બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / zydus cadila to submit additional data on its covid 19 vaccine to dcgi on friday

ગુડ ન્યૂઝ / ગુજરાતની આ દવા કંપનીએ બનાવેલી કોરોના વેક્સિનને ટૂંક સમયમાં મળી શકે મંજૂરી, જાણો કેટલા ટકા છે અસરકારક

Bhushita

Last Updated: 07:39 AM, 23 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રગ રેગ્યુલેટરે પહેલા ઝાયડસ કેડિલાને ZyCov-D ની સુરક્ષા સંબંધિત ડેટા રજૂ કરવા કહ્યું હતું. કંપની આજે DCGIને ડેટા આપશે અને જલ્દી મંજૂરી મેળવી શકે છે.

  • અમદાવાદની આ દવા કંપનીને જલ્દી મળી શકે છે કોરોના વેક્સિનની મંજૂરી
  • જાણો કયા કેસમાં વેક્સિન રહેશે કેટલી અસરકારક
  • ઝાયડસ કેડિલા કંપની આજે DCGIને ડેટા આપશે 

અમદાવાદની દવા કંપની  Zydus Cadila પોતાની કોરોના વેક્સિન ZyCov-D પર આજે 23 જુલાઈએ  DCGIને ડેટા સોંપશે. મળતી માહિતી અનુસાર  ડ્રગ રેગ્યુલેટરે પહેલા ઝાયડસ કેડિલાને  ZyCov-D ની ઈમ્યુનોજેનેસિટી અને સુરક્ષાને લઈને વધારે ડેટા રજૂ કરવા કહ્યું હતું જેના આધારે આજે માનવ ઉપયોગ માટે દુનિયાનું પહેલું પ્લાસ્મિડ ડીએનએ વેક્સિન બનવા માટે કંપની તૈયાર છે.  

ક્યાં સુધીમાં મળી  શકે છે મંજૂરી
મળતી માહિતી અનુસાર  DCGIની સમિતિ આ ડેટાની તપાસ કરશે અને સાથે જો પરિણામ સંતોષજનક હશે તો ઓગસ્ટ મહિનાના અંતમાં વેક્સિનને મંજૂરી મળી શકે છે. ઝાયડસ કેડિલાએ પહેલા પણ કહ્યું હતું કે તે મંજૂરી મળ્યા બાદના 2 મહિનામાં વેક્સિન લોન્ચ કરી શકશે. ફાર્માસ્યુટિકલ ફર્મે 1 જુલાઈએ 3 ડોઝ ડીએનએ વેક્સિનને માટે ઈમરજન્સી યૂઝ માટે બનાવવાની અરજી કરી હતી.  
 
શું છે કંપનીનો વેક્સિનની અસરકારકતાને લઈને દાવો
ઝાયડસનો દાવો છે કે તેની વેક્સિન લક્ષણો વાળા દર્દીઓ પર 66.6 ટકા અસરકારક રહેશે. આ સિવાય સામાન્ય લક્ષણોના દર્દી પર 100 ટકા પ્રભાવી રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ વેક્સિન 12-18 વર્ષના લોકો પર પ્રભાવી છે. તેના ટ્રાયલ ડેટાની સમીક્ષા કરાઈ નથી. 
 


ભારતની બીજી વેક્સિન કંપની હશે ઝાયડસ કેડિલા
જો ઝાયડસની વેક્સિનને મંજૂરી મળે છે તો આ ભારતની બીજી સ્વદેશી વેક્સિન હશે અને તેમાં ઉપયોગ માટે પાંચમી વેક્સિન હશે. ભારત પહેલા મોર્ડના, એસ્ટ્રાજેનેકા અને પાર્ટનર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, ભારત બાયોટેક અને રશિયાની ગામાલેયા ઈન્સ્ટીટ્યૂટથી વેક્સિનને મંજૂરી મેળવી ચૂક્યું છે.  

કેટલા તાપમાને વેક્સિન રહેશે સુરક્ષિત
ZyCov-D જેને બાયોટેક્નોલોજી વિભાગ અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદની સાથે ભાગીદારીમાં વિકસિત કરાઈ છે. તેને 2-8 ડિગ્રી અને 25 ડિગ્રી સેલ્સિયસના તાપમાને 3 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. મંજૂરી મળ્યા બાદ તેને વિશેષ સોયથી આપવામાં આવશે.   
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Permisson ZyCoV-D data vaccine zydus cadila અસરકારક ઝાયડસ કેડિલા ડેટા મંજૂરી વેક્સિન zydus cadila to submit additional data on its covid 19 vaccine
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ