Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

નિવેદન / સ્ટાર ક્રિકેટરના પિતાનો બફાટ, કહ્યું ક્રિકેટમાં ધોની જેવી 'ગંદકી'...

સ્ટાર ક્રિકેટરના પિતાનો બફાટ, કહ્યું ક્રિકેટમાં ધોની જેવી 'ગંદકી'...

થોડા દિવસ પહેલાં ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ચૂકેલા યુવરાજસિંહના પિતાએ મહેન્દ્રસિંહ ધોનીને લઈને બફાટ કર્યો હતો. યુવીના પિતા અને ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર યોગરાજસિંહે અંબાતી રાયડુએ નિવૃત્તિ લીધાની વાત પર મહેન્દ્રસિંહ ધોની તરફ નિશાન તાક્યું હતું. રાયડુએ રમવાનું ચાલુ રાખવું જોઈએ, કારણ કે હજુ તેનામાં ઘણું ક્રિકેટ બાકી છે.'' યોગરાજે પોતાના ટ્વિટમાં રાયડુને ઉલ્લેખીને લખ્યું હતું કે, ''તે નિવૃત્તિનો નિર્ણય ઉતાવળમાં લીધો છે."

 

નવી દિલ્હીઃ થોડાંક દિવસ પહેલાં ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ચૂકેલા યુવરાજસિંહ (Yuvraj Singh) ના પિતાએ મહેન્દ્રસિંહ ધોનીને લઈને બફાટ કર્યો હતો. યુવીના પિતા અને ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર યોગરાજસિંહે (Yograj Singh) અંબાતી રાયડુએ નિવૃત્તિ લીધાની વાત પર મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) તરફ નિશાન તાક્યું હતું. યોગરાજે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ''હું રાયડુના નિવૃત્તિ લેવાના નિર્ણયથી ઘણો દુઃખી છું, તેણે ઉતાવળમાં આ નિર્ણય લીધો છે.''

અંબાતી રાયડુ (Ambati Rayudu) ને અપીલ કરતાં યોગરાજે કહ્યું કે તે આ નિર્ણય પાછો ખેંચે અને ઘરેલુ ક્રિકેટમાં રન બનાવીને ખુદને સાબિત કરે. ઉલ્લેખનીય છે કે વિશ્વકપની ટીમમાં સ્થાન ન મળવાના કારણે અકળાયેલા રાયડુએ પણ થોડા દિવસ પહેલાં જ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ભારત તરફથી એક ટેસ્ટ મેચ અને છ વન ડે રમી ચૂકેલા યોગરાજસિંહે રાયડુની નિવૃત્તિનું ઠીકરું ધોની પર ફોડ્યું હતું. તેણે ધોનીની સરખામણી ગાંગુલી સાથે કરતાં કહ્યું, ''સૌરવ ઘણા યુવાનોને તક આપતો હતો, જ્યારે ધોનીએ એવું નથી કર્યું. રાયડુએ રમવાનું ચાલુ રાખવું જોઈએ, કારણ કે હજુ તેનામાં ઘણું ક્રિકેટ બાકી છે.''

યોગરાજે પોતાનાં ટ્વિટમાં રાયડુને ઉલ્લેખીને લખ્યું હતું કે, ''તે નિવૃત્તિનો નિર્ણય ઉતાવળમાં લીધો છે. નિવૃત્તિ પાછી ખેંચી લે અને ખુદને સાબિત કર. એમ.એસ. ધોની જેવા લોકો હંમેશાં ક્રિકેટમાં નથી રહેતા, તેના જેવી ગંદકી હંમેશાં નહીં રહે.'' પોતાનાં બીજા ટ્વિટમાં યોગરાજે લખ્યું હતું કે, ''તમને દરેક જગ્યાએ ખરાબ માણસ મળશે. યુવરાજ ધોનીની પહેલાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનવાનો હકદાર હતો.''

ઉલ્લેખનીય છે કે રાયડુની પસંદગી વર્લ્ડકપ માટેની ટીમમાં થઈ નહોતી. ત્યાર બાદ ટીમના બે ખેલાડી શિખર ધવન અને વિજય શંકર ઈજાગ્રસ્ત થઈને વિશ્વકપની બહાર થઈ ગયા. તેમ છતાં રાયડુને ટીમમાં સામેલ નહોતો કરાયો અને તેના બદલે ઋષભ અને મયંક અગ્રવાલને ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા, જો કે વર્લ્ડકપ પહેલાં નંબર ચાર માટે અંબાતી રાયડુ જ સૌથી મોટો દાવેદાર હતો.

 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ