બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ત્રિમાસિક પરિણામોમાં Zomatoનો પ્રોફિટ થયો ડાઉન, તો આ કંપનીના શેર ધરાવનાર રોકાણકારોએ શું કરવું જોઈએ?
Last Updated: 05:05 PM, 20 January 2025
Zomato Q3 Results: ઝોમેટોએ ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે, પરંતુ તેમણે રોકાણકારોને નિરાશા આપી છે. કંપનીનો નફો ૫૭ ટકા ઘટીને માત્ર ૫૯ કરોડ રૂપિયા થયો છે.
ADVERTISEMENT
ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો લિમિટેડને ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં મોટો ઝટકો લાગ્યો છે. કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૫૯ કરોડનો ચોખ્ખો સંયુક્ત નફો મેળવ્યો છે. આ એક વર્ષ પહેલાના ૧૩૮ કરોડ રૂપિયાના નફા કરતા ૫૭ ટકા ઓછું છે. જ્યારે 20 જાન્યુઆરીએ બીએસઇ પર ઝોમેટોનો શેર 3.14 ટકાના ઘટાડા સાથે રૂ. 240.95 પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન તે તેના પાછલા બંધ ભાવ કરતા 8 ટકા ઘટ્યો.
ADVERTISEMENT
ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન કંપનીની કામગીરીમાંથી એકત્રિત આવક એક વર્ષ પહેલાની સરખામણીમાં 64 ટકા વધીને રૂ. 5,405 કરોડ થઈ છે. ગયા નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં તે 3288 કરોડ રૂપિયા હતું. ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન કંપનીનો કુલ ખર્ચ રૂ. ૫,૫૩૩ કરોડ નોંધાયો હતો, જે વાર્ષિક ધોરણે ૬૩.૫ ટકાનો વધારો દર્શાવે છે. એક વર્ષ પહેલા ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં તે 3383 કરોડ રૂપિયા હતું.
માર્કેટ કેપ ઘટીને રૂ. 232,525 કરોડ થઈ ગઈ
બીએસઇ પર ઝોમેટોનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ ₹304.50 છે અને 52 અઠવાડિયાનો સૌથી નીચો ભાવ ₹128.10 છે. કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. 232,525 કરોડ થઈ ગયું છે. આ શેરનો સર્વકાલીન ઉચ્ચતમ ભાવ રૂ. 304.50 છે અને સર્વકાલીન નીચો ભાવ રૂ. 40.55 છે.
ઝોમેટો શેર ભાવ હિસ્ટ્રી
જો આપણે ઝોમેટોના શેરના પ્રદર્શન પર નજર કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં 6.08 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં તેણે 14.51 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે. છેલ્લા 3 મહિનામાં 6.39 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે 13.33 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીએ 1,836.33 ટકા વળતર આપ્યું છે.
આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારની આ યોજનામાં કરો રોકાણ, આટલા મહિનામાં રૂપિયા થઈ જશે ડબલ
જેએમ ફાઇનાન્શિયલ્સે 'BUY' રેટિંગ આપ્યું
ઝોમેટોના તાજેતરના ઘટાડાને ધ્યાનમાં રાખીને પ્રશ્ન એ ઊભો થાય છે શેરધારકોએ શું કરવું જોઈએ?
તાજેતરમાં બ્રોકરેજ હાઉસ જેએમ ફાઇનાન્શિયલ્સે તેને રોકાણકારો માટે એક શ્રેષ્ઠ તક ગણાવી છે અને ઝોમેટોના શેરને 'BUY' રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ માને છે કે ઝોમેટોની લાંબા ગાળાની સંભાવનાઓ મજબૂત છે. બ્રોકરેજ દ્વારા ઝોમેટો માટે 300 રૂપિયાનો ટારગેટ પ્રાઇજ નક્કી કરવામાં આવ્યો છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.