બ્રેકિંગ ન્યુઝ
Gayatri
Last Updated: 04:07 PM, 1 February 2020
ADVERTISEMENT
દેશનું અર્થતંત્ર હાલ સુસ્ત તબિયતમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આ ડગમતાં અર્થતંત્રને ટેકો આપવા માટે નાણામંત્રીએ ગામડાઓ અને ખેડૂતો પર ધ્યાન કેદ્રીય કર્યું છે. કૃષિમંત્રાલયે 2019-20ના બજેટમાં કિસાનસન્માન નિધિ માટે માટે 75હજાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા જ્યારે આ વર્ષે કૃષિમંત્રાલયને માત્ર 60 હજાર કરોડ રૂપિયા જ ફાળવ્યા છે.
ADVERTISEMENT
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં ગ્રાણીમ અર્થતંત્રને મજબૂત કરવા કેટલાક નિર્ણયો લીધા છે. કેવા છે આ નિર્ણયો અને આ પગલાં? 2022 સુધીમાં કઈ રીતે ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરાઈ રહ્યા છે પરંતુ આ દાવા માત્ર દાવા જ રહે છે કે ખેડૂતોને ખરેખર ફાયદો થાય છે તેતો આવનારો સમય જ કહેશે.
શું છે 16 સૂત્રીય યોજના?
1. દેશના કુલ 100 જિલ્લાઓમાં પાણીની વ્યવસ્થા સુલભ કરાવવામાં આવશે
2.પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ અંતર્ગત ખેતીમાં વપરાતા પમ્પને સોલર પમ્પ સાથે જોડવામાં આવશે
3.15 લાખ ખેડૂતોના ગ્રિડ પમ્પને પણ સોલાર એનર્જી સાથે જોડવામાં આવશે
4.જમીનની ફળદ્રુપતા વધારવા કુદરતી ખાતરના વપરાશને ઉત્તેજન અપાશે
5.વેયરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજને નાબાર્ડ હસ્તક લેવામાં આવશે અને નવેસરથી વિકસિત કરાશે
6.બીજ સાથે સંબંધિત યોજનાઓમાં મહિલા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે
7.જલ્દી ખરાબ થઈ જતી ચીજ-વસ્તુ માટે એરકન્ડિશન્ડ કિસાન રેલ કોચ શરૂ કરાશે
8.કૃષિ ઊડાન યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે નવા બજારોની શ~યતા ઊભી કરાશે
9.બાગાયત ઉત્પાદનના નિકાસ માટે જિલ્લા દીઠ એક નિકાસ કેદ્ર સ્થપાશે
10. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાને વર્ષ 2021માં ઉત્તેજન આપવામાં આવશે
11. માછલીઓની પ્રાપ્યતા માટે નવા વિસ્તારો વિકસાવવામાં આવશે
12.ખેડૂતોને અપાતી મદદને દીનદયાળ યોજના અંતર્ગત વધારવામાં આવશે
13. મધમાખી ઉછેર કેદ્રોને પ્રોત્સાહન આપવામાં આવશે.
14. મનરેગા અંતર્ગત દૂધાળા ઢોર માટેના ચારાને જોડવામાં આવશે.
15. બ્લુ ઈકોનોમિ દ્વારા માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવશે
16.પીપીપી મોડેલથી વેયરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું એ સાથે જ તેઓ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરાગાંધી બાદ દેશના બીજા એવા મહિલા બની કગયા કે જેમણે સળંગ બીજી વખત બજેટ રજૂ કર્યું હોય. હાલ દેશ આર્થિક મંદીના દૌરમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે નાણામંત્રી સામે આર્થિકવિકાસ સાથે સાથે આવક અને ખર્ચના પલ્લાં સમતોલ રાખવાનો પણ પડકાર હતો. ડગમગતા અર્થતંત્રને સ્થિર કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2020માં ગ્રામીણ અર્થતંત્રની ચિંતા કરી હોય તેવું લાગે છે. ત્યારે એ બાબત પર નજર કરવી મહત્વની બની રહેશે કે, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે કેવા નિર્ણયો લીધા છે.
શું છે નાણામંત્રીનો દાવો
નાણાંમંત્રીનો દાવો છે કે તેમણે બજેટમાં ગ્રામીણ ગરીબીને ધ્યાનમાં લીધી છે. કેમકે તેમની સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા દ્રઢ નિશ્ચયી છે. તેમણે ખેડૂતોની આવક વધારવા માટે મહત્વના 16 નિર્ણયો લીધા છે. ત્યારે આવો જોઈએ ગામડા અને ખેડૂતો માટે બજેટમાં કેવી છે 16 સૂત્રીય યોજના
આ સોળ સૂત્રીય કાર્યક્રમના અમલીકરણ માટે 2.83 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જો યોજના માત્ર કાગળ પર ન રહે તો ખેડૂતોને ઘણો ફાયદો થાય તેમ છે. આપને જણાવી દઈએ કે પિયત વ્યવસ્થા પર સરકારની ચિંતાથી પિયતની સમસ્યા હળવી થશે, પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ સૌરઊર્જાથી 20 લાખ ખેડૂતોને ફાયદો થશે.
સેદ્રિય અને કુદરતી ખાતરના વપરાશથી ગ્રાણીણ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. બીજ સાથે સંબંધિત યોજનાઓમાં મહિલાઓની ભાગીદારી વધશે. જો કે કેટલીક આશાઓ પૂરી થઈ નથી તે જુદી વાત છે. કેમ કે,એવી આશા રખાઈ હતી કે, સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે, PM-કિસાન સન્માનનિધિનું બજેટ 20 ટકા વધારે પરંતુ તેમ થયું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.