સતત ત્રણ વિજય મેળવીને આઇપીએલ-10માં ધમાકેદાર પુનરાગમન કરનારી પૂણે સુપરજાયન્ટ્સની ટીમ ઘરઆંગણે આજે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. સ્મિથની કેપ્ટન્સી હેઠળની પૂણેની ટીમની આઇપીએલમાં આ આખરી સિઝન છે અને તેઓ હાલ ટોચની ચાર ટીમોમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સને તેમની ગુમાવેલી લયને પાછી મેળવવાની આશા છે. પૂણેમાં આ મુકાબલો રાત્રે 8.00 વાગ્યાથી શરુ થશે. સિઝનની વિજયી શરૃઆત કર્યા બાદ પૂણેની ટીમને સતત હારનો સામનો કરવો પડયો હતો જેના કારણે તેઓ પોઈન્ટ ટેબલમાં સૌથી નબળી ટીમોની સાથે ધકેલાઈ ગઈ હતી.