનાવી ચુક્યો છે.
डेल स्टेन
ડેલ સ્ટેન 
દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન સારવાર લઇને પરત ફરતા ટીમમાં જગ્યા બનાવવો સફળ રહ્યો. 35 વર્ષનો સ્ટેન સતત ફિટનેસ અને ઇજાનો સામનો કરી રહ્યો છે. 
 
sports Cricket World Cup 2019 MsDhoni KRIS GEL Shoaib Malik lasith malinga DALE STAIN

જોવા જેવું વધુ જુઓ

ક્રિકેટ / હાર્દિક-રાહુલને જે સજા આપવામાં આવી છે તે જાણીને તમે ખુશ થઈ જશો

હાર્દિક-રાહુલને જે સજા આપવામાં આવી છે તે જાણીને તમે ખુશ થઈ જશો

BCCIના લોકપાલે તપાસ કર્યા બાદ રાહુલ અને હાર્દિક પંડ્યાને 20-20 લાખનો દંડ ફટકાર્યો છે. જેમાંથી 10 લાખ રૂપિયા શહીદ થયેલ અર્ધસૈનિક જવાનોની પત્નીઓને આપવામાં આવશે. તો બાકી રહેલ 10 લાખની રકમ ભારતના બ્લાઇન્ડ ક્રિકેટને પ્રાત્સાહન આપવા માટે ફંડ કરવામાં આવશે.

BCCIના લોકપાલે તપાસ કર્યા બાદ રાહુલ અને હાર્દિક પંડ્યાને 20-20 લાખનો દંડ ફટકાર્યો છે. જેમાંથી 10 લાખ રૂપિયા શહીદ થયેલ અર્ધસૈનિક જવાનોની પત્નીઓને આપવામાં આવશે. તો બાકી રહેલ 10 લાખની રકમ ભારતના બ્લાઇન્ડ ક્રિકેટને પ્રાત્સાહન આપવા માટે ફંડ કરવામાં આવશે.
 

ઉલ્લેખનીય છે કે, મુંબઇ અને પંજાબની મેચ પહેલા હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ BCCIના લોકપાલ સામે હાજર રહ્યા હતા. જે બાદ તેમને આ સજા સંભળાવવામાં આવી હતી. દંડની આ રકમ 4 અઠવાડિયાની અંદર જમા કરાવવાની રહેશે. જો આ બંન્ને ખેલાડી આ રકમ 4 અઠવાડિયાની અંદર ભરપાઇ ન કરે તો દંડની રકમ તેની મેચ ફીમાંથી કાપી લેવામાં આવશે.
  આપને જણાવી દઇએ કે, પંડ્યા અને રાહુલે જાણીતા બોલિવૂડ ફિલ્મ નિર્દેશક કરન જોહરના શો ‘કોફી વિથ કરન’માં મહિલાઓને લઇને અશ્લીલ ટિપ્પણી કરી હતી. જે બાદ તેમના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. 
 


બન્ને ખેલાડી 5 વનડે મેચ નહોતા રમ્યા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન તેમને પરત ભારત મોકલવામાં આવ્યા હતા. આ બાદ હાર્દિક અને રાહુલે આ સમગ્ર મામલે માફી માગી હતી. આ સાથે જ તાજેતરમાં  BCCIના લોકપાલ સામે હાજર રહ્યા હતા અને  BCCI એ તેમને 20-20 લાખનો દંડ ફટકાર્યો હતો.

જોવા જેવું વધુ જુઓ

Pages

Subscribe to RSS - Sports
બ્રેકિંગ ન્યૂઝ