બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:35 PM, 10 September 2024
આ ઈન્ટરનેટના જમાનામાં દરેક કામ સરળ થઈ રહ્યા છે. તમને ખબર જ હશે કે હવે હોટલમાંથી ભોજન મંગાવવું પણ એકદમ સરળ થઈ ગયું છે. આજના સમયમાં Zomato, Swiggy જેવી ઘણી એપ લગભગ દરેક મોબાઈલ ફોનમાં જોવા મળે છે. આ એટલા માટે પણ છે કારણ કે તેની મદદથી મનપસંદ રેસ્ટોરન્ટનું ભોજન એક ક્લિક પર સીધું ઘરે જ પહોંચાડવામાં આવી રહ્યું છે. હવે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સૌથી મોટી ભૂમિકા ડિલિવરી બોયની છે, જેઓ રેસ્ટોરન્ટમાંથી ફૂડ તમારા ઘરે લાવે છે.
ADVERTISEMENT
હવે દરેકને પ્રશ્ન એ છે કે આખો દિવસ શહેરમાં ફરતા આ ડિલિવરી બોય કેટલી કમાણી કરે છે? થોડા દિવસો પહેલા એક યુટ્યુબ ચેનલે આવા જ કેટલાક ડિલિવરી બોય સાથે વાત કરી હતી. જ્યારે વાતચીત દરમિયાન પગાર કે કમાણીનો મુદ્દો આવ્યો ત્યારે આસપાસ ઉભેલા લોકો પણ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તે કેટલી કમાણી કરે છે તો જવાબ આવ્યો રૂ..1500થી રૂ.2000 એક દિવસમાં સરળતાથી કમાણી થશે. ત્યારબાદ એક અઠવાડિયામાં 10 હજાર-12 હજાર આરામથી કમાણી થઈ જશે. એટલે કે ડિલિવરી બોય મહિને રૂ. 40 થી 50 હજારની કમાણી કરે છે. એટલું જ નહીં તેણે ફોન પર કમાણીનો પુરાવો પણ આપ્યો.
ADVERTISEMENT
વધુ વાંચો : લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા કપલ પણ સુરક્ષાના હકદાર, હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય
અન્ય એક ડિલિવરી બોયે જણાવ્યું કે આ સિવાય તે ટિપ્સથી લગભગ 5 હજાર રૂપિયા કમાય છે અને જો તે વરસાદની સિઝનમાં ડિલિવરી કરે તો તેનાથી થોડું વધારે કમાય છે. ખાસ વાત એ છે કે ઘણા પ્લેટફોર્મ પર રકમ પહેલાથી જ નક્કી છે. જો કે, જો ડિલિવરી લાંબા અંતર પર થાય છે, તો પ્લેટફોર્મ કેટલીકવાર ઊંચી ફી વસૂલ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.