Sunday, June 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રાશિ ભવિષ્ય: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 

રાશિ ભવિષ્ય: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 
મેષ:
જમીનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. લગ્નજીવન સુખમય રહે. પ્રવાસ શક્ય બને.

વૃષભ:
યાત્રાનું આયોજન શક્ય બની શકે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. કાર્યક્ષેત્રે નવી તક મળી શકે.

મિથુન:
વેપાર ક્ષેત્રે નવા સાહસ થઈ શકે. આવકનાં સ્રોત વધતાં જોવા મળે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. 

કર્ક:
અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. રોકાયેલાં નાણાં પરત મળી શકે છે. પ્રણય પ્રસંગોમાં સફળતા મળી શકે છે.

સિંહ:
આરોગ્ય સુખમય બની રહે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. રચનાત્મક કાર્યોમાં ભાગ લેવાનું થઈ શકે છે. 

કન્યા:
વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે. આરોગ્ય સુખમય બની રહે. લગ્નજીવન સુખમય બની રહે.

તુલા:
ચિંતા હળવી બની શકે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે.નોકરિયાત વર્ગને પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. 

વૃશ્ચિક:
લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી શક્ય બને. આર્થિક સ્થિતિ મજબૂત બને. વાહનની લે-વેચ શક્ય.

ધન:
કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. આવક વધે.

મકર:
અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે. યાત્રા-પ્રવાસ શક્ય બને. લાંબાગાળાનું રોકાણ વેપાર ક્ષેત્રે લાભદાયી બની શકે છે.

કુંભ:
નાણાકીય સ્થિતિ મજબૂત બને. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધી શકે છે.  

મીન:
 સ્થાવર મિલકતનાં પ્રશ્નો હલ થઈ શકે. વિદેશથી શુભ સમાચાર મળે. ભાગ્યોદયની તક મળી શકે છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ