બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / 'અસલી રૂપિયા તો ગુજ્જુ આગળ', જરોધાના નીતિન કામથે આંકડા કર્યા જાહેર, અમદાવાદને ટાંક્યું
Last Updated: 12:07 PM, 10 January 2025
Nithin Kamath : ટોચના સ્ટોક માર્કેટ ટ્રેડિંગ પ્લેટફોર્મ Zerodhaના સહ-સ્થાપક અને અબજોપતિ નીતિન કામથે ચોંકાવનારા આંકડા શેર કર્યા છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પ્લેટ્ફોર્મ એક્સ (પહેલા ટ્વિટર) પર આંકડા શેર કરતા તેમણે લખ્યું કે, દેશનો અસલી પૈસો ગુજ્જુઓ એટલે કે ગુજરાતીઓ પાસે છે. નીતિન કામથે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દેશમાં ઇક્વિટી ડિલિવરી ટ્રેડ્સ સંબંધિત ચોંકાવનારા આંકડા શેર કર્યા છે.
ADVERTISEMENT
તો શું ગુજરાતીઓ પાસે વધુ પૈસા ?
સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરતી વખતે Zerodha ના CEOએ જણાવ્યું હતું કે, કુલ નોંધાયેલા રોકાણકારોમાં ગુજરાતનો હિસ્સો માત્ર 8 ટકા છે અને આ હિસ્સો સતત ઘટી રહ્યો છે. આ સાથે કામથે એ પણ જાહેર કર્યું કે, કયા બે શહેરો ઇક્વિટી ડિલિવરી ટ્રેડમાં સૌથી વધુ યોગદાન આપે છે. એક સામાન્ય હકીકત છે કે, ગુજરાતમાં સૌથી વધુ ઉદ્યોગપતિઓ છે અહીંના ઉદ્યોગપતિઓ દેશમાં જ નહીં પણ વિશ્વમાં પણ સક્રિય છે. આ જ કારણ છે કે ગુજરાતીઓ કે ગુજ્જુઓ પાસે સૌથી વધુ પૈસા છે.
ADVERTISEMENT
કોનો હિસ્સો કેટલો ?
ઝેરોધાના કામથે તેના સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું, અમદાવાદ અને મુંબઈ ઇક્વિટી ડિલિવરી ટ્રેડમાં 80% હિસ્સો ધરાવે છે. આ સમજો. ખરેખર તો ખરા પૈસા તો ગુજરાતીઓ પાસે જ છે.
Ahmedabad and Mumbai account for 80% of equity delivery trades. Let that sink in. Essentially, the real money is with Gujjus 😬
— Nithin Kamath (@Nithin0dha) January 6, 2025
Btw, Gujarat accounts for just 8% of the total registered investors, and the share has been falling. pic.twitter.com/yljNeW8xfN
આ શહેરોના લોકોનો હિસ્સો શું છે?
Zerodhaના અબજોપતિ સ્થાપકે તેમની 'X' પોસ્ટમાં BSE, NSEના રોકડ સેગમેન્ટ પર ટર્નઓવરનો શહેર મુજબનો ડેટા શેર કર્યો છે. યાદીમાં પ્રસિદ્ધ થયેલા આંકડા મુજબ અમદાવાદ સૌથી આગળ છે અને ત્યાર બાદ બેંગલુરુ, વડોદરા, ભુવનેશ્વર, ચેન્નાઈ, એર્નાકુલમ, કોઈમ્બતુર, નવી દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદનો ક્રમ આવે છે. નીતિન કામથ દ્વારા શેર કરાયેલ આંકડાકીય માહિતી દર્શાવે છે કે, નવેમ્બર 2024માં મુંબઈએ 64.28% સાથે ઈક્વિટી ટ્રેડ ડિલિવરીમાં પ્રભુત્વ મેળવ્યું હતું, જ્યારે આ જ સમયગાળા દરમિયાન અમદાવાદનું યોગદાન 17.53% હતું.
વધુ વાંચો : શેર બજારમાં ઘટાડા પર બ્રેક, સેન્સેક્સ 221ના જમ્પ સાથે ખૂલ્યો, આ શેરોના રોકાણકારો ખુશ
અગાઉ સપ્ટેમ્બરમાં કામથે ગુજરાતની નોંધપાત્ર બજાર ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો ખાસ કરીને તેની પ્રભાવશાળી IPO સહભાગિતાને ધ્યાનમાં રાખીને વિશ્લેષણ દર્શાવે છે કે, ગુજરાત સ્થિત રિટેલ રોકાણકારોએ 39.3% રિટેલ કેટેગરીની ફાળવણી મેળવી હતી, ત્યારબાદ મહારાષ્ટ્ર અને રાજસ્થાન અનુક્રમે 13.5% અને 10.5% હતા. IPO સહભાગીઓનું ભૌગોલિક વિતરણ સૂચવે છે કે, લગભગ 70% રોકાણકારો ચાર પ્રાથમિક રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT