બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:30 PM, 17 January 2025
ઝોમેટોના CEO દીપિન્દર ગોયલે તાજેતરમાં જ જાહેરમાં માફી માંગી છે. તેમને શાકાહારી ફૂડ પર વધારાની ફી વસૂલવાના મુદ્દા પર માફી માંગી છે. આ મુદ્દો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક લિંક્ડઇન યુઝરે આ વિશે ફરિયાદ કરી હતી. બાદમાં ગોયલે તાત્કાલિક રિપ્લાય આપીને વચન આપ્યું હતું કે એક્સ્ટ્રા ફી તરત જ દૂર કરવામાં આવશે.
ADVERTISEMENT
આ વિવાદ ત્યારે થયો જ્યારે રૂટ ટુ માર્કેટમાં ઈ-કોમર્સના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ રોહિત રંજને લિંક્ડઈન પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમને લખ્યું હતું કે, "ભારતમાં શાકાહારી ફૂડનો ઓર્ડર આપવો હવે લક્ઝરી ટેક્સ બની ગયો છે. ભારતમાં શાકાહારી હોવું હવે એક અભિશાપ બની ગયું છે. ઝોમેટોના તાજેતરનું પગલું 'વેજીટેરીયન ફ્લિટ' માટે એક્સ્ટ્રા ફીએ આપણને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં બદલી દીધા છે. તો મારા દરેક શાકાહારી મિત્રો, તૈયાર થઈ જાઓ! આપણે 'ગ્રીન અને હેલ્થી' થી બની ગયા છીએ. ગ્રીન અને મોંઘા'. ધન્યવાદ ઝોમેટો, જેમને ફરીથી સાબીત કર્યું કે શાકાહારી હોવું હવે એક લક્ઝરી ટેક્સ છે"
ADVERTISEMENT
ઝોમેટોના CEO દીપિન્દર ગોયલે તરત જ રંજનની પોસ્ટનો જવાબ આપ્યો અને માફી માંગી. તેમને લખ્યું, "આ અમારા તરફથી મૂર્ખામી હતી. હું એના માટે માફી માંગુ છુ. આ ફી આજે જ હટાવી દેવામાં આવશે. અમે અમારી ટીમમાં જે સુધાર કરવાનો કહ્યું છે તેને જલ્દી જ કરીશું. જેથી આવી ભૂલ ફરીથી ન થાય."
રંજને દીપિન્દર ગોયલના રિપ્લાય માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે, "એક વાર ફરીથી આભાર કે તમે અમને બચાવ્યા. ! આ સફર દરમિયાન મને સૌથી આશ્ચર્યજનક બાબત એ લાગી કે આ વિચારને અમલમાં મૂકવા અને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી અનુમોદન પ્રાપ્ત કરવામાં સફળતા". આ વાતચીત પર લોકોની ખૂબ પ્રતિક્રિયાઓ આવી હતી.
આ મામલે ઝોમેટોના ઝડપી પ્રતિક્રિયા અને માફીથી કંપનીની છબી મહદ અંશે સુધારવાનું કામ કર્યું છે. ભારતમાં શાકાહારી ગ્રાહકોની સંખ્યા ખૂબ મોટી છે જેથી આવી બાબતો ગ્રાહકોને અસર કરી શકે છે. કેમ કે ગોયલે આ બાબતને ગંભીરતાથી લીધી અને તેને તાત્કાલિક સુધારવાનું વચન આપ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.