ઉજવણી /
દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ 1 પર આઉટ, સૌરાષ્ટ્રમાં BJPએ કર્યો કમાલ: ઝોન પ્રમાણે જુઓ અંતિમ પરિણામ
Team VTV07:15 PM, 08 Dec 22
| Updated: 07:31 PM, 08 Dec 22
182 બેઠકો પરથી 156 સીટ પર ભાજપ જ્યારે કોંગ્રેસ 17 બેઠક અને AAPએ 5 બેઠક પર જીત હાંસલ કરી
ગુજરાતમાં ઝોન પ્રમાણે પરિણામ
2017માં જ્યાં કોંગ્રેસનો પંજો પડ્યો હતો તે ભૂસી નાખ્યો
ગુજરાતમાં AAP 'હવા થઈ' ગઈ
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ ઈતિહાસ લખાયા છે. ભાજપે ભૂતકાળમાં કોંગ્રેસની સૌથી વધુ બેઠકો 149નો રેકોર્ડતોડી 156 સીટ સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ સાથે જ ભાજપે અત્યારસુધીના તમામ સરકારો જેટલી બેઠકો જીતી તેના રેકોર્ડપણ તોડી નાખ્યા છે. બીજી તરફ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ રહી ચૂકેલા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભાજપે વિજય પરચમ લહેરાવ્યો છે. 182 બેઠકો પરથી 156 સીટ પર ભાજપ જ્યારે કોંગ્રેસ 17 બેઠક અને AAPએ 5 બેઠક પર જીત મેળવી છે