Sunday, May 26, 2019

Business

Gujarati Name: 
બિઝનેસ

બેંકિંગ / RBIએ સનીયિર સિટિઝન અને વિકંલાગોને આપ્યા છે આ અધિકાર

RBIએ સનીયિર સિટિઝન અને વિકંલાગોને આપ્યા છે આ અધિકાર

સિનિયર સિટિઝનને પણ બેંકિંગ સુવિધાઓનો લાભ મળી શકે એ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ડોર-સ્ટેપ જેવી ઘણી વિશેષ સુવિધાઓ આપે છે. 

જોકે ઘણીવાર માહિતીના અભાવને લીધે વરિષ્ઠ નાગરિકો આ સુવિધાઓનો લાભ લઈ શકતા નથી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોને ઘણા અધિકારો પણ આપ્યા છે. તો ચાલો આજે આ સુવિધાઓ વિશે જાણીએ.

- દરેક બેંકમાં સિનિઇર સિટિઝન અને વિકલાંગ લોકો માટે અલગથી વિશેષ કાઉન્ટર્સ હોવાં જોઈએ. જો કોઈ બેંકની બ્રાન્ચમાં એ નથી તો કોઈપણ સિનિયર સિટિઝન સીધા બ્રાન્ચ મેનેજરને મળીને પોતાના માટે આ વિશેષ સુવિધાની માગ કરી શકે છે. આ તેમનો અધિકાર છે.

- નો યોર કસ્ટમર (KYC) જોગવાઈઓ પૂરી થયા પછી જન્મ તારીખના આધારે બેંક અકાઉન્ટ આપમેળે જ 'સિનિયર સિટિઝન અકાઉન્ટ'માં ફેરવાઈ જાય છે. આ અકાઉન્ટ ખોલવા માટે અલગથી કોઈ પ્રક્રિયા કરવાની જરૂર હોતી નથી. આ ખાતા પર સિનિયર સિટિઝનને મળતી તમામ સુવિધાઓનો લાભ ઉઠાવી શકાય છે.


- 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને અથવા ગંભીર રૂપે બીમાર રહેતા સિનિયર સિટિઝનને બેંક તેમના ઘર સુધી મૂળભૂત બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરે છે. આ સુવિધાઓમાં કેશ ટ્રાન્ઝેક્શન, ડિમાન્ડ ડ્રાફ્ટ, KYC ડોક્યુમેન્ટ અને લાઇફ સર્ટિફિકેટ લેવા જેવી ઘણી સેવાઓ શામેલ છે. 

- આ ઉપરાંત, સિનિયર સિટિઝને ચેક બુક મેળવવા માટે પણ બેંકમાં જવાની જરૂર નથી. જો તે ઇચ્છે તો બેંક તેમની ચેક બુક ઘેર પહોંચાડી શકે છે. જોકે, આ બધી ફેસિલિટી માટે વિવિધ બેંક તરફથી અલગ-અલગ ચાર્જ વસૂલવામાં આવે છે.

business RBI Reserve Bank of India
Loading...

જોવા જેવું વધુ જુઓ

બજેટ / મોદી સરકાર 2.0: મિડલ ક્લાસને ટેક્સમાં મળી શકે છે વ્યાપક રાહત

મોદી સરકાર 2.0: મિડલ ક્લાસને ટેક્સમાં મળી શકે છે વ્યાપક રાહત

એનડીએ સરકાર જુલાઇમાં પોતાનું સંપૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરી શકે છે. બીજા કાર્યકાળના પ્રથમ સંપૂર્ણ કક્ષાના બજેટમાં સરકાર મિડલ ક્લાસને ધ્યાનમાં રાખી કેટલીય રાહત આપી શકે છે. લોકસભા ચૂંટણી પૂર્વે વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ તત્કાલીન નાણાપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આ તો ટ્રેલર છે, જ્યારે સંપૂર્ણ બજેટ જુલાઇમાં રજૂ થશે તો તેમાં મિડલ ક્લાસ અને નવા મિડલ ક્લાસનું ખાસ ધ્યાન રખાશે. આમ, હવે આ પ્રોમિસ પાળવામાં આવી શકે છે.

નાણાં મંત્રાલયે સંપૂર્ણ કક્ષાના બજેટને લઇને ઇન્ડસ્ટ્રી અને અર્થશાસ્ત્રીઓ સાથે પરામર્શ શરૂ કરી દીધો છે. ઉદ્યોગ સંગઠન ફિક્કીએ પણ આગામી બજેટમાં કોર્પોરેટ ટેક્સમાં કાપ અને મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ (મેટ)ને નાબૂદ કરવાની માગણી કરી છે. ફિક્કીના પ્રતિનિધિમંડળે બજેટ પૂર્વેની ચર્ચા માટે મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેય સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ ફિક્કીએ જણાવ્યું હતું કે અમારા પ્રમુખનું સૂચન હતું કે સરકાર વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિસ્પર્ધાની સ્થિતને ટકાવી રાખવા ઘરેલુ રોકાણને પ્રોત્સાહન આપે અને સાથે-સાથે કોર્પોરેટ ટેક્સના દરમાં કાપ મૂકવામાં આવે.

નાણાં મંત્રાલયે પણ જે ૧૦૦ દિવસનો એજન્ડા તૈયાર કર્યો છે તેમાં ટેક્સના દર ઘટાડવા અને ગ્રોથ વધારવા પર ફોકસ રહેશે. ખાસ કરીને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ વધારવા પર ભાર મૂકવામાં આવશે. કોર્પોરેટ ટેક્સમાં પણ બદલાવ કરવામાં આવશે. 

સરકારી કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટમાં ઝડપ લાવવામાં આવશે. જીએસટીના નિયમોને સરળ બનાવાશે. ટેક્સનો બોજ હળવો કરીને તેનો વ્યાપ વધારાશે. આમ, નવી સરકાર ટેક્સની બાબતમાં ક્રાંતિકારી ફેરફારો કરી શકે છે.

PM Narendra Modi Central Government Income Tax business
Loading...

જોવા જેવું વધુ જુઓ

ઑફર / ફ્લાઇટની ટિકિટ મોંઘી થઇ ત્યારે આ એરલાઇન કંપની કરાવવી રહી છે રૂ. 899 માં હવાઇ સફર

ફ્લાઇટની ટિકિટ મોંઘી થઇ ત્યારે આ એરલાઇન કંપની કરાવવી રહી છે રૂ. 899 માં હવાઇ સફર

એરલાઇન  Go Air દ્વારા સ્પેશિયલ સેલની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત કંપનીની 10 લાખ સીટ માટે 899 રૂપિયાથી ભાડુ શરૂ થાય છે. 

3 દિવસનો આ સેલ 27 મેથી શરૂ થવાનો છે. Go Airએ આપેલી જાહેરાત અનુસાર, 15 જૂનથી 31 ડિસેમ્બર સુધી આ તમે મુસાફરી કરી શકો છો. 

GoAirના મેનેજિંગ ડિરેક્ટરે એવા સમયે આ જાહેરાત કરી છે જ્યારે દરેક વ્યકિત વધતા ભાડાને લઇને ચિંતામાં છે. ઑફર અંતર્ગત પ્રવાસીઓ જૂનથી ડિસેમ્બર વચ્ચે પ્રવાસની તારીખ પસંદ કરી શકે છે. 

 

Go Airના એમડીએ જણાવ્યુ કે, મેગા મિલિયન સેલ એવા સમયે આવ્યો છે જ્યારે ગ્રાહકો  હવાઇ મુસાફરી મોંઘી થઇ હોવાની ફરિયાદ કરી રહ્યા છે. આ સાથે જ Go Air ઓછામાં ઓછી 2499 રૂપિયાનીટ ટિકિટનુ પેમેન્ટ Paytm વૉલેટ કરવા પર 500 રૂપિયાના કેશબેક જેવી સુવિધા આપી રહ્યુ છે. 

આ સિવાય Myntra App પર ઓછામાં ઓછા 1999 રૂપિયા ખર્ચ કરવા પર ટિકિટ 10% ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ ઑફર 31 ઓગસ્ટ સુધી છે.  Zoom Car સર્વિસ લેવા પર 1500 રૂપિયાનું ભાડુ અથવા 20% જેમાંથી બંને હોય તે પ્રમાણે રકમ ઓછી કરી આપવામાં આવશે.  આ છૂટ પણ 31 ડિસેમ્બર સુધી છે. આ સિવાય Zoom Car બુક કરાવતી વખતે FabGoAir કૂપન કોડ નાખીને 25% ઓફની સાથે-સાથે 40 ટકા સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. મુંબઇ Go Air એરલાઇન હાલ દેશના 24 અને વિદેશના 4 રૂટ પર 270 ફ્લાઇટ ઑપરેટ કરે છે. 

Go Air
Loading...

જોવા જેવું વધુ જુઓ

ઇકૉનોમી / મોદી સરકારે જીત પહેલાં જ અર્થવ્યવસ્થામાં પ્રાણ પૂરવા માટે તૈયાર કરી લીધો છે આ પ્લાન

મોદી સરકારે જીત પહેલાં જ અર્થવ્યવસ્થામાં પ્રાણ પૂરવા માટે તૈયાર કરી લીધો છે આ પ્લાન

કેન્દ્રની સત્તામાં ભારે બહુમતીથી કમબેક કરનારી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર અર્થવ્યવસ્થામાં ઝડપ લાવવાનો પૂરો પ્રયાસ કરશે આ માટે તે પહેલાથી જ ડ્રાફ્ટ તૈયાર કરી ચૂકી છે.

નવી સરકાર પોતાના વાયદાના અનુરૂપ મધ્યવર્ગના ટેક્સને વધુ રાહત આપવાના પગલા ભરી શકે, સાથે જ GSTને વધારે સરળ કરી શકાય છે. ભાવી સરકાર પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટને વધારવા અને માગમાં નવા પ્રાણ ફૂંકવા માટે પહેલાથી ડ્રાફ્ટ તૈયાર કરી ચૂકી છે, કારણ કે તેને જુલાઈમાં પૂર્ણ બજેટ રજૂ કરવાનુ છે. સરકારી અધિકારીઓનું કહેવુ છે કે, ચિંતા આ વાતની નથી કે જો ઉપાયોને લાગૂ કરવામાં સમય લાગી છે તો હાલની અર્થવ્યવસ્થામાં મંદીનું સંકટ વધારે થઇ શકે. 

કેન્દ્રિય નાણા મંત્રાલય અને અન્ય વિભાગોએ અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકવા માટે પહેલા જ એક ડ્રાફ્ટ તૈયાર કરી લીધો હતો. જેના પર નવી સરકારને ધ્યાન આપવાની જરૂર હશે. નાણાકીય વર્ષ 2018-19માં આખા વર્ષ દરમિયાન GDP દર અનુમાન 7 % રહેશે પરિણામે ચોથા ક્વાર્ટરમાં GDP વિકાસ દર ઘટીને 6.5 % રહેવાનો અંદાજ છે. હાલના મહિનાઓમાં પ્રાઈવે રોકાણમાં અછત વચ્ચે ગ્રાહકોની માગમાં ઘટાડો થયો છે.

અધિકારીઓએ કહ્યું કે પહેલો પડકાર માંગમાં વધારો કરવાનો હશએ. આગામી જુલાઈમાં બજેટ રજૂ કરવાની સંભાવના છે અને તેમાં ટેક્સ ઓછો કરીને મધ્યમ વર્ગને રાહત મળી શકે, જેથી તેમના હાથમાં વધારે પૈસા રહેશે પરિણામ સ્વરૂપ ખર્ચની સાથે માંગમાં પણ વધારો થશે, અંતરિમ બજેટ દરમિયાન સરકાર મધ્યમ વર્ગ માટે ટેક્સમાં ઘટાડો કરવાનો વાયદો કર્યો હતો.

મેક ઈન ઈન્ડિયા મેન્ચુફેક્ચરિંગ પહેલ સાથે સાથે ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસને પણ ઉત્સાહિત કરવુ પડશે. આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકારી રોકાણ વધારવું પડશે. કારણ કે તેમાં પ્રાઇવેટ રોકાણ વધારવાનો ઘણો સમય લાગશે. 

GST 2.0ને લઈને સરકારમાં પહેલાથી ચર્ચા થઈ ચૂકી છે. આ હેઠળ તેનુ સરળ રીતે પાલન, રેટ, સ્ટ્રક્ચરની સમીક્ષા તથા પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ લાવવા શામેલ છે. GSTના ચાર સ્લેબમાં 5 %, 12 %, 18 % અને 28 %ને ઘટાડીને હવે બે મુખ્ય સ્લેબ કરી શકાય છે.

સીમેન્ટ અને ઓટોમોબાઈલ 28 % સૌથી ઉંચા સ્લેબમાં જ રહી શકે છે. આ વસ્તુઓ પર રેટને GSTથી થતી આવકને સ્થિરતા અપનાર તરીકે જોવાય છે. સાથે જ સરકાર નિર્યાતને પ્રોત્સાહન આપવા માટે ઉપાય કરશે, જેમાં ઘણો ઘટાડો નોંધાઇ ચૂક્યો છે. 

એક અન્ય અધિકારીએ જણાવ્યું કે સરકાર આ વાત પર વિચાર કરી શકે છે કે અત્યાર સુધીમાં શું મળ્યુ છે. ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ અને સ્ટાર્ટઅપ ફ્રેમવર્કમાં સુધારાના ઉપાયોનો ડ્રાફ્ટ પહેલાથી તૈયાર કરાઇ ચૂક્યો છે.
 

business Budget Economy
Loading...

જોવા જેવું વધુ જુઓ

સ્ટાર્ટઅપ / મોદી સરકારની મદદથી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે લાખોની કમાણી

મોદી સરકારની મદદથી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે લાખોની કમાણી

જો તમે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો જેમાં સરકાર પણ તમને સપોર્ચ કરે તો તમે હની હાઉસ અને હની પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવી શકો છો. આ એવો બિઝનેસ છે જેના માટે સરકાર તમને પૂરો સપોર્ટ કરે છે. જેનાથી તમને સારી કમાણી થઇ શકે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીયોમાં સ્વાસ્થ્યને લઇને જાગરૂકતા વધી છે અને એ એવી ચીજોનું સેવન કરી રહ્યા છે જેનાથી સ્વાસ્થ્ય સારું રહે. મધ એવી ચીજ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ હોય છે અને એના ઘણા ફાયદા છે. આ જ કારણ છે કે ઘણી મોટી કંપનીઓ પણ મધ બનાવીને પેકિંગમાં વેચી રહી છે. તમે પણ એનો બિઝનેસ શરૂ કરી શકો છો. 

મિનિસ્ટ્રી ઑફ માઇક્રો, સ્મૉલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝેઝ (MSME) હેઠળ ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન તરફથી સેલ્ફ એમ્પ્લાયમેન્ટના ઘણા પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આ પ્રોગ્રામ હેઠળ તમે હની હાઉસ અથવા હની પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરી શકો છો. 

જો તમે આ સ્કીમ હેઠળ હની પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવા ઇચ્છો છો તો કમિશન તરફથી તમને 65 ટકા લોન આપવામાં આવે છે અને કમિશન તમને 25 ટકા માર્જિન મની પણ આપે છે. એટલે કે તમારે માત્ર 10 ટકા પૈસા લગાવવા પડે છે. 

ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) પ્રમાણે તમે 20 હજાર કિલોગ્રામ વર્ષના મધ બનાવનાર પ્લાન્ટમાં લગાવવા ઇચ્છો છો તો એની પર લગભગ 24 લાખ 50 હજાર રૂપિયાનો ખર્ચ આવશે. એમાંથી તમને લગભગ 16 લાખ રૂપિયાની લોન મળી જશે. જ્યારે માર્જિન મની રૂપમાં 6 લાખ 15 હજાર રૂપિયા મલી જશે અને તમારે તમારી સાઇડથી માત્ર આશરે 2 લાખ 35 હજાર રૂપિયા રોકવા પડશે. 

KVIC નું કહેવું છે કે જો તમે વર્ષ દરમિયાન 20 હજાર કિલોગ્રામ મધ તૈયાર કરો છો, જેની કિંમત 250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે, એમાંથી 4 ટકા વર્કિંગ લોસને પણ સામેલ કરવામાં આવે તો તમારું વર્ષનું વેંચાણ 48 લાખ રૂપિયા હશે. એમાંથી તમામ ખર્ચ ડે લગભગ 34.15 લાખ રૂપિયા હશે જે ઓછો કરી દેવામાં આવે તો વર્ષ દરમિયાન તમને 13.85 લાખની આવક થશે. એટલે કે તમે દર મહિને 1.15 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. 
 

business Honey modi government
Loading...

જોવા જેવું વધુ જુઓ

ચૂંટણી / ભાજપની બહુમતીને બજારે વધાવ્યુ, સેન્સેક્સ 40000ની આસપાસ

ભાજપની બહુમતીને બજારે વધાવ્યુ, સેન્સેક્સ 40000ની આસપાસ

લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતી રૂઝાનમાં ભાજપની બઢતમાં NDAને બહુમતીના સંકેત મળી રહ્યા છે, જેની અસર સીધી શૅર બજારમાં જોવા મળી રહી છે.

શરૂઆત ટ્રેટિંગમાં સેન્સેક્સ 500 પોઇન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 150 પોઇન્ટથી વધુ મજબૂત થયો. સેન્સેક્સ ટ્રેડિંગની શરૂઆતની મિનિટોમાં 800 પોઇન્ટની રેકોર્ટ તેજી બાદ 39850એ પહોંચી ગયો છે. આ અગાઉ 21 મેના રોજ એક્ઝિટ પોલ પરિણામોના કારણે સેન્સેક્સ 39571ના ઓલટાઇમ હાઇલેવલ પર હતું. 

તો બીજી તરફ નિફ્ટીની વાત કરવામાં આવે તો 200 પોઇન્ટની સાથે 11930ના સ્તરને પાર કર્યો. આ સાથે જ આશા છે કે, નિફ્ટી 12000ના જાદુઇ આંકડાઓને ટચ કરી દેશે.

એક્ઝિટ પોલના પરિણામ બાદ માર્કેટના હાલ:

ગત રવિવારે એક્ઝિટ પોલના પરિણામ આવ્યા હતા. જેમાં મોદી સરકાર પરત આવવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ સોમવારે સેન્સેક્સ 1421ના વધારા સાથે 39,352ના સ્તરે બંધ થયો. વળી, નિફ્ટી 421 પોઇન્ટ મજબૂત બનીને 11,828ના સ્તરે રહ્યું. નિફ્ટીમાં આ એક દિવસમાં પોઇન્ટના હિસાબે બીજી સૌથી મોટી તેજી હતી. વળી, સેન્સેક્સ 10 વર્ષના હાઇ લેવલ પર બંધ થયુ હતું.

2014ના ચૂંટણી પરિણાનોના દિવસે શું થયુ હતુ:

આગામી વર્ષ 2014ની ચૂંટણી પરિણામોના દિવસની જો વાત કરવામાં આવે તો શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 1470 પોઇન્ટની ઉછાળની સાથે 25,375ના સ્તરે પહોંચી ગયું છે. જો કે, બાદમાં વેચાવલીના કારણે માર્કેટની ચાલ સુસ્ત પડી અને સેન્સેક્સ 23,873.16ના સ્તરે આવી ગયું. દિવસના ટ્રેડિંગમાં અંતમાં રોકાણકારોની પૂંજીમાં 1 લાખ કરોડનો વધારો થયો હતો અને તે 80.64 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયો હતો. આ પ્રકારે નિફ્ટી પણ 340 પોઇન્ટ અથવા 4.72 ટકાના વધારા સાથે 7,460 પોઇન્ટ સુધી પહોંચી ગયો. ઉલ્લેખનીય છે કે, 16 મેના લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા. આ સપ્તાહે અંતિમ કારોબારી દિવસ શુક્રવાર હતો. આ દિવસે શરૂઆતના ટ્રેડિંગમાં ટ્રેડર્સને આશા હતી કે, બીજેપીની સરકાર આર્થિક સુધારાને ઝડપી બનાવશે અને આર્થિક ગતિવિધિઓને વધારો થશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

WC 2019 / ભારત સરકારની ખાસ પહેલ, લૉન્ચ કરશે 1000 અને 500 ના સોના-ચાંદીના સિક્કા

ભારત સરકારની ખાસ પહેલ, લૉન્ચ કરશે 1000 અને 500 ના સોના-ચાંદીના સિક્કા

સમગ્ર દુનિયામાં ક્રિકેટના દીવાનાઓ ICC વર્લ્ડ કપની 12 મી સિઝનની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ અવસર પર વિશ્વભરમાં અલગ અલગ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે.

વર્લ્ડ કપથી જોડાવવા માટે ટીમો પણ ઇંગ્લેન્ડ પહોંચવાનું શરૂ થઇ ગયું છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા પણ મંગળવારે રાતે ઇંગ્લેન્ડ રવાના થઇ ગઇ. 

આ વચ્ચે ભારત સરકારે પણ વર્લ્ડ કપના આ મેળામાં ખાસ રીતે સામેલ થવાનો નિર્ણય કર્યો છે.

ભારત સરકાર વર્લ્ડ કપની તકે એક ખાસ પ્રકારના સિક્કાના સેટને જારી કરવા જઇ રહી છે. એમાં બે પ્રકારના સેટના સિક્કામાં પહેલો 500 અને બીજો 1000નો ખાસ સ્મારક સિક્કો હશે. 

સિક્કાની ખાસિયત
સિક્કાનો સંગ્રહ અને અધ્યયન કરનાર સુધીર લુણાવતના અનુસાર ભારત સરકારની મુંબઇ ટકશાળમાં બનેલા વર્લ્ડ કપના સિક્કામાં 100નો સિક્કા ભારતમાં લૉન્ચ થનાર પહેલો સોનાનો સ્મારક સિક્કો હશે જેની એક બાજુ ICC વર્લ્ડ કપનો સત્તાવાર લોકો તો બીજી તરફ અશોક સ્તંભની સાથે મૂલ્ય વર્ગ હશે. 18 એમ.એમ.ગોલાકાર આ સિક્કાનું વજન 5 ગ્રામ હશે જે 999 શુદ્ધ સોનાથી બનેલો હશે. 

તો બીજી બાજુ આ સેટમાં બીજો સિક્કો 500 મૂલ્ય વર્ગનો હશે જે 40 ગ્રામ શુદ્ધ ચાંદીનો બનેલો હશે, એનો આકાર 44 એમ.એમ હશે. 

Image result for indian-government-will-launch-gold-and-silver-coin-of-1000-and-500-for-icc-world-cup

સુધીર અનુસાર આ સ્મારક સિક્કા મે ના અંતિમ સપ્તાહ સુધી જારી થઇ જશે અને એની સાથે વેંચાણ માટે ઉપલબ્ધ થઇ જશે. 

1000 સિક્કાને ખાસ પ્રકારના ડબ્બામાં આપવામાં આવશે. 1000ના સોનાના સિક્કાને લાલ રંગના વેલવેટ બૉક્સમાં આપવામાં આવશે તો બીજી બાજુ 500ના ચાંદીના સિક્કાને વાદળી રંગના વેલવેટ બોક્સમાં વેચવામાં આવશે. 

sports Cricket ICC World Cup 2019 Government
Loading...

જોવા જેવું વધુ જુઓ

ચૂંટણી / પરિણામ બાદ આ બેંકોનો થઇ શકે છે વિલય, તમારી પર પડશે અસર

પરિણામ બાદ આ બેંકોનો થઇ શકે છે વિલય, તમારી પર પડશે અસર

23 મે લોકસભા ચૂંટણીની મતગણતરી છે નવી સરકાર બન્યા બાદ ભારતના બેકિંગ સેક્ટરમાં એક મોટો ફેરફાર થઇ શકે છે. નવી સરકાર ત્રણ મહિનાની અંદર જ દેશની ચાર મોટી બેંકનો વિલય કરી શકે છે. ચલો જાણીએ એ કઇ બેંકો છે અને એનાથી તમારી પર શું અસર પડશે.

વાસ્તવમાં નવી સરકાર પંજાબ નેશનલ બેંકમાં ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ, આંધ્રા બેંક અને અલ્હાબાદ બેંકને સામેલ કરી શકે છે. એનાથી આ ચાર બેંકોના ગ્રાહકોને સીધી અસર પડશે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ બેંકોની વિલય પ્રક્રિયા આવતા 3 મહિનામાં પૂરી થઇ જશે. આ પહેલા બેંક ઓફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકનો વિલય થયો હતો. આ વિલયથી દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક અસ્તિત્વમાં આવી હતી. તો બીજી બાજુ ભારતીય સ્ટેટ બેંકમાં પણ પાંચ સહયોગી બેંકોનું મર્જર થઇ ચુક્યું છે. 

હવે તમે એવું વિચારી રહ્યા હશો કે જે લોકોના ખાતા અલ્હાબાદ બેંક, ઓબીસી, આંધ્ર બેંક અને પીએનબીમાં છે, એમની પર એ વિલયની શું અસર થશે. જણાવી દઇએ કે એવા ગ્રાહકો પર કોઇ ખાસ અસર પડશે નહીં. આ વિલય બાદ એમને નવી ચેકબુક, પાસબુક વગેરે બનાવવા પડશે અને ગ્રાહકોનું એટીએમ અને પાસબુક નવી રીતે અપડેટ હશે. 

આ સાથે જ તમને જણાવી દઇએ કે તમે જો આ બેંકો પાસેથી લોન લઇ રાખી છે તો તમારી ઇએમઆઇ પહેલાની જેમ જારી રહેશે. જો કે સરકારે અત્યાર સુધી આ વિલયની પુષ્ટિ કરી નથી. પરંતુ કેન્દ્ર સરકારનું માનવું છે કે જેટલી ઓછી બેંક હશે, કામકાજ એટલા સારા થશે. 
 

business Bank oriental bank of commerce Punjab national bank allahabad bank andhra bank Lok Sabha Election 2019 OBC Bank
Loading...

જોવા જેવું વધુ જુઓ

બિઝનેસ / વાહનચાલકો માટે માઠા સમાચાર, ચૂંટણી બાદ આ ખર્ચમાં થઇ શકે છે વધારો

વાહનચાલકો માટે માઠા સમાચાર, ચૂંટણી બાદ આ ખર્ચમાં થઇ શકે છે વધારો

ભારતીય વીમા નિયામક તથા વિકાસ પ્રાધિકરણ (IRDA) એ ગાડીઓ તથા દ્વીચક્રી વાહનો માટે થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં વધારો કરવાનો પ્રસ્તાવ લાવ્યું છે. જો કે, જેમણે ગતવર્ષ અથવા છેલ્લા પાંચ વર્ષમાં પોલિસી લીધેલ હોય તેમના માટે આ નિયમ લાગુ પડશે નહીં.

ગાડીઓના પ્રીમિયમમાં બદલાવ માટેનો છે આ પ્રસ્તાવ
ઇરડાના પ્રસ્તાવ મુજબ, 1000 સીસીથી ઓછી ક્ષમતા ધરાવતી ગાડીઓના થર્ડ પાર્ટી વીમાનું પ્રીમિયમ 2,120 રૂપિયા કરી દેવામાં આવે. પહેલા આ વીમાનું પ્રીમિયમ 1,850 હતુ. આ સાથે જ 1000 સીસી અને 1500 સીસીની વચ્ચેની ક્ષમતા ધરાવતી કારનું પ્રીમિયમમાં બદલાવનો પ્રસ્તાવ છે. ઇરડાના જણાવ્યા મુજબ તે 2,863થી વધારીને 3300 રૂપિયા કરવામાં આવે. જો કે, 1500 સીસીથી વધારેની ક્ષમતા ધરાવતી કારના થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. 

ટુ-વ્હિલરના થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં કરાયો આવો ફેરફાર
ઇરડાના પ્રસ્તાવ મુજબ 75-CCથી ઓછી ક્ષમતાવાળા ટુ-વ્હિલરનું થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ 427થી વધારીને 482 કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. તેની સાથે જ 75થી 350-CC સુધીના ટુ-વ્હિલરનું પણ વીમા પ્રીમિયમ વધારવનો પ્રસ્તાવ મૂક્યો છે. 

પરંતુ 350-CCથી વધારે કેપેસિટીવાળી સુપરબાઇકનું થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ વધશે નહીં.  એક કરતા વધારે વર્ષનું થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લઇ શકાશે. વીમા નિયામક ઇરડાએ એક વખતના સિંગલ પ્રીમિમય રેટમાં નવી કાર માટે 3 વર્ષ અને નવા ટુ-વ્હિલર્સ માટે 5 વર્ષનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, 1500 સીસીના એન્જીનથી વધારેની ક્ષમતા ધરાવતી લક્ઝરી ગાડીઓના પ્રીમિયમમાં કોઇપણ પ્રકારના બદલાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હાલમાં તે 7,890 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

IRDA Business News Insurance Vehicles Third Party Insurance
Loading...

જોવા જેવું વધુ જુઓ

પ્રસ્તાવ / કાર-બાઇક ચલાવવું થશે મોંઘુ, વધી શકે છે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ

કાર-બાઇક ચલાવવું થશે મોંઘુ, વધી શકે છે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ

ભારતીય બીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDA)એ ગાડીઓ અને ટુ વ્હીવર વાહનોનો થર્ડ પાર્ટી પ્રીમિયમમાં વધારો કરવાનો પ્રસ્તાવ કર્યો છે. જો કે જે લોકોએ છેલ્લા 3 અથવા પાંચ વર્ષની પોલિસી લીધી છે, એમાં ફેરફાર થશે નહીં .

કારોના પ્રીમિયમમાં ફેરફારનો આ છે પ્રસ્તાવ 
ઇરડાના પ્રસ્તાવ અનુસાર 1000 સીસીથી ઓછી ક્ષમતાની ગાડીઓનો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ 2120 રૂપિયા કરી દેવામાં આવશે. પહેલા આ 1850 રૂપિયા હતું. આ પ્રકાપે 1000 સીસી અને 1500 સીસીની વચ્ચે પડતી ગાડીઓના પ્રીમિયમમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ છે. ઇરડા પ્રમાણે આ 2863 રૂપિયા વધીને 3300 રૂપિયા કરી દેવા જોઇએ, તો બીજી બાજુ 1500 સીસીથી વધારે ક્ષમતા વાળી ગાડીનો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં ફેરફારનો પ્રસ્તાવ નથી. 

ટુ વ્હીલર વાહનોના પ્રીમિયમમાં ફેરફારનો આ છે પ્રસ્તાવ 
પ્રસ્તાવ પ્રમાણે, 75 સીસીવાળા ટુ વ્હીલસ માટે થર્ડ પાર્ટી પ્રીમિયમ 427 રૂપિયાથી વધારીને 482 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. સાથે જ 75 સીસીથી લઇને 350 સીસી માટે વધારાનો પ્રસ્તાવ કરાયો છે. પરંતુ 350થી વધુ ક્ષમતા ધરાવતી સુપરબાઇક માટે કોઇ બદલાવનો પ્રસ્તાવ કરાયો નથી. ડ્રાફ્ટ અનુસાર, સિંગલ પ્રીમિયમ રેટમાં પણ કોઇ ફેરફાર કરવામાં નહીં આવે. નવી કાર માટે સિંગલ પ્રીમિયમ રેટ 3 વર્ષ માટે અને નવા ટૂ વ્હીલર્સ માટે 5 વર્ષ છે.

જણાવી દઇએ કે 1500 સીસીના એન્જીનથી વધારે ક્ષમતા વાળી લક્ઝરી ગાડીઓના પ્રીમિયમમાં બદલાવનો કોઇ પ્રસ્તાવ કરવામાં આવ્યો નથી. હાલના સમયમાં આ 7890 રૂપિયા છે. જ્યાં સુધી નવા દર લાગૂ ના થઇ જાય, ત્યાં સુધી પ્રીમિયમના નવા દર લાગૂ થશે. 

business Insurance Premium IRDA Cars
Loading...

જોવા જેવું વધુ જુઓ

Pages

Subscribe to RSS - Business
બ્રેકિંગ ન્યૂઝ