DELL બાદ હવે Zoom, ebay, boeing જેવી કંપનીઓએ પણ પોતાના કર્મચારીઓની છટણી કરવાનો મોટો નિર્ણય લીધો છે.
DELL બાદ હવે Zoom કરશે કર્મચારીઓની છટણી
Boeing- ebay પણ લિસ્ટમાં શામેલ
મંદીના લીધે કંપનીઓ પર પડી રહી છે આર્થિક અસર
મંદીનાં સમયમાં આજકાલ મોટી-મોટી કંપનીઓ છટણી કરી રહી છએ ત્યારે DELL બાદ હવે Zoom, ebay, boeing જેવી કંપનીઓએ પણ પોતાના કર્મચારીઓની છટણી કરવાનો મોટો નિર્ણય લીધો છે. 2022ની વાત કરીએ તો ફેસબુક, ગૂગલ, એમેઝોન, અલીબાબા, ટ્વિટર જેવી અનેક કંપનીઓ છટણી કરી ચૂકી છે.
Zoom કરશે 1500 કર્મચારીઓની છટણી
Dell બાદ છટણીની લિસ્ટ ઝૂમ કંપની પણ જાહેર કરી રહી છે. ઝૂમે હાલમાં જ પોતાની વર્કફોર્સમાંથી 15% એટલે કે 1500 કર્મચારીઓની છટણી કરવાનું એલાન કર્યું છે. ઝૂમે આ છટણીની જાણકારી પોતાની વેબસાઈટ પર પોસ્ટ બ્લોગની મદદથી શેર કરી હતી.
Zoomનાં CEOએ બ્લોગ પોસ્ટમાં આપી માહિતી
આ કંપનીનાં CEO એરિક યુઆને આ બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર દુનિયા કેદમાં હતી ત્યારે લોકોએ ઝૂમ સર્વિસનો અઢળક ઉપયોગ કર્યો હતો. પરંતુ મહામારી બાદ દુનિયાભરમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. તેવામાં અનેક કંપનીઓ આ નવા માહોલમાં પોતાને ઢાળવાનાં પ્રયાસો કરી રહી છે.
Boeing- ebay પણ લિસ્ટમાં શામેલ
ડેલ અને ઝૂ્મની સાથે અમેરિકી ઈ-કોમર્સ ઈબે કંપનીએ પણ સેંકડો કર્મચારીઓને બહાર કરવાની લિસ્ટ તૈયાર કરી લીધી છે. રિપોર્ટ અનુસાર ઈબે કંપની આશરે 500 કર્મચારીઓની છટણી કરશે. ebayનાં CEO જેમી ઈયાનોને કર્મચારીઓને મેસેજ મોકલીને layoffનાં વિશે માહિતી આપી હતી. આ સિવાય અમેરિકી મલ્ટીનેશનલ કંપની Boeing પણ પોતાના 2000 કર્મચારીઓને નોકરીમુક્ત કરશે. કંપની ફાઈનાન્સ અને હ્યૂમન રિસોર્સ ડિપાર્ટમેન્ટનાં કેટલાક કર્મચારીઓને નિકાળવાની તૈયારીમાં છે.
Dell પણ કરશે છટણી
એક રિપોર્ટ અનુસાર ડેલ કંપની 6,650 કર્મચારીઓને નિકાળવાની તૈયારીમાં છે. આ છટણી બાદ Dellમાં લગભગ 39000 કર્મચારીઓ બચશે. આ છટણી તેમના ગ્લોબલ વર્કફોર્સમાં કરવામાં આવશે. કંપનીએ છટણી પહેલાં કોસ્ટ કટિંગ કરવા માટે નવી હાયરિંગ ફ્રિઝ કરવાનો નિર્ણય કર્યો છે.