બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL પહેલા યુઝવેન્દ્ર ચહલનો મોટો નિર્ણય! ભારત નહીં આ દેશની ટીમ વતી રમશે ક્રિકેટ

સ્પોર્ટ્સ / IPL પહેલા યુઝવેન્દ્ર ચહલનો મોટો નિર્ણય! ભારત નહીં આ દેશની ટીમ વતી રમશે ક્રિકેટ

Last Updated: 05:15 PM, 14 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનો  દિગ્ગજ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે હવે બીજા દેશમાં જઈને ક્રિકેટ રમવાનો નિર્ણય લીધો છે. યુઝવેન્દ્ર ચહલ કાઉન્ટી ચેમ્પિયનશીપ 2025 માં ફરી એક વાર નૉર્થમ્પટનશાયર માટે રમવાની તૈયારી કરી રહ્યો છે.

ભારતના દિગ્ગજ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે એક મોટો નિર્ણય લીધો છે. યૂઝવેન્દ્ર ચહલે હવે બીજા દેશમાં જઈને ક્રિકેટ રમવાનો નિર્ણય લીધો છે. યુઝવેન્દ્ર ચહલ કાઉન્ટી ચેમ્પિયનશીપ 2025 માં ફરી એક વાર નૉર્થમ્પટનશાયર માટે રમવાની તૈયારી કરી રહ્યો છે. યુઝવેન્દ્ર ચહલ IPL 2025 બાદ જૂનમાં નૉર્થમ્પટનશાયર ટીમ સાથે જોડાશે. યુઝવેન્દ્ર ચહલ કાઉન્ટી ચેમ્પિયનશીપ અને વનડે બંનેમાં ભાગ લેશે, તેની પહેલી મેચ 22 જૂન મિડલસેક્સ વિરુદ્ધ થવાની આશા છે.

chahal

યુઝવેન્દ્ર ચહલે અચાનક મોટો નિર્ણય લીધો

યુઝવેન્દ્ર ચહલે વર્ષ 2024 માં પણ નૉર્થમ્પટનશાયર માટે કાઉન્ટી ચેમ્પિયનશીપ અને વનડે કપમાં ભાગ લીધો હતો. યુઝવેન્દ્ર ચહલે વનડે કપમાં કેંટ વિરુદ્ધ ડેબ્યૂ કરતાં પાંચ વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે આ બાદ કાઉન્ટી ચેમ્પિયનશીપમાં ડર્બીશાયર વિરુદ્ધ એક મેચમાં 99 રન આપીને 9 વિકેટ લીધી હતી, જે તેના કરિયરનું બેસ્ટ પ્રદર્શન હતું. યુઝવેન્દ્ર ચહલે 41 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 33.79ના સરેરાશથી 115 વિકેટ લીધી છે.    

IPL માં સૌથી વધારે 205 વિકેટ

યુઝવેન્દ્ર ચહલે કહ્યું, 'મેં છેલ્લીસી સિઝનમાં અહીં (ઈંગ્લેન્ડના કાઉન્ટી સિઝનમાં ) પોતાનો સમય કહું  એન્જોય કર્યો હતો, એટલા માટે પાછો આવીને ખૂબ ખુશ છું. તે ડ્રેસિંગ રૂમમાં અમુક ઉત્તમ લોકો છે, અને હું છતાં તેમનો ભાગ બનવા રાહ નથી જોઈ શકતો. અમે સિઝનના એન્ડમાં થોડી જબરદસ્ત ક્રિકેટ રમી હતી, એટલા માટે આશા છે કે અમે તેને રિપીટ કરવામાં સક્ષમ થઈશું અને અમુક જીત મેળવીશું.' યુઝવેન્દ્ર ચહલે IPLમાં સુથી વધારે 205 વિકેટ લેનાર બોલર છે.

વધુ વાંચો: VIDEO : કોનવેના ભાંગડા અને ફિલિપ્સની મોજ, IPL પહેલા વિદેશી ખેલાડીઓ પર ચડ્યો ધૂળેટીનો ફીવર

ચહલ હવે બીજા દેશમાં જઈને રમશે ક્રિકેટ

યુઝવેન્દ્ર ચહલે ઓગસ્ટ 2023 બાદ ભારત તરફથી કોઈ પણ ઇન્ટરનેશનલ મેચ નથી રમી. યુઝવેન્દ્ર ચહલ  T20 વર્લ્ડ કપ 2024 જીતનાર કપનો ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચમાં રમવાનો મોકો નહતો મળ્યો. નૉર્થમ્પટનશાયરના નવો હેડ કોચ ડેરેન લેહમેને યુઝવેન્દ્ર ચહલની વાપસી વિશે કહ્યું, 'હું વાસ્તવમાં ઉત્સાહિત છું કે દુનિયાના સર્વશ્રેષ્ઠ લેગ સ્પિનરોમાંથી એક આ સિઝનમાં નૉર્થમ્પટનશાયર માટે પરત ફરી રહ્યો છે. તે અમૂલ્ય અનુભવ લઈને આવે છે, અને એક સજ્જન વ્યક્તિ છે જે રમત સાથે પ્રેમ કરે છે. જુનના મધ્યથી લઈને અંત સુધી ઉપલબ્ધ હોવો અમારી માટે શાનદાર હશે.' 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports Yuzvendra Chahal County Championship
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ