બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પત્ની સાથે ઝગડો થતાં બહાર સુઈ ગયો યુવાન, સાંસદની પુત્રીએ કાર ફેરવી દેતાં તત્કાળ મોત

ટ્રેજેડી / પત્ની સાથે ઝગડો થતાં બહાર સુઈ ગયો યુવાન, સાંસદની પુત્રીએ કાર ફેરવી દેતાં તત્કાળ મોત

Last Updated: 03:35 PM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંસદની પુત્રીએ ફૂટપાથ પર સુઈ રહેલા એક યુવાન પર કાર ચઢાવી દેતાં તેનું મોત થયું હતું.

સાંસદની પુત્રીએ ફૂટપાથ પર સુઈ રહેલા એક યુવાન પર કાર ચઢાવી દેતાં તેનું મોત થયું હતું. વાયએસઆર કોંગ્રેસના રાજ્યસભા સાંસદ બીડા મસ્તાન રાવની પુત્રી બીડા માધુરીએ મંગળવારે વહેલી સવારે બેસંત નગર ખાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 21 વર્ષીય વ્યક્તિ સૂર્યા પર BMW ચઢાવી દીધી હતી જેને કારણે તેનું મોત થયું હતું.

માધુરીની ધરપકડ કરાઈ પણ છોડી મૂકાઈ

ઘટના બાદ પોલીસે માધુરીની ધરપકડ કરી હતી પરંતુ થોડા સમયમાં તેને જામીન પર મુક્ત કરાઈ હતી કારણ કે પોલીસે પુષ્ટિ કરી હતી કે તેણી નશામાં ન હતી.

પત્ની સાથે ઝગડો થતાં યુવાન ફૂટપાથ પર સુવા ગયો

પીડિતા બેસંત નગરના રહેવાસી સોમવારે રાત્રે તેની પત્ની સાથે ઝગડી રહ્યો હતો અને આ પછી ઘરથી લગભગ બે કિમી દૂર ટાઈગર વરદાચારી સલાઈ નજીક ફૂટપાથ પર સૂઈ ગયો હતો. આ પછી પત્ની વનિતા તેને શોધી રહી હતી અને તે રસ્તામાં સુતેલો જોવામાં આવ્યો હતો અને પછી સંબંધીઓ લઈને તેને સમજાવવામાં આવી હતી પરંતુ તેટલી વારમાં સાંસદની પુત્રી માધુરી કાર લઈને આવી હતી અને તેની પર ચઢાવી દીધી હતી, ઘટના પછી કારમાં બે મહિલાઓ ઉતરી હતી અને એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો પરંતુ ભીડ ભેગી થઈ જતાં તે રફુચક્કર થઈ ગઈ હતી. સૂર્યાને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં પહોંચતાં જ તેનું મોત થયું હતું.

વધુ વાંચો : આઈસક્રીમમાં મળેલી આંગળી કોની હતી? થયો મોટો ખુલાસો, કેવી રીતે કપાઈ હતી?

આઠ મહિના પહેલા થયાં હતા લગ્ન

મૃતક સૂર્યાના લગ્ન આઠ મહિના પહેલા જ થયા હતા. BMW કાર દ્વારા કચડી નાખ્યા પછી, તેના સંબંધીઓ અને કોલોનીના લોકો J-5 શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં એકઠા થયા અને કાર્યવાહીની માંગ કરી. જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો જાણવા મળ્યું કે આ કાર BMR (બિડા મસ્તાન રાવ) ગ્રુપની છે અને તે પુડુચેરીમાં નોંધાયેલી છે. પોલીસે માધુરીની ધરપકડ કરી હતી, પરંતુ પોલીસ સ્ટેશનમાંથી જ તેને જામીન મળી ગયાં હતા.

સંકળાયેલા મુદ્દાઓ

MP daughter BMW tragedy MP daughter BMW car
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ