બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ધનશ્રી કે પછી..ચહલ કોની સાથે વીડિયો કોલ પર કરી રહ્યો છે વાત? નવી તસવીરોથી અફવાને પવન
Last Updated: 11:13 PM, 23 January 2025
છેલ્લા કેટલાક સમયથી ચહલ અને ધનશ્રી વર્માને લઈને કેટલીક ચર્ચા ચાલી રહી છે. ત્યારે ફરી એકવખત બંનેના છુટાછેડાને લઈને વધુ એક અફવાએ જન્મ લીધો છે. જી હાં આ દિવસોમાં ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ પોતાના અંગત જીવનને લઈને સમાચારમાં છે. અત્યાર સુધી કોઈ પુષ્ટિ થઈ નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે ઘણા મહિનાઓથી અણબનાવ ચાલી રહ્યો છે. એવા પણ દાવા થયા છે કે આ દંપતી ઘણા મહિનાઓથી અલગ રહે છે. દરમિયાન, ડાન્સર અને કોરિયોગ્રાફર ધનશ્રીની સોશિયલ મીડિયા પોસ્ટ્સ ચહલથી તેના અલગ થવાની અફવાઓને વેગ આપી રહી છે.
ADVERTISEMENT
Yuzvendra Chahal instagram Story. pic.twitter.com/vJEmdYHvOb
— Vinod R Vishwakarma (@we_knowd) January 23, 2025
હવે યુઝવેન્દ્ર ચહલ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી સ્ટોરીને કારણે ચર્ચામાં આવ્યા છે. યુઝવેન્દ્ર ચહલે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ તસવીરમાં ચહલનો ચહેરો દેખાય છે, પરંતુ તસવીરમાં એક નાનો ફોટો પણ દેખાય છે જેને એડિટિંગ દ્વારા ઝાંખો કરવામાં આવ્યો છે. ધનશ્રી વર્મા સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચે આ વીડિયો કોલના સ્ક્રીનશોટથી ફરી એક નવી અફવાને જન્મ મળ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્નો પૂછવા લાગ્યા છે કે ચહલ કોની સાથે વાત કરી રહ્યો છે?
ADVERTISEMENT
I BELIEVE in me 💫 pic.twitter.com/ZJ6KhKY8WN
— Yuzvendra Chahal (@yuzi_chahal) January 23, 2025
થોડા દિવસો પહેલા જ યુઝવેન્દ્ર ચહલની એક છોકરી સાથેની તસવીરો વાયરલ થઈ હતી. કેટલાક લોકોએ આ છોકરીને ઓળખી કાઢી અને કહ્યું કે તે બીજું કોઈ નહીં પણ આરજે મહવાશ છે. ત્યારબાદ આરજે મહવાશ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી, પરંતુ તેણીએ પોતે આ અંગે સ્પષ્ટતા કરી અને કહ્યું કે ચહલ સાથેના તેના સંબંધો અંગેના તમામ સમાચાર પાયાવિહોણા છે.
વધુ વાંચો : 'સાચો પ્રેમ મળવો મુશ્કેલ' બ્રેકઅપવાળા પ્રેમીઓ જેવું બોલ્યો ચહલ, રાંડ્યા પછી ડહાપણ આવ્યું
યુઝવેન્દ્ર ચહલને IPL 2025 મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો. મેગા ઓક્શન પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા ચહલને રિલીઝ કરવામાં આવ્યો હતો. મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે તેને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તમને જણાવી દઈએ કે ચહલ IPLના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, તેણે અત્યાર સુધીમાં 205 વિકેટ લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચેમ્પિયન ટ્રોફિ 2025 / ભારત-બાંગ્લાદેશની મેચ પર વાદળો ઘેરાયા, શું વરસાદ બનશે વિલન, ભવિષ્યવાણીથી ચાહકો ચિંતામાં
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.