Youtuber Khajurbhai, nitin jani engaged with minakshi dave
Good News /
PHOTOS: ખજૂરભાઈએ કરી લીધી સગાઈ, પોસ્ટ શેર કરી આપી માહિતી, જુઓ કોણ છે મંગેતર
Team VTV05:00 PM, 05 Dec 22
| Updated: 05:01 PM, 05 Dec 22
ખજૂરભાઇ તરીકે ઓળખાતાં નીતિન જાનીની સગાઇ થઇ છે. ઇનસ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરીને માહિતી આપી છે. લોકોએ આ નવા કપલને ખુબ શુભેચ્છા આપી છે. જુઓ ફોટો.
નીતિન જાની ઊર્ફે ખજૂરભાઇની થઇ સગાઇ
મિનાક્ષી દવે નામક કન્યા સાથે થઇ રિંગ-સેરેમની
સેવાકાર્ય માટે પ્રખ્યાત છે ખજૂરભાઇ
ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરતાં અને યૂટ્યુબ પર ફેમસ ચહેરો એવા ગુજરાતનાં ખજૂરભાઇને પ્રેમિકા મળી છે. જેની સાથેનો સગાઇનો ફોટો તેમણે ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. નીતિન જાની ઊર્ફે ખજૂરભાઇ ગુજરાતમાં સેવા કરે છે અને ગુજરાતનાં સોનું સુદ તરીકે પ્રચલિત છે. તેમની સગાઇ મિનાક્ષી દવે સાથે આજે બારડોલી ખાતે થઇ છે.
ખજૂરભાઇની થઇ સગાઇ
મિનાક્ષી દવે નામની સુંદર કન્યાની સગાઇ ખજૂરભાઇ સાથે થઇ છે. મિનાક્ષીએ અને ખજૂરભાઇએ સગાઇ દરમિયાન રિંગણ કલરનાં ટ્રેડિશનલ કપડાં પહેર્યાં છે. મિનાક્ષી દવે સિંગિંગમાં રસ ધરાવે છે. તેમણે તેમના ગાયેલા 2-3 કેરેઓકે ટ્રેક પણ પોસ્ટ કર્યાં છે.
કોરોનાકાળની બધી આવકનો કર્યો સદુપયોગ
આપણે સૌ જાણીએ જ છીએ કે ખજૂરભાઇ સેવાભાવી વ્યક્તિ છે. તેમણે કોરોનાકાળમાં યૂટ્યુબમાંથી જે પણ આવક મેળવી હતી તેનો ઉપયોગ માત્ર લોકોની સેવા માટે કર્યો હતો. માહિતી અનુસાર આશરે 1 કરોડથી પણ વધુ રૂપિયાની સેવા ખજૂરભાઇ કરી ચૂક્યાં હશે.
કુદરતી આફત હોય કે પછી કોઇ ગરીબની જરૂરિયાત
તૌકતે વાવાઝોડામાં ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં મકાનો પડ્યાં હોય કે કોઇ ગરીબનાં પેટનો ખાડો પૂરવાનો હોય, ખજૂરભાઇ હંમેશા મદદ કરવા માટે તત્પર રહે છે. માહિતી અનુસાર તેમણે તો પોતાના ખર્ચે સૌરાષ્ટ્રમાં અમુક મકાન ફરી બનાવ આપ્યાં હતાં.