ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોએ શનીવારે કહ્યું કે તે પોતાની મહિલા અને ટ્રાંસજેન્ડર કર્મચારીઓને દર વર્ષે 10 દિવસની પિરીયડ્સ લીવ આપશે. આ વિશે ઝોમેટોના સીઇઓએ કર્મચારીઓને ઇમેઇલ પર જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આપણે ભરોસો, સત્ય અને સ્વિકૃતિની સંસ્કૃતિને આગળ વધારવી જોઇએ.
પિરીયડ્સ લીવનું કલ્ચર થશે લાગૂ
ઝોમેટોએ કર્યો મહત્વનો નિર્ણય
મહિલાઓ માટે કર્યુ આયોજન
તેમણે જણાવ્યું કે પિરીયડ માટે લીવ લેવામાં કોઇ પણ પ્રકારની શરમ ન રાખવી જોઇએ. 2008માં શરૂ થયેલી કંપની ઝોમેટો હવે દેશની દિગ્ગજ કંપનીઓમાંની એક બની ગઇ છે. હાલ 5 હજારથી વધુ લોકો ઝોમેટોમાં કામ કરી રહ્યાં છે.
ગોયલે કહ્યું તમે ઇન્ટરનલ ગ્રુપ અથવા ઇમેઇલ પર કહી શકો છો કે તમે પિરીયડ લીવ માટે એપ્લાય કર્યુ છે. સાથે જ તેમણે કહ્યું કે, પુરુષ કર્મચારીઓને ખબર પડે કે તેમની મહિલા કર્મચારીને પિરીયડ્સ આવ્યા છે તો તેમના તરફથી કોઇ પણ પ્રકારની અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ. મહિલાઓને આ દિવસોમાં ઘણી તકલીફો થતી હોય છે તેમને સારુ ફીલ કરાવવું બીજા સ્ટાફના હાથમાં છે.
એક વર્ષમાં 14 મેન્સ્ટ્રુએશન સાયકલ હોય છે તો 10 રજા જ કેમ, કારણકે ઝોમેટોએ વિકેન્ડને ધ્યાનમાં રાખીને 10 રજાઓ માન્ય રાખવામાં આવી છે.
પિરીયડ્સ વખતે 1 દિવસની રજા આપવામાં આવશે.
પિરીયડ લીવ એપ્લાય કરતી વખતે કોઇ પણ પ્રકારની શરમ ન અનુભવવી જોઇએ.
જો કોઇ પોતાની મહિલા સહકર્મીને પ્રતાડિત કરે છે તો તુરંત જ વિભાગને જાણકારી આપવામાં આવે.
તેમણે કહ્યું કે આ સિસ્ટમને લાગૂ કરવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે એક ઇનક્લુસિવ વર્ક કલ્ચર વધે, મહિલાઓ પણ તે વાતનું ધ્યાન રાખે કે આ રજાનો ખોટો ફાયદો ન ઉઠાવે.