zydus cadila agrees to reduce its covid ZyCov-D vaccine price
કોવિડ વેક્સિન /
ગુજરાતની Zydus Cadila કોરોના વેક્સિનના ભાવ ઘટાડવા થઇ રાજી!, 12થી 18 વર્ષના બાળકોને પણ લગાવી શકાશે
Team VTV08:53 PM, 31 Oct 21
| Updated: 08:55 PM, 31 Oct 21
ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલા કોરોના વેક્સિનની કિંમત 265 રૂપિયા પ્રતિ ડોઝ ઘટાડવા પર રાજી થઇ ગયું છે પરંતુ આના પર અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. સૂત્રો દ્વારા આની માહિતી મળી છે.
Zydus Cadila કોરોના વેક્સિનની કિંમત ઘટાડવા માટે થયું રાજી
કેડિલાની વેક્સીન આપવા માટે સોયનો ઉપયોગ નહીં થાય
Zydus Cadilaની ZyCov-D વેક્સિનના લેવા પડશે 3 ડોઝ
12થી 18 વર્ષની ઉંમરના બાળકોને પણ લગાવી શકાશે આ વેક્સિન
સમાચાર એજન્સી PTIને સૂત્રોએ જણાવ્યું કે, કંપની અને સરકાર વચ્ચે વાતચીત બાદ પ્રતિ ડોઝની કિંમત ઘટાડવા પર 358 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં 93 રૂપિયાનો એક ડિસ્પોઝેબલ જેટ એપ્લીકેટરના ભાવ પણ સામેલ છે.
3 ડોઝ માટે કિંમત 1900 રૂપિયા થયા હતા નક્કી
જોકે, સોઈ-મુક્ત ZyCov-D વેક્સિનના ડોઝ માટે 93 રૂપિયાનો એક ડિસ્પોઝેબલ દુખાવા રહીત જેટ એપ્લીકેટરની જરૂર હોય છે. એટલે કે હવે વેક્સીનના એક ડોઝની કિંમત 358(265+93) રૂપિયા હશે. જણાવી દઇએ કે, પહેલા કંપનીએ 3 ડોઝ માટે 1900 રૂપિયાની કિંમતનો પ્રસ્તાવ આપ્યો હતો.
ત્યારે, આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય નેશનલ ટેક્નીકલ એડવાયઝરી ગ્રુપ આન ઇમ્યુનાઇઝેશન(NTAGI)ની અપીલ રાહ જોઇ રહ્યું છે. આ ગ્રુપ આ ડોઝને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવાને લઇને વિચાર કરી રહ્યું છે. આ માટે ફાયદકારક છે, કારણ કે આ 12થી 18 વર્ષની ઉંમરના બાળકોને પણ લગાવી શકાશે, જેમના માટે કોઈ વેક્સીન નથી.
3 ડોઝ આ રીતે અપાશે
જૉયકોવ ડીના 3 ડોઝ લાગશે. પહેલા ડોઝના 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે અને 56 દિવસ બાદ ત્રીજો ડોઝ અપાશે. સૂત્રોએ જણાવ્યું કે, કિંમતને લઇને સરકાર અને કંપની વચ્ચે અત્યાર સુધીમાં ત્રીજા તબક્કાની ચર્ચા થઇ ચૂકી છે. છેલ્લે ગુરૂવારે ચર્ચા થઇ હતી.