બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / યુવરાજ સિંહે 17 વર્ષ પહેલા આજના જ દિવસે ફટાકાર્યા હતા 6 બોલમાં 6 છગ્ગા, તમે પણ Video જોઈને યાદ કરો એ મોમેન્ટ્સ

Sports / યુવરાજ સિંહે 17 વર્ષ પહેલા આજના જ દિવસે ફટાકાર્યા હતા 6 બોલમાં 6 છગ્ગા, તમે પણ Video જોઈને યાદ કરો એ મોમેન્ટ્સ

Last Updated: 04:08 PM, 19 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવરાજ સિંહે આજથી 17 વર્ષ પહેલાં આજના જ દિવસે 6 બોલમા 6 સિક્સ મારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ઇંગ્લેન્ડ સામેની મેચમાં તેને એક સાથે બીજો પણ રેકોર્ડ બ્રેક કર્યો હતો. જેમાં તેને 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહે 2007ના T20 વર્લ્ડ કપમાં 6 બોલમા 6 છગ્ગા ફટકારી ઇતિહાસ રચી દીધો હતો. તેને આજથી એગ્ઝેક્ટ 17 વર્ષ પહેલાં આજના જ દિવસે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 છગ્ગા મારીને બોલરની હાલત કફોડી બનાવી દીધી હતી.

વર્ષ 2007ના T-20 વર્લ્ડ કપમાં 19મી સપ્ટેમ્બરે આફ્રિકાના ડરબનમાં ભારતની ટીમ જિતના ઇરાદાથી મેદાનમાં ઉતરી હતી. જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઓપનર ગૌતમ ગંભીર અને સેહવાગે જોરદાર શરૂઆત આપી હતી. ગંભીરે 41 બોલમા 58 રન અને વીરેન્દ્ર સેહવાગે 52 બોલમા 68 રન ફટકાર્યા હતા.

વધુ વાંચો : T20 વર્લ્ડકપ જીતવા પર મહિલાઓને મળશે પુરુષ ટીમ જેવો ફાયદો, ICCએ લીધો ઐતિહાસિક નિર્ણય

આ મેચમાં ભારતનો સ્કોર 155 થયો ત્યારે રોબિન ઉથપ્પાની ત્રીજી વિકેટ પણ પડી ગઈ હતી. યુવરાજ સિંહ જ્યારે ક્રીઝ આવ્યો ત્યારથી જ તે અટેકિંગ મોડમાં જોવા મળ્યો હતો. તેને પહેલા બોલમા કોઈ રન ન લીધો પરંતુ બીજા બોલથી જ બોલરને ધોવાનું શરુ કરી દીધું હતું. બીજા બોલમાં તેને ફોર માર્યો હતો.

યુવરાજે બીજી ઓવરમાં એન્ડ્રુ ફ્લિન્ટોફની ઓવરમાં બે ચોગ્ગા ફટકારી દીધા હતા. જેથી ફ્લિન્ટોફ ખૂબ ગુસ્સે ભરાઈ ગયો હતો. તેની ઓવર પૂરી થઈ ત્યારે ફ્લિન્ટોફ અને યુવરાજ વચ્ચે ઝઘડો પણ થઈ ગયો હતો. જેમાં ફ્લિન્ટોફે યુવરાજને ગળું કાપવાનું પણ કહ્યું હતું. આ બંનેને શાંત કરવા એમ્પાયારે પણ વચ્ચે પડવું પડ્યું હતું.

વધુ વાંચો :ટીમ ઈન્ડિયાને એક પછી એક ત્રણ ઝટકા, રોહિત-ગિલ બાદ કોહલી પણ સસ્તામાં આઉટ

આગામી ઓવર નાખવા જ્યારે સ્ટુઅર્ટ બ્રોડ  આવ્યો ત્યારે યુવરાજે T-20ના ક્રિકેટ ઇતિહાસમાં એક સાથે બે બે રેકોર્ડ સર્જી દીધા હતા. જેમાં તેને 6 બોલમા 6 છગ્ગા મારીને ફ્લિન્ટોફ સહિત ઈંગ્લીશ ટીમનું ઘમંડ ઉતારી દીધું હતું. તેના 6 છગ્ગાથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી મારવાનો રેકોર્ડ પણ બન્યો હતો. જેમાં તેને માત્ર 12 બોલમા જ 50 રન પુરા કરી દીધા હતા.

પ્રથમ બોલ - હાઈ બેકલિફ્ટની સાથે લોન્ગઓન પર સિક્સ મારી
બીજો બોલ - મીડવિકેટ અને સ્ક્વેર લેગની વચ્ચે સિક્સ લગાવી
ત્રીજો બોલ - ઓફ સાઈડ બેટ ઘુમાવી સિક્સ ફટકારી
ચોથો બોલ - ફુલટોસ બોલને પોઈન્ટની બાઉન્ડ્રી પર સિક્સ લગાવી
પાંચમો બોલ - લોન્ગ ઓન તરફ સિક્સ મારી
છઠ્ઠો બોલ - વાઈડ મિડ ઓન તરફ સિક્સ ફટકારી

PROMOTIONAL 9

યુવરાજ સિંહે આ મેચમાં એક સાથે બે રેકોર્ડ બનાવ્યા હતા. જેમાં 6 બોલમાં 6 સિક્સ અને 12 બોલમા ફિફ્ટીનો રેકોર્ડ સામેલ હતો. 12 બોલમા ફિફ્ટી અત્યાર સુધી કોઈ પણ ફોર્મેટમા કોઈ પ્લેયરે નહતી મારી. તેને 16 બોલમાં કુલ 58 રન માર્યા હતા. જેમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા.

ભારતે આ મેચમાં 219 રન કર્યા હતા.તો સામે ઇંગ્લેંડ માત્ર 200 રન જ બનાવી શક્યું હતું. યુવરાજે આ કપમાં ઓસ્ટ્રેલિયા સામે પણ 35 બોલમાં 70 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારત આ વર્લ્ડ કપ પણ જીતી ગયું હતું.જેમાં યુવરાજ સિંહ મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

6 Six One Over World Records Yuvraj Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ