ઝાયડસ કેડિલાની વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. પ્રથમ DNA બેઝ્ડ વેક્સિનની ટેક્નોલોજી ભારત સહિત અન્ય દેશોમાં આપવામાં આવશે
ઝાયડસના MD ડો.શર્વિલ પટેલનું નિવેદન
12-17 વર્ષના બાળકો માટે પ્રથમ વેક્સિનઃ ઝાયડસ
0, 28, 56 માં દિવસે ડોઝ આપવામાં આવશેઃઝાયડસ
ઝાયડસના MD ડો.શર્વિલ પટેલે વેક્સિનના ઉપલબ્ધ અને ઉત્પાદિત ડોઝથી લઈ બાળકોને વેક્સિનની વાત સુધી મહત્વની વાત વીટીવી સાથે શેર કરી છે.મહત્વનું છે કે ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની 3 ડોઝ વાળી કોરોના વેક્સિનને મોદી સરકારે મંજૂરી આપી છે. આ વેક્સિનનું નામ ZyCov-D છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની એક્સપર્ટ કમિટીએ શુક્રવારે આ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.
ZyCov-D વેક્સિન બાળકોને અપાશે?
વીટીવીએ કરેલા મહત્વના સવાલનો ઝાયડસના MD ડો.શર્વિલ પટેલ જવાબ આપતા કહ્યું કે હા, ZyCov-D વેક્સિન બાળકોને આપી શકાય છે. 12-17 વર્ષના બાળકો માટેઆ પ્રથમ વેક્સિન છે. મહત્વનું છે કે અત્યાર સુધી બાળકો કોરોના વેકસીનથી વંચિત હતા. ઘણા સમયથી પરિવારોમાં બાળકોના વેક્સિનની રાહ જોવાઈ રહી હતી. જેનરિક કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડે ZyCoV-Dના ઈમરજન્સી ઉપયોગ માટે ગત 1 જુલાઈના રોજ મંજૂરી માટે અરજી કરી હતી. આ અરજી 28 હજાર વોલેન્ટિયર્સ પર કરવામાં આવેલ અંતિમ તબક્કાના ટ્રાયલના આધારે કરવામાં આવી હતી. વેક્સિનની અસરકારકતા 66.6 ટકા સામે આવી છે. ઝાયડસ ગ્રુપના દાવા પ્રમાણે આ વેક્સિન 12થી 17 વર્ષના બાળકો માટે પણ સંપૂર્ણ સુરક્ષિત છે.પ્રારંભિક અંદાજ મુજબ વેક્સિન બાદ બાળકોમાં એન્ટિબોડી વયસ્કો કરતાં વધુ જોવા મળી છે.વેક્સિનની કોઈ ગંભીર આડઅસર જોવા મળી ટ્રાયલમાં જોવા મળી નથી.
ઝાયડસના MD ડો.શર્વિલ પટેલે ભવિષ્યના આયોજન વિશે વાત કહી
ZyCov-D વેક્સિન અંગે મહત્વની વાત કરતાં ઝાયડસના MD ડો.શર્વિલ પટેલે જણાવ્યું કે વેક્સિનના ત્રણ ડોઝ બે મહિનાના સમયમાં અપાશે, 0, 28, 56 માં દિવસે ડોઝનો સમય રહેશે. સરકાર અને ખાનગી ક્ષેત્રને વેક્સિન આપવયનું આયોજન છે જેમાં ઓક્ટોબર મહિનાથી 1 કરોડ ડોઝ, તો 3-5 કરોડ ડોઝ જાન્યુઆરી અંત સુધીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે જે માટે 6-8 મહિનાનું રો મટીરીયલ કંપની પાસે હોવાનો પણ ખૂલસો કર્યો છે. ઝાયડસ ગ્રુપે આ વેક્સિન માટે અત્યાર સુધીમાં રુ. 500 કરોડનું રોકાણ કર્યું છે. સાથે બાળકો માટેની પ્રથમ વેક્સિન હોવાથી ટેક્નોલોજી ભારતમાં અને અન્ય દેશોમાં આપવામાં આવશે તેવી પણ વાત કરી હતી. વધુ ઝડપથી વેક્સિન બજારમાં પહોંચે તે માટે ઝડપી અને સરળ સપ્લાયનું આયોજન પણ કર્યુ છે. વેક્સિન કિંમત અંગે હજુ સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી.
વિશ્વની આવી પહેલી વેક્સિન કેવી રીતે ?
ઝાયકોવ-ડી એ એક પ્લાઝમિડ ડીએનએ વેક્સિન છે જે વાયરસના જીનેટિક્સનાં આધારે વિકસાવવામાં આવી છે. આમાં વપરાતા જીનેટિક ડીએનએ અણુઓ પોતે ફેલાઈ શકતા નથી, જેને પ્લાઝમિડ કહેવામાં આવે છે. વેક્સિન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્લાઝમિડમાં કોડિંગ હોય છે જે શરીરને કોરોના જેવા સ્પાઇક પ્રોટીન બનાવવા માટે નિર્દેશ આપે છે. આમ ZyCov-D રસી વિશ્વની સૌપ્રથમ રસી છે જેમાં એક પ્લાઝમિડ ડીએનએનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.
ઝાયડસની વેક્સિનની અસરકારતા કેટલી?
ગત 1 જુલાઈના રોજ મંજૂરી માટે અરજી કરી હતી. આ અરજી 28 હજાર વોલેન્ટિયર્સ પર કરવામાં આવેલ અંતિમ તબક્કાના ટ્રાયલના આધારે કરવામાં આવી હતી. વેક્સિનની અસરકારકતા 66.6 ટકા સામે આવી છે. એવુ પણ કહેવામાં આવે છે કે, આ વેક્સિન 12થી 18 વર્ષના લોકો માટે પણ સંપૂર્ણ સુરક્ષિત છે.