Wednesday, April 24, 2019

Entertainment

ચૂંટણી / ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, સની દેઓલ આ બેઠક પરથી લડશે ચૂંટણી

ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, સની દેઓલ આ બેઠક પરથી લડશે ચૂંટણી

ભાજપે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની 26મી યાદી જાહેર કરી છે. ભાજપે ગુરદાસપુરથી ફિલ્મ અભિનેતા સની દેઓલને ટિકિટ આપી છે. નોંધપાત્ર રીતે, પંજાબની ગુરદાસપુર સંસદીય બેઠક માટે બીજેપી સની દેઓલને મનાવવામાં જોડાઇ હતી.ચંડીગઢ મતવિસ્તારનાં કિરણ ખેરને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે તો હોશિયારપુરથી સોમ પ્રકાશ મેદાને છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ સ્વયં સની દેઓલને મળવા માટે પહોંચ્યાં હતાં. ત્યારથી એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ભાજપ ગુરદાસપુરની પ્રતિષ્ઠિત બેઠકમાંથી સનીને મેદાનમાં ઉતારવા માંગતી હતી.

સની દેઓલનાં ભાજપમાં જોડાયા પછી આ અટકળોને બળ મળ્યું હતું કે પાર્ટી તેમને ગુરદાસપુર લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારશે. જો કે સની દેઓલનો આ મામલો ફાઇનલ હોવાનાં પહેલાં જ અફવાઓનાં બજારને ગરમ કરી દીધું હતું અને ફિલ્મ અભિનેતા અક્ષયકુમારને લઇને પણ તે લોકસભા ચૂંટણી લડશે તેવી અટકળો વહેતી થઇ હતી.
 
ઉલ્લેખનીય છે કે બોલિવુડ એક્ટર સની દેઓલ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઇ ચૂક્યાં છે. દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટરમાં સની દેઓલ પાર્ટીમાં જોડાયાં છે. પાર્ટી હેડક્વાર્ટરમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમને તેમણે પાર્ટીમાં શામેલ થયાની પર્ચી આપીને ફૂલનું બૂકે આપી તેમનું સ્વાગત કર્યુ. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ તેમણે ગુરદાસપુરની ટિકિટ આપી શકે છે.
 


આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પીપૂષ ગોયલે કહ્યું હતું કે, ''ઘણાં વર્ષોથી પારિવારિક સંબંધ હવે રાજનીતિક સંબંધ બનવા જઇ રહ્યો છે. 2008માં ધર્મેન્દ્ર યાદવ પાર્ટીનાં સાંસદ હતાં, તેમનાં પુત્ર પણ જનતાની વચ્ચે રહીને પોતાની રાજનીતિક છાપ બનાવશે તેવો અમને વિશ્વાસ છે.''

સની દેઓલે ભાજપમાં જોડાયાં પછી કહ્યું કે, ''મારાં પપ્પા અટલજીની સાથે જોડાયાં હતાં, આજે હું નરેન્દ્ર મોદી સાથે જોડાવવા માટે આવ્યું છું. હું ઇચ્છુ છું કે, આગામી 5 વર્ષ પણ તે સત્તામાં આવે, હજુ આગળ વધવાનું છે. જે યૂથ છે તેમણે મોદી જેવાં લોકોની જરૂર છે. આ પરિવારથી જોડાયાં પછી હું જે કંઇ પણ કરી શકુ છું તે ચોક્કસથી કરીશું. હું કામ કરીને બતાવીશ.''

 
Lok Sabha Election 2019 Sunny Deol BJP gurdaspur

જોવા જેવું વધુ જુઓ

ચૂંટણી / જુઓ કોણ બોલ્યું કે "56 ઈંચની છાતી તો હતી હવે 62 ઈંચની પણ આવી ગઈ"

જુઓ કોણ બોલ્યું કે

સની દેઓલે ભાજપ જોઇન કરવાનાં સમાચાર સામે આવતા ફિલ્મ મેકર અનિલ શર્માએ એક રસપ્રદ ટ્વિટ કર્યુ છે. અનિલ શર્માનાં નિર્દેશનમાં સની દેઓલ 'ગદ્દર એક પ્રેમકથા'માં કામ કરી ચૂકેલ છે.

મંગળવારનાં રોજ રાજનૈતિક દંગલમાં ઉતરનારા કલાકારોની યાદીમાં વધુ એક નામ જોડાઇ ગયું છે. આ નામ છે 'ઢાઇ કિલો કા હાથ' અને 62 ઇંચની છાતી રાખનાર બોલીવુડ અભિનેતા સની દેઓલ. સની દેઓલે ભારતીય જનતા પાર્ટી જોઇન કરવાનાં સમાચાર આવતાં જ ફિલ્મ મેકર અનિલ શર્માએ ટ્વિટર પર એક રસપ્રદ ટ્વિટ કર્યુ છે. અનિલ શર્માનાં નિર્દેશનમાં સની દેઓલ 'ગદ્દર એક પ્રેમકથા'માં તેઓ કામ કરી ચૂકેલ છે.

અનિલ શર્માએ સની દેઓલની સાથે પોતાની એક તસ્વીર રજૂ કરતા લખ્યું છે કે, '56 ઇંચની છાતી તો હતી અને હવે તો 62 ઇંચની છાતી પણ થઇ ગઇ. અભિનંદન મારા ફેવરિટ સની દેઓલને ભાજપમાં જોડાવા બદલ.' સની દેઓલ ગયા વર્ષે રિલીઝ થયેલ ફિલ્મ 'ભૈયાજી સુપરહિટ'માં કામ કરતા દેખાયાં હતાં. જો કે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાણી નથી કરી.
 
કેવાં છે જનતાનાં રિએક્શન?
સની દેઓલે પોલિટિક્સ જોઇન કરવાંથી જ્યાં અનિલ શર્મા ખૂબ ઉત્સાહિત ને આનંદિત જોવાં મળી રહેલ છે ત્યારે કેટલાંક ફેન્સ આનાંથી ખાસ પ્રભાવિત નથી. અનિલનાં ટ્વિટ પર યૂઝર્સનું વધારે રિએક્શન નેગેટીવ જ નજરે આવ્યું. એક યૂઝરે લખ્યું કે આ સની દેઓલ દ્વારા લેવામાં આવેલ સૌથી બકવાસ નિર્ણય છે.

જુઓ યૂઝર્સે શું આપ્યાં રિએક્શન?

 


ઉલ્લેખનીય છે કે બોલિવુડ એક્ટર સની દેઓલ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઇ ચૂક્યાં છે. દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટરમાં સની દેઓલ પાર્ટીમાં જોડાયાં છે. પાર્ટી હેડક્વાર્ટરમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમને તેમણે પાર્ટીમાં શામેલ થયાની પર્ચી આપીને ફૂલનું બૂકે આપી તેમનું સ્વાગત કર્યુ. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ તેમણે ગુરદાસપુરની ટિકિટ આપી શકે છે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પીપૂષ ગોયલે કહ્યું હતું કે, ''ઘણાં વર્ષોથી પારિવારિક સંબંધ હવે રાજનીતિક સંબંધ બનવા જઇ રહ્યો છે. 2008માં ધર્મેન્દ્ર યાદવ પાર્ટીનાં સાંસદ હતાં, તેમનાં પુત્ર પણ જનતાની વચ્ચે રહીને પોતાની રાજનીતિક છાપ બનાવશે તેવો અમને વિશ્વાસ છે.''

સની દેઓલે ભાજપમાં જોડાયાં પછી કહ્યું કે, ''મારાં પપ્પા અટલજીની સાથે જોડાયાં હતાં, આજે હું નરેન્દ્ર મોદી સાથે જોડાવવા માટે આવ્યું છું. હું ઇચ્છુ છું કે, આગામી 5 વર્ષ પણ તે સત્તામાં આવે, હજુ આગળ વધવાનું છે. જે યૂથ છે તેમણે મોદી જેવાં લોકોની જરૂર છે. આ પરિવારથી જોડાયાં પછી હું જે કંઇ પણ કરી શકુ છું તે ચોક્કસથી કરીશું. હું કામ કરીને બતાવીશ.''

ગુરદાસપુરની સીટ કેમ છે ખાસ:

પજાંબમાં ભારતીય જનતા પાર્ટી અકાળી દળની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે. અહીંયા 13 લોકસભા સીટમાંથી ભાજપને ગુરદાસપુર, અમૃતસર અને હોશિયારપુરથી ઉમેદવાર ઉભા રાખવાના છે. બાકી સીટ પર અકાળી દરના ઉમેદવાર ઉભા રહેશે,એવામાં આ 3 સીટ પર તમામ લોકોની નજર હતી. ભાજપે રવિવારે અમૃતસર પરથી હરદીપ પુરીના નામની જાહેરાત કરી હતી પરંતુ હોશિયારપુર અને ગુરદાસપુરની સીટ પર કોઇ  ઉમેદવારને જાહેરાત કરી ન હતી. 

2014માં ગુરદાસપુર સીટ જીત્યા હતા વિનોદ ખન્ના:

આ સીટ વિનોદ ખન્નાના નિધન પછી ખાલી છે. ગત વર્ષે 27 એપ્રિલના વિનોદ ખન્નાનું નિધન થયુ હતુ, તેમની પત્ની કવિતાના નામ પર પણ ચર્ચા હતા. વિનોદ ખન્ના 1997માં ભાજપમાં શામેલ થયા હતા. 1998માં ગુરુદાસપુરમાં પહેલી વખત ચૂંટણી લડી અને જીત્યા પણ. 1999 અને 2004માં પણ વિનોદ ખન્નાએ જીત મેળવી. 2009માં ભલે સીટ ગુમાવવી પડી પરંતુ 2014માં મોદી લહરમાં ફરી એક વખત તેઓ ગુરદાસપુરના સાસંદ બન્યાં. 

2011ની જનસંખ્યા અનુસાર, ગુરદાસપુર જિલ્લા પજાંબના તમામ જિલ્લામાં ત્રીજા નંબર પર સૌથી વધારે જનસંખ્યાવાળો જિલ્લો છે. અહીંયા 31% શહેરી વસ્તી છે. અહીંયાની જનસંખ્યા 22 લાખથી વધારે છે અને સાક્ષરતાદર 79% થી વધારે છે. આ જિલ્લાની સ્થાપના 17મી સદીમાં ગુરિયાજી કરી હતી જેથી તેનુ નામ ગુરદાસપુર પડ્યું.


 
Sunny Deol BJP Gadar ek prem katha head pump

જોવા જેવું વધુ જુઓ

મનોરંજન / અંતરાત્માના અવાજને અનુસરોઃ ભૂમિ પેડનેકર

અંતરાત્માના અવાજને અનુસરોઃ ભૂમિ પેડનેકર
કારકિર્દીની શરૂઆતથી જ ફિલ્મની પસંદગી બાબતે ભૂમિ પેડનેકર સ્ક્રિપ્ટ વાંચી વિષયને સમજી જોખમ લેવામાં માને છે. આ અભિગમમાં એને સફળતા ચોક્કસ મળી છે. તે જે રીતે એક પછી એક વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવે છે એ વખાણવાલાયક છે, પછી એ તેની કારકિર્દીની પ્રથમ ફિલ્મ ‘દમ લગા કે હઇશા’ (૨૦૧૫)ની મેદસ્વી મહિલાની ભૂમિકામાં હોય, ‘લસ્ટ સ્ટોરીઝ’ (૨૦૧૮)માં નોકરાણીના પાત્રમાં હોય કે હાલમાં રજૂ થયેલી ફિલ્મ ‘સોનચીડિયા’માં બુંદેલખંડી સ્ત્રીના પાત્રમાં હોય. 

ભૂમિએ સફળતાપૂર્વક એવી પ્રતિભા ઉપસાવી છે કે એ એક એવી કલાકાર છે, જે કોઇ પણ પાત્ર ભજવી શકે છે. ભૂમિ કહે છે કે, ‘ફિલ્મની વાર્તા જ્યારે મારી પાસે આવે છે ત્યારે હું બારીકાઇથી વાંચું છું. મેં એવી રીતે ક્યારેય વિચાર્યું જ નથી કે હાલમાં મારી પાસે કોઇ ફિલ્મ નથી એટલે હું આ ફિલ્મ લઇ લઉં. તમે કોઇ પણ ફિલ્મ પસંદ કરો એ તમારા અંતરના અવાજને પારખીને કરવી જોઇએ. 

૨૦૧૭માં આવેલી ‘ટોઇલેટ એક પ્રેમકથા’ હોય કે પછી એ જ વર્ષે આવેલી ‘શુભ મંગલ સાવધાન’, આ ફિલ્મોમાં કામ કરીને ભૂમિએ એ તો સાબિત કરી દીધું છે એ પડકાર ઝીલનારી વ્યક્તિ છે. કોઇ પણ અભિનેત્રી આવી ભૂમિકાઓને પોતાની કારકિર્દી માટે જોખમરૂપ માનતી હોય છે, પરંતુ ભૂમિ નૈતિક માન્યતાના આધારે ફિલ્મો પસંદ કરે છે.  
Entertainment bhumi pednekar

જોવા જેવું વધુ જુઓ

OMG / હાથમાં દીપિકાના સેન્ડલ લઇને લગ્નમાં ફરી રહ્યો હતો રણવીર સિંહ, PHOTO VIRAL

હાથમાં દીપિકાના સેન્ડલ લઇને લગ્નમાં ફરી રહ્યો હતો રણવીર સિંહ, PHOTO VIRAL
બોલિવુડમાં ગયા વર્ષે ઘણા કપલ્સના લગ્ન થયા પરંતુ દીપિકા અને રણવીર વચ્ચે પ્રેમ જોવા મળે છે, તેવો ભાગ્યે જ કોઇ કપલ વચ્ચે જોવા મળે છે. બંનેએ જાહેરમાં જે રીતે વર્તન કરે છે તે પરથી દેખાય કે બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. તાજેતરમાં જ આનંદ આહુજા સોનમના શૂઝની દોરી બાંધી આપતો હોય તેવો ફોટો વાયરલ થયો હતો. રણવીરે પણ તેની પત્ની દીપિકા માટે કંઇક આવુ જ કર્યુ છે. 


દીપિકા રણવીર તાજેતરમાં મુંબઈમાં એક લગ્નમાં ગયા હતા. આ સેલિબ્રેશનમાં ઘણા વીડિયોઝ અને ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. પરંતુ તેમાંથી કોઇ ફોટોએ લોકોનું ખાસ ધ્યાન દોર્યુ છે. 
 


દીપિકા સફેદ ફ્લોરલ સાડીમાં આગળ ચાલતી જોવા મળે છે અને પ્રેમાળ તથા કેરિંગ પતિ તરીકે રણવીર પાછળ ચાલી રહ્યો છે, તેના હાથમાં દીપિકાના સેન્ડલ પક્ડયા છે. 
 


ફોટોઝ પરથી લાગે છે કે મંડપ નજીક કોઈ દેવતાની મૂર્તિ હતી અને એટલે જ દીપિકાએ પોતાના સેન્ડલ કાઢી નાંખ્યા હતા. તેણે સાડી પહેરી હતી એટલે તેના માટે હાથમાં સેન્ડલ લઈને ક્રાઉડમાં ચાલવુ મુશ્કેલ હતુ એટલે રણવીર તેના સેન્ડલ પકડીને મદદ કરી હતી.
Entertainment Bollywood Ranveer Singh Deepika Padukone

જોવા જેવું વધુ જુઓ

બાયૉપિક / રણવીર સિંહ નહીં, આ એક્ટર હતો કપિલ દેવની '83' માટે પહેલી પસંદ

રણવીર સિંહ નહીં, આ એક્ટર હતો કપિલ દેવની '83' માટે પહેલી પસંદ

બૉલીવુડ એક્ટર રણવીર સિંહ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 83 માટે જોરદાર પરસેવો પાડી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો રણવીર સિંહ આ ફિલ્મ માટે પહેલો પસંદ નહતી.

મુંબઇ: બૉલીવુડ એક્ટર રણવીર સિંહ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 83 માટે જોરદાર મહેનત કરી રહ્યો છે. 1983માં ભારત દ્વાર જીતવામાં આવેલી પહેલી ક્રિકેટ વર્લ્ડ કપની સ્ટોરી પર આધારિત આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવનું કિરદાર નિભાવતો નજરે આવશે. રણવીર સિંહ હાલ ક્રિકેટના ધુરંધરો સાછે રહીને મેચ શિખી રહ્યો છે કારણ કે કિરદારથી વધારેમાં વધારે નજીક આવી શકે. 
Related image
રણવીર કપિલ દેવની સાથે પણ સમય વિતાવી રહ્યો છે કારણ કે એની બૉલિંગ અંદાજ અને કોપી સ્ટાઇલ કરી શકે, સ્વાભાવિક રીતે હજુ સુધી આપણને રણવીરનું કપિલ દેવ લુક જોવા મળ્યું નથી અને ફેન્સ રણવીરને કપિલ દેવ વાળા લુકમાં જોવા માટે એક્સાઇટેડ છે. જ્યાં રણવીરનો કપિલ દેવ લુક સામે આવવામાં હજુ વાર છે ત્યારે ફિલ્મથી જોડાયેલી એક જાણકારી નિકળીને સામે આવી છે. 
જાણકારી પ્રમાણે રણવીર સિંહ આ ફિલ્મ માસે પહેલી પસંદ નહતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર રણવીર સિંહ નહીં રણદીપ હુડ્ડા આ ફિલ્મ માટે પહેલી ચોઇસ હતો. રિપોર્ટ પ્રમાણે, 'રણવીર સિંહ પહેલા રણદીપ હુડ્ડાને ઑફર કરવામાં આવી હતી. આ વાત ત્યારની છે જ્યારે ફિલ્મનું નિર્દેશન સંજય પૂરણ સિંહ કરનાર હતો. આ વાતની જાહેરાત કરી દેવામાં આવી હતી અને લુક ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો.'
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Workin’ the #NatrajShot 🏏with the Man Himself #KapilDev 👑 @83thefilm #blessed #journeybegins @kabirkhankk

A post shared by Ranveer Singh (@ranveersingh) on

જો કે કેટલાક કારણોથી પ્રોજેક્ટ સંજયના હાથથી નિકળીને કબીર ખાનના હાથમાં ગયો અને રોલ રણવીર સિંહને મળ્યો. આ પહેલા જેટલા પણ ક્રિકેટર્સની બાયોપિક બની છે એમાંથી મોટાભાગે બૉક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે. 
Entertainment Ranveer singh RandeepHudda Kapildev

જોવા જેવું વધુ જુઓ

ચૂંટણી / PM મોદીની અપીલ પર શાહરૂખે બનાવ્યો વીડિયો, કહ્યુ 'કરો મતદાન'

 PM મોદીની અપીલ પર શાહરૂખે બનાવ્યો વીડિયો, કહ્યુ 'કરો મતદાન'
દેશભરમાં અત્યારે જ્યારે નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લાગવી રહ્યા છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત યુવાઓ અને દેશવાસીને સતત વોટ કરવા માટે અપીલ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર એક વોટર્સવાળુ કેમ્પેન ચાલાવીને દેશના જાણીતા ફિલ્મ, આર્ટ્સ અને સ્પોર્ટસથી જોડાયેલા સેલેબ્સને ટેગ કરીને કહ્યુ હતુ કે,'' પોતાના ફેન્સને સમજાવો અને વધારેમાં વધારે મતદાતાઓ મતદાન બૂથ સુધી પહોંચે.''

 

ટ્વિટર પર પ્રધાનમંત્રીની આ અપીલ યાદીમાં રણવીર સિંહ, શાહરૂખ ખાન, સલમાન ખાનથી લઇનો બોલિવુડ તેમજ સ્પોર્ટ્સ જગતના ઘણી દિગ્ગજ હસ્તીઓનુ નામ શામેલ હતુ. આ અપીલ પછી સલમાન ખાનની સાથે સાથે ઘણા સ્ટાર્સે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર ફેન્સને જરૂરથી વોટ કરવાની અપીલ કરી છે.

આમિર ખાને એક મીડિયા વાતચીત દરમિયાન પોતાના ફેન્સને સંદેશ આપતા વોટ કરવામાં અપીલ કરતા સ્પષ્ટ કર્યુ કે, ''કોઇ પણ રાજનીતિક પાર્ટીને સમર્થન નથી કરી રહ્યો''

બોલિવુડના બંને ખાન પછી હવે રોમાન્સના બાદશાહ શાહરૂખ ખાને પણ સોશ્યલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, આ વીડિયોમાં શાહરૂખ ખાન વોરટ્સને પોતાના મ્યૂઝિકલ અંદાજમાં સમજાવવાની અપીલ કરી રહ્યો છે. સોશ્યલ મીડિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેગ કરતા શાહરૂખે લખ્યુ કે, ''વીડિયો શૅર કરવામાં થોડો મોડો થઇ ગયો છું.''શાહરૂખ ખાને આ વીડિયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યૂબ પર પણ શૅર કર્યો છે, જેને સતત વ્યૂઝ મળી રહ્યા છે. 
PM Narendra Modi Shah Rukh Khan Elections 2019

જોવા જેવું વધુ જુઓ

મનોરંજન / ...જ્યારે લાઇવ શો માં રેખાની સામે આવ્યા અમિતાભ, Video થયો લીક

...જ્યારે લાઇવ શો માં રેખાની સામે આવ્યા અમિતાભ, Video થયો લીક
બૉલીવુડની ખૂબસુંદર એક્ટ્રેસ રેખાની સુંદરતાના આજે પણ લોકો દીવાના છે. તાજેતરમાં રેખા ટીવીના રિયાલીટી શો 'રાઇજિંગ સ્ટાર'માં ગેસ્ટ તરીકે પહોંચી હતી. એ દરમિયાન એને પોતાના અંદાજથી તમામને દીવાના બનાવી દીધા. રેખા અને કન્ટેસ્ટેન્ટે શો દરમિયાન ખૂબ જ મસ્તી કરી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 
अमिताभ का नाम सुन शर्म से लाल हुआ रेखा का चेहरा, हड़बड़ाहट में भूली कमेंट करना, वायरल हो रहा वीडियो
શો દરમિયાન નાના નાના સિંગર્સે પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું. એ ત્રણેય સિંગરો અમિતાભ બચ્ચન, રેખા અને શશિ કપૂર બનીને આવ્યા. એ ત્રણેય બાળકોને જોઇને રેખા ખૂબ ખુશ થઇ ગઇ. જેવું એક કન્ટેસ્ટેન્ટે જણાવ્યું કે એ અમિતાભ બચ્ચન બનીને આવ્યો છે તો પહેલા રેખા થોડું શરમાય છે પછી એની બોલતી બંધ થઇ જાય છે. એવામાં રેખા પોતાનું હસવાનું રોકી શકતી નથી. અને શરમીલા અંદાજામાં પોતાનું હસવાનું દબાવી દે છે. 
આ વચ્ચે રેખાએ વચ્ચેથી ઊભી થઇને બાળકીને પૂછ્યું એ શું બનીને આવી છે. એ બાળકીએ કહ્યું કે એ રેખા બનીને આવી છે. એ દરમિયાનનો વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. 
rekha
Entertainment Rekha Amitabh Bachchan Video

જોવા જેવું વધુ જુઓ

દુખદ / પિતાના અંતિમ સંસ્કારના 2 દિવસ પછી શૂટિંગ પર પરત ફર્યો આ એક્ટર, બેસી રહ્યો ગુમસુમ

પિતાના અંતિમ સંસ્કારના 2 દિવસ પછી શૂટિંગ પર પરત ફર્યો આ એક્ટર, બેસી રહ્યો ગુમસુમ
'કસૌટી ઝિંદગી કી' ના અનુરાગ એટલે કે પાર્થ સમથાન માટે અત્યારે ઘણો કપરો સમય ચાલી છે. તેના પિતાનું ગુરુવારે રાત્રે જ હોસ્પિટલમાં અવસાન થઇ ગયુ હતુ. રિપોર્ટ્સ અનુસાર, પાર્થ એ સમયે 'કસૌટી.. નું શૂટિંગ કરી રહ્યો હતો અને તેના પિતાના સમાચાર મળતા તે પૂને જવા માટે નીકળી ગયો હતો. 
 


તમને જાણીને નવાઈ લાગશે કે પિતાના દેહાંતના બે જ દિવસ બાદ એટલે 21 એપ્રિલ પાર્થ કસૌટીના સેટ પર શૂટિંગ કરવા હાજર રહ્યો હતો. પિતાની અંતિમ ક્રિયા બાદ કામ પ્રત્યેના કમિટમેન્ટને કારણે પાર્થ શૂટિંગ માટે આવી ગયો હતો.

સેટ પર રહેલા સૂત્રોનુસાર, ''પાર્થ આખો દિવસ ગુમસુમ બેઠો રહ્યો અને તેણે પોતાના ભાગનું શૂટિંગ પતાવ્યુ હતુ. તે પોતાના પિતાથી ખૂબ જ ક્લોઝ હતો અને આથી જ તેને આઘાતમાંથી ઉગરતા થોડો સમય લાગશે.''
 


ઉલ્લેખનીય છે કે પિતા હોસ્પિટલમાં હતા ત્યારે પાર્થ મુંબઈમાં શૂટિંગમાં વ્યસ્ત હતો. તે પિતા પાસે પહોંચી શકે તે પહેલા જ તેના પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા અને પાર્થ તેના પિતાને છેલ્લી વખત મળી પણ શક્યો ન હતો. તેણે થોડા સમય પહેલા જ મુંબઇમાં પોતાનું ડ્રીમ હોમ ખરીદ્યુ હતુ અને તેના ચાહકો સાથે આ ખુશખબરી શૅર કરી હતી. તેણે એમ પણ લખ્યુ હતુ કે, ''આ તેની તેના માતા-પિતા માટે ભેટ છે. અફસોસ કે તેના પિતા આ ખુશી જોવા લાંબુ ન રહ્યા.''
Entertainment Parth Samthaan

જોવા જેવું વધુ જુઓ

ટ્રોલ / બોલિવુડની આ HOT એક્ટ્રેસને યૂઝરે પૂછ્યુ કે, 'શું હું તમારી નાભિ પર કિસ કરી શકું છુ'

બોલિવુડની આ HOT એક્ટ્રેસને યૂઝરે પૂછ્યુ કે, 'શું હું તમારી નાભિ પર કિસ કરી શકું છુ'
ટ્રોલ્સ ઘણીવાર તમામ હદ પસાર કરી જતા હોય છે અને ક્યારેક તેના જવાબ આપવા સેલિબ્રિટી માટે ભારે પડી જતા હોય છે. ઘણીવખત યૂઝર્સ ખૂબ જ વાહિયાત અને વલ્ગર મેસેજીસ પણ સેલિબ્રિટીને મોકલતા હોય છે. તેમાં પણ જો તે સેલિબ્રિટી એક હિરોઇન કે સ્ત્રી હોય તો પછી કંઇ જ બાકી રહેતુ નથી. આવો જ કંઇક અનુભવ એક્ટ્રેસ રેહા ચક્રવર્તીને થયો હતો. 
 

જી હા,તાજેતરમાં જ એક ઇન્ટવ્યૂ દરમિયાન એક્ટ્રેસે આ અંગે ખુલાસો કર્યો હતો. જેમાં સોશ્યલ મીડિયા પર આવતી વલ્ગર કોમેન્ટ અને પ્રેશરને કઇ રીતે ડીલ કરે છે તે અંગે જણાવતા રેહાએ કહ્યું કે, ‘જ્યારે તમે સોશ્યલ મીડિયા પર એક ફિમેલ તરીકે હોવ છો ત્યારે તમારે ઘણીબધી બાબતોનું ધ્યાન રાખવુ પડે છે. ઘણીવાર એવા એવા સવાલો અને ટ્રોલ્સ આવતા હોય છે કે તમે આવું બોલતા પણ શરમ સંકોચ અનુભવો. મને હમણા જ એક વ્યકિતનો સોશ્યલ મીડિયા પર એવો મેસેજ કર્યો કે ''શું તમારી નાભિ પર કિસ કરી શકું?''

આ સિવાય સિંગર જસ્સી ગીલે પણ ટ્રોલિંગ વિશે વાત કરતા કહ્યુ કે, ''આજકાલ આપણા દેશમાં બેરોજગારી વધી છે અને આ નવરા પડેલા લોકોએ બસ ટ્રોલિંગનો જ  પોતાનો ધંધી બનાવી લીધો છે. મને પણ શરૂઆતમાં લોકો ફૂકરા, વોનાબી જેવા નામથી બોલવતા, ત્યારે મને થતું મેં એવુ શું ખોટુ કર્યુ છે કે લોકો મારી પાછળ પડી ગયા છે.''
 


આ સિવાય જ્યારે રેહાને સવાલ કરવામાં આવ્યો કે તેને કોઇને મારી નાખવાનો હોય, કોઇ સાથે લગ્ન કરવાના હોય કે પછી કોઇ સાથે હૂકઅપ કરવાનું હોય તો આ 3 વરૂણ ધવન, સિદ્ઘાર્થ મલ્હોત્રા અને ઝહીર ઇકબાલમાંથી કોને પસંદ કરે તો રેહાએ તરત જ જવાબ આપતા કહ્યુ કે, ''વરૂણ ખૂબ જ સારો મિત્ર છે એટલે તેનીસ સાથે લગ્ન કરીશ અને સિદ્ઘાર્થ હોટ છે એટલે તેની સાથે હૂક અપ અને ઝહીર ઇકબાલને મારી નાખીશ અને પછી તેને ફોન કરીને માફી માંગી લઇશ.'' જ્યારે જસ્સીને એવું પૂછવામાં આવ્યું કે ક્યા સેલિબ્રિટીએ ગાવાનું બંધ કરવુ જોઇએ તો તેણે હસતા હસતા કહ્યુ કે, 'સોનાક્ષી સિન્હા'
Entertainment Bollywood Rhea Chakraborty

જોવા જેવું વધુ જુઓ

ખુલાસો / ચૂંટણી લડવા મુદ્દે અક્ષયકુમારનું આવ્યું નિવેદન, એક ટ્વીટથી મચી ગયો ખળભળાટ

ચૂંટણી લડવા મુદ્દે અક્ષયકુમારનું આવ્યું નિવેદન, એક ટ્વીટથી મચી ગયો ખળભળાટ

અભિનેતા અક્ષય કુમાર લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી છે કે, અક્ષય કુમાર પંજાબના ગુરુદાસરપુરથી લડી શકે છે. ત્યારે આજે અક્ષય કુમારે એક ટ્વીટ કર્યું જેમાં તેઓએ કહ્યું કે, એક નવા ક્ષેત્રમાં પગ મુકવા માટે જઇ રહ્યો છું. 

અભિનેતા અક્ષય કુમાર લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી છે કે, અક્ષય કુમાર પંજાબના ગુરુદાસરપુરથી લડી શકે છે. ત્યારે આજે અક્ષય કુમારે એક ટ્વીટ કર્યું જેમાં તેઓએ કહ્યું કે, એક નવા ક્ષેત્રમાં પગ મુકવા માટે જઇ રહ્યો છું. એ કામ જે મેં અત્યાર સુધી ક્યારેય નથીં કર્યું. ઉત્સાહીત છું પરંતુ છોડી ગભરાહટ પણ છે. ત્યારે અક્ષયના આ ટ્વીટ બાદ રાજકીય વાતાવરણમાં ભારે ચર્ચા જાગી છે.
  જો કે, ખેલાડી અક્ષય કુમારે વધુ એક ટ્વીટ કરીને પોતાનું ચૂંટણી લડવા અંગેની અટકળો પર વિરામ આપી દીધો હતો. તેમણે લખ્યું હતું કે, ટ્વીટ પર દિલચસ્પી દેખાડવા બદલ આભાર અટકળો પર વિરામ લગાડો હું સ્પષ્ટ કહું છું કે, હું ચૂંટણી લડી રહ્યો નથી. 
  ગુરૂદાસપુર સીટ
આ બેઠક વિનોદ ખન્નાના અવસાન ખાલી પડેલ છે. ગત વર્ષે 27 એપ્રિલના રોજ વિનોદ ખન્નાનું નિધન થયું હતું. તેમની પત્ની કવિતાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. વિનોદ ખન્ના 1997માં જોડાયા હતા. 1998માં તેમણે ગુરૂદાસપુરમાં પહેલી વખત ચૂંટણી લડ્યા અને જીત પણ હાંસલ કરી હતી. 
 

1999 અને 2004 ચૂંટણીમાં પણ વિનોદ ખન્નાએ જીત મેળવી હતી. 2009 જો કે તેમણે બેઠક ગુમાવી પડી હતી જો કે, 2014માં તેઓ મોદી લહેરમાં ફરી એકવાર ચૂંટાઇ આવ્યા હતા અને સાંસદ બન્યા હતા.
Akshay Kumar Lok Sabha Election 2019

જોવા જેવું વધુ જુઓ

Pages

Subscribe to RSS - Entertainment
બ્રેકિંગ ન્યૂઝ