યુવરાજસિંહ જાડેજાએ પણ VTV સાથે ખાસ વાતચીત કરી કહ્યું કે, સરકાર એજન્સી પર ઠીકરુ ફોડી રહી છે, તેને જવાબદારી સ્વીકારી લેવી જોઇએ કે, હા એજન્સીની ભુલ છે. જીગ્નેશ મેવાણીએ કહ્યું, નીલિપ્ત રાય જેવા અધિકારીની અધ્યક્ષતામાં સીટની રચના થાય
જુનિયર ક્લાર્કનું પેપરલીક મામલે યુવરાજસિંહ જાડેજાની VTV સાથે વાતચીત
12 પેપર ફુટ્યા એ સમયે ઠોસ કાર્યવાહી કરી હોત તો 13મું પેપર લીક ન થાત: યુવરાજસિંહ
નીલિપ્ત રાય જેવા અધિકારીની અધ્યક્ષતામાં સીટની રચના થાય: જીગ્નેશ મેવાણી
ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપરલીક થયા બાદ હવે રાજકીય નેતાઓ અને આગેવાનો સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. આ તરફ યુવા આંદોલન કરી યુવરાજસિંહ જાડેજાએ પણ VTV સાથે ખાસ વાતચીત કરી આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે, જો 12 પેપર ફુટ્યા એ સમયે ઠોસ કાર્યવાહી કરી હોત તો 13મું પેપર લીક ન થાત. આ તરફ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અત્યાર સુધી 20મું પેપર લીક થયું છે, આ 156 સીટોનો ભાજપનો ઘમંડ છે.
ફાઇલ તસવીર
યુવા આંદોલનકરી યુવરાજસિંહ જાડેજાએ જુનિયર ક્લાર્ક પેપરલીક મામલે VTV ન્યૂઝ સાથે ખાસ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મને ખબર છે ત્યા સુધી 12-12 વખત સરકારની પરિક્ષાના પેપરો ફુટ્યા છે પણ કોઇ નકકર પગલા લેવામા આવતા નથી. જો અગાઉ દાખલો બેસે તેવી ઠોસ એકશન લેવાઇ હોત તો આ તેરમું પેપર ફુટતા બચી ગયુ હોત. દર વખતે તપાસ કરશે અને નાની માછલી ફસાઇ જશે અને મોટા મગર મચ્છ સુધી સરકાર એકશન લેવામા કોની શરમ નડે છે તે સમજાતુ નથી. સરકાર એજન્સી પર ઠીકરુ ફોડી રહી છે, તેને જવાબદારી સ્વીકારી લેવી જોઇએ કે, હા એજન્સીની ભુલ છે, આવી એજન્સી સામે કડક કાર્યવાહી કરીશુ, એજન્સી રદ કરીશુ વગેરે...
આજે વધુ એક વખત તેમને VTV સમક્ષ આક્રોશ વ્યકત કરતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, સરકારની બેદરકારી છતી થઇ છે. આટલા પેપર ફુંટયા એમાથી કોઇ શિખ લીધી નહી તે ગંભીર અને શરમ જનક બાબત છે. સરકાર જવાબદારીથી ભાગે નહી. ભુલ સ્વીકારી લેવી જોઇએ. 9 લાખથી વિધાર્થી નિરાશ થઇ પરત ફરી રહ્યા છે જે ખુબજ નિરાશા જનક વાત છે. અન્ય 12 પેપર ફુટ્યા તેની તપાસ કેટલે પહોચી તેના જવાબમાં યુવરાજ સિંહે કહ્યું હતુ કે, કોઇ ચોકક્કસ તપાસ થઇ ન હતી, નકકર દાખલો બેસે તેમ જવાબદારો જવાબદારીએ સ્વીકારી પણ ન હતી, નાના લોકો અને નીચેના મળતીયાનો પકડી લેવામા આવે છે પરંતુ મોટા માથાને ખુલ્લા પાડવા જોઇએ.
નીલિપ્ત રાય જેવા અધિકારીની અધ્યક્ષતામાં સીટની રચના થાય: જીગ્નેશ મેવાણી
આ તરફ પેપરલીકની ઘટનાને લઈ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમેને કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અત્યારસુધી આ 20મું પેપર લીક થયું છે. આ 156 સીટોનો ભાજપનો ઘમંડ છે. આ સાથે તેમણે કહ્યું કે, આજે ગુજરાતમાં ફરી એકવાર પરીક્ષાનું પેપર લીક થયું છે. આ ગુજરાતના યુવાઓના ભવિષ્ય સાથે ખિલવાડ છે. આ સાથે કહ્યું કે, હું માંગ કરું છું કે, આ મામલે એક SIT નું ગઠન કરવામાં આવે અને નીલિપ્ત રાય જેવા અધિકારીઓની અધ્યક્ષતામાં આ મામલે તપાસ કરવામાં આવે.