yuzvendra chahal tiktok viral video with singer rameet sandhu
વાયરલ /
ચહલની નજીક આવીને યુવતીએ એવું કર્યુ કે ઊંધી પૂંછડીએ ભાગ્યો અને બોલ્યો, પૂરી પાગલ હૈ
Team VTV05:46 PM, 02 Mar 20
| Updated: 06:49 PM, 02 Mar 20
યુઝવેન્દ્ર ચહલે બ્રિટિશ મોડેલ અને ગાયક રમીત સંધુ સાથે ટિકટોક વીડિયો બનાવ્યો. રમિત તેમના માટે રોમેન્ટિક ગીત ગાઇ રહી છે અને ચહલ ડરીને દોડતો જોવા મળી રહ્યો છે.
યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
બ્રિટિશ મોડેલ અને ગાયક રમિત સંધુ સાથે ટિકટોક વીડિયો બનાવ્યો
વીડિયોને 40 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે
યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે ટિકટોક પર ઘણા રમૂજી વીડિયો શેર કરતો રહે છે. થોડા દિવસો પહેલા, તેણે બ્રિટિશ મોડેલ અને ગાયક રમિત સંધુ સાથે ટિકટોક વીડિયો બનાવ્યો હતો, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ વખતે ફરી તેણે રમિત સંધુનો એક ફની વીડિયો બનાવ્યો છે. જેમાં આ વખતે રમિત તેના માટે રોમેન્ટિક ગીત ગાઇ રહી છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે રમિત સંધુ યુઝવેન્દ્ર ચહલની નજીક આવે છે અને 'તેરી ઓર ...' ગીત ગાય છે. તેમને જોઇને યુઝવેન્દ્ર ચહલ દોડવા માંડે છે. ચહલ જ્યાં જાય ત્યાં તેમનો પીછો કરતા ગીતો ગાવાનું શરૂ કરે છે. વીડિયો શેર કરતી વખતે યુઝવેન્દ્ર ચહલે કેપ્શનમાં લખ્યું કે, 'યે પાગલ હૈ ...' તેણે હાસ્ય આપતા ઇમોજીસ પણ શેર કર્યા છે.
યુઝવેન્દ્ર ચહલની આવીને યુવતીએ આવું ડાન્સ કર્યું, ક્રિકેટર જોઇને ભાગી ગયો, 30 લાખથી વધુ લોકોએ વીડિયો જોયો છે.
યુઝવેન્દ્રના આ વીડિયોને ટિકટોક પર ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેના વિડિઓના 12.4 મિલિયન વ્યૂ છે. તેમજ 7 લાખથી વધુ લાઈક્સ અને હજારથી વધુ કમેન્ટ આવી છે. ચહલે અગાઉ રમિત સાથેનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે રમિતથી ભાગતો હતો. જેના વીડિયોમાં 40 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.
તમને જણાવી દઈએ કે, યુઝવેન્દ્ર ચહલ 5 ટી -20 અને 3 વનડે મેચની શ્રેણી રમવા માટે ન્યુઝીલેન્ડ ગયો હતો. તેને ટેસ્ટમાંમાં આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તે ભારત પરત ફર્યો છે. હાલ તે પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી રહ્યો છે. માર્ચથી યુઝવેન્દ્ર ચહલ આઈપીએલમાં રમતા જોવા મળશે.