બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ / SIT ના રિપોર્ટ મામલે આંદોલનકારી યુવરાજસિંહની પ્રતિક્રિયા

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિવાદ થતા સરકારે SITની રચના કરી હતી. આજે સાંજે SIT દ્વારા સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે. SITના રિપોર્ટ બાદ બુધવારે કેબિનેટમાં સરકાર દ્વારા નિર્ણય લેવાશે.પરીક્ષા રદ કરવી કે ન કરવી તે અંગે બુધવારે કેબિનેટમાં નિર્ણય લેવામાં આવશે. SIT ના રિપોર્ટ મામલે આંદોલનકારી યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે કે, કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા CCTV સાચા હોવાનું FSLના રિપોર્ટમાં સામે આવ્યુ છે. અમારા પુરા સાચા હોવાના કારણે બુધવારે સરકાર દ્વારા પરીક્ષા રદ કરવામાં આવશે. સરકાર પાસે પરીક્ષા રદ કરવાના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અમને આશા છે રાજ્યના ઉમેદવારોને ન્યાય મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ