બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / PhDનો અભ્યાસ છોડી એડલ્ટ કન્ટેન્ટ બનાવશે યુટ્યુબર, જાણો ભારતમાં કાયદેસર કે ગેરકાયદેસર
Last Updated: 07:02 PM, 26 December 2024
પૂનમ પાંડે સહિત કેટલાક ભારતીય મૉડલ છે જેઓ ઑનલાઇન કન્ટેન્ટ શેરિંગ પ્લેટફોર્મ ઑન્લીફૅન્સ પર હાજર છે. અહીં તેના લાખો સબસ્ક્રાઇબર્સ પણ છે. આ પ્લેટફોર્મ પર મોટાભાગનું કોન્ટેન્ટ એડલ્ટ હોય છે. અહીં સબસ્ક્રિપ્શન માટે સબસ્ક્રાઇબરે કેટલાક પૈસા ચૂકવવા પડે છે. જે માસિક કે વાર્ષિક ધોરણે ચૂકવવાની હોય છે. ત્યારે પૂનમ પાંડે ઉપરાંત અન્ય ભારતીય મોડલ્સ પણ આ પ્લેટફોર્મ પર છે. તેમાંથી શર્લિન ચોપરા પણ એક મોટું નામ છે. સામાન્ય રીતે એડલ્ટ કોટેન્ટ નિર્માતાઓ તેમના એકાઉન્ટ બનાવે છે અને તેમનો એડલ્ટ કોટેન્ટ OnlyFans પર શેર કરે છે. જો કે હોલીવુડની કેટલીક અભિનેત્રીઓ પણ ઓન્લી ફેન્સ પર હાજર છે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક સમાચાર આવ્યા હતા કે એક અમેરિકન પીએચડી સ્ટુડન્ટે પોતાનો પીએચડીનો અભ્યાસ છોડીને OnlyFans પર એકાઉન્ટ બનાવવા અને કન્ટેન્ટ શેર કરવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
Famous YouTuber Zara Dar has quit her PhD and become an OnlyFans Content Creator Full Time.
— Sensei Kraken Zero (@YearOfTheKraken) December 22, 2024
She used to make videos about Neural Networks, Machine Learning and other Tech Stuff, now she will be making content of a different genre.
Thoughts? pic.twitter.com/DlC3kTeB0e
1.2 લાખથી વધુ સબસ્ક્રાઈબર
ADVERTISEMENT
અમેરિકાના ટેક્સાસ શહેરની ઝરા દાર પીએચડી કરી રહી હતી. આ સિવાય તેની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. જેના પર 1.2 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. ઝરા ડારે એક મોટું પગલું ભર્યું હતુ જેને લઇ બધા ચોંકી ગયા હતા. તેણે પીએચડીનો અભ્યાસ છોડી દીધો. ઓનલાઈન એડલ્ટ કન્ટેન્ટ શેરિંગ પ્લેટફોર્મ Onlyfans પર કન્ટેન્ટ બનાવવાનું નક્કી કર્યું છે. ઝરા ડારે તેના અકાઉન્ટથી પોસ્ટ કર્યું હતું કે મેં સોશિયલ મીડિયા પર ઘણી ખોટી માહિતી જોઈ. મેં હજુ સુધી કોઈ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો નથી. આ કારણે હું હકીકતો સાફ કરવા માંગુ છું. આ પછી તેણે અનેક પોસ્ટમાં પોતાના નિર્ણયની વિસ્તૃત માહિતી આપી હતી.
વધુ વાંચો: શેર કે નોટ છાપવાનું મશીન! વર્ષ 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોકે 35000 ના બનાવ્યા 3300 કરોડ
શું ભારતમાં આવું કરવું ગેરકાયદેસર છે?
સોશિયલ મીડિયા પર સક્રિય લોકો જાણતા હશે કે ઘણા ભારતીય મોડલ્સ પણ ઓનલી ફેન્સ પર હાજર છે. જો આમાં કેટલાક મોટા નામોની વાત કરીએ તો તે છે પૂનમ પાંડે અને શર્લિન ચોપરા. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં આ સવાલ આવી રહ્યો છે કે શું આ પ્રકારની સામગ્રી બનાવવી ભારતમાં કાયદેસર છે કે ગેરકાયદે. તો અમે તમને જણાવી દઈએ કે OnlyFans સાઈટ ભારતમાં પ્રતિબંધિત નથી. પરંતુ ભારતમાં એડલ્ટ કોન્ટેન્ટ બનાવવી ગેરકાયદેસર છે. આમ કરવું ભારતીય ન્યાય સંહિતાની કલમ 294 હેઠળ ગુનો છે. જો તમે આવું કરો છો, તો તમને 2 વર્ષ સુધીની જેલ અને 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT