બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મિનિ ટ્રેનમાં ખાવાનું પીરસાયું, જુઓ તો ખરા અંબાણીના શાહી લગ્નનો યુટ્યુબરે ઉતારેલો વીડિયો
Last Updated: 09:45 PM, 17 July 2024
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈના રોજ થયા હતા. અંબાણી પરિવારે લગ્નમાં મહેમાનો માટે વૈભવી વ્યવસ્થા કરી હતી. આખો માળ કેટરિંગ માટે સમર્પિત હતો. એઆર રહેમાન અને શ્રેયા ઘોષાલના મધુર પરફોર્મન્સનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું હતું. રાધિકા અનંતના લગ્નમાં મહેમાનોને 2500 જેટલી વાનગીઓ પીરસવામાં આવી હતી. તેના સ્ટોલ પર તમામ વાનગીઓ સુંદર રીતે સજાવવામાં આવી હતી.
ADVERTISEMENT
હવે યુટ્યુબર અગસ્ત્ય શાહે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રાધિકા-અનંતના શાહી લગ્નની કેટલીક ઝલક જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયો દ્વારા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અંબાણી પરિવારે તેમના પુત્રના લગ્ન માટે કેટલી રોયલ તૈયારી કરી છે. રાધિકા-અનંતના લગ્નમાં સૌથી રસપ્રદ બાબત એ હતી કે ભોજન સર્વ કરવાની રીત હતી. મિની ટ્રેન દ્વારા મહેમાનોને ભોજન પીરસવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : અંબાણીએ નાની વહૂ રાધિકાને શું શું ભેટ આપી? દરેકની કિંમત જાણીને આંખો ફાટી જ રહેશે
અનંત-રાધિકાના લગ્નમાં લોકલ ઈન્ડિયન ફૂડ પણ સામેલ હતું. મહેમાનો માટે ઈન્દોરી ચાટ, બનારસી ચાટ અને પાનનો ખાસ સ્ટોલ પણ ઉભો કરવામાં આવ્યો હતો. આ સિવાય અંબાણી પરિવારે ફૂડ ફ્લોર પર કાશીના ઘાટનું સુંદર રિક્રિએટ પણ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.