બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / yuzvendra chahal meet bageshwar baba just ahead of team india selection for odi world cup after kuldeep yadav

ક્રિકેટ / VIDEO: બાબા બાગેશ્વરના આશીર્વાદ લેવા પહોંચ્યો યુઝવેન્દ્ર ચહલ, લોકોએ પૂછ્યું કુલદીપ યાદવની જેમ તમારી કિસ્મત ચમકશે?

Vikram Mehta

Last Updated: 12:59 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાગેશ્વર બાબાના દર્શન કરનારા લોકોમાં વધુ એક ક્રિકેટરનું નામ જોડાઈ ગયું છે. કુલદીપ યાદવ પછી યુઝવેન્દ્ર તહલે પણ બાગેશ્વર ધામ સરકારના દર્શન કર્યા.

  • વધુ એક ક્રિકેટરે કર્યા બાબા બાગેશ્વરના દર્શન
  • કુલદીપ યાદવની જેમ યુઝવેન્દ્ર ચહલની કિસ્મત ચમકશે કે નહીં?
  • સીકરમાં બાબાના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ લીધા

બાગેશ્વર બાબાના દર્શન કરનારા લોકોમાં વધુ એક ક્રિકેટરનું નામ જોડાઈ ગયું છે. કુલદીપ યાદવ પછી યુઝવેન્દ્ર તહલે પણ બાગેશ્વર ધામ સરકારના દર્શન કર્યા. તેમણે સીકરમાં બાબાના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ લીધા. શું દર્શન કર્યા પછી કુલદીપ યાદવની જેમ યુઝવેન્દ્ર ચહલની કિસ્મત ચમકશે કે નહીં?

કુલદીપ યાદવે બાબા બાગેશ્વરના દર્શન કર્યા પછી તેમનું કરિઅર સફળતાના પંથે છે. કુલદીપ યાદવે વેસ્ટઈન્ડિઝના પ્રવાસ પહેલા બાબા બાગેશ્વરના દર્શન કર્યા હતા. દર્શન કર્યા પછી વેસ્ટઈન્ડિઝ સામેની મેચ માટે ભારતીય ટીમમાં સિલેક્શન થયું હતું. કેરેબિયન જમીન પર પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કુલદીપ એશિયા કપ પણ રમી રહ્યા છે અને પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો રહ્યા છે. પહેલા કુલદીપ યાદવનું ટીમમાં સિલેક્શન થતું નહોતું અને કદાય સિલેક્શન થાય તો પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી થતી નહોતી. 

યુઝવેન્દ્ર ચહલનો હાલ

યુઝવેન્દ્ર ચહલનો હાલ પણ કુલદીપ યાદવ જેવો જ છે. યુઝવેન્દ્ર ચહલ વેસ્ટઈન્ડિઝના પ્રવાસે ગયા પરંતુ મેચ રમવાની તક મળી નહોતી. તેમનું પ્રદર્શન પણ કંઈ ખાસ નહોતું. એશિયા કપ માટે પણ ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. જેથી તેઓ બાગેશ્વર બાબાના દર્શન કરવા માટે  પહોંચ્યા છે. 

બાબા તમામ લોકોની ખુશી ઈચ્છે છે- ચહલ
યુઝવેન્દ્ર ચહલે બાબા બાગેશ્વરના દર્શન કર્યા પછી જણાવ્યું કે, તેમણે જેવું સાંભળ્યું હતું બાબા તેવા જ છે. બાબા તમામ લોકોની ખુશીઓ જ ઈચ્છે છે. 

વર્લ્ડ કપમાં સિલેક્શન માટે કર્યા દર્શન
યુઝવેન્દ્ર ચહલ બાબા બાગેશ્વરના દર્શન કર્યા પચી ખુશ છે. વર્લ્ડ કપની ટીમના સિલેક્શન પહેલા યુઝવેન્દ્ર ચહલે બાબાના દર્શન કર્યા છે. વન ડે વર્લ્ડ કપ માટે 5 સપ્ટેમ્બરના રોજ ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bageshwar baba Kuldeep Yadav Sports News in gujarati Yuzvendra Chahal chahal meet bageshwar baba odi world cup team india બાગેશ્વર બાબા યુઝવેન્દ્ર ચહલ Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ