બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વીડિયોઝ / પિતાની રાખથી યુટ્યુબરે ઉગાડ્યો ગાંજો! કસ ખેંચીને બોલી, 'આ જ એમની અંતિમ ઈચ્છા હતી'

મોર્ડન પરી! / પિતાની રાખથી યુટ્યુબરે ઉગાડ્યો ગાંજો! કસ ખેંચીને બોલી, 'આ જ એમની અંતિમ ઈચ્છા હતી'

Last Updated: 03:10 PM, 20 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના સિએટલની 39 વર્ષીય યૂટ્યૂબર રોસન્ના તેની 'નર્ડી ન્યૂમિજ યૂટ્યૂબ બેકિંગ સીરીજ' માટે જાણીતી છે

YouTuber Rosanna Pansino: અમેરિકાના સિએટલની 39 વર્ષીય યૂટ્યૂબર રોસન્ના તેની 'નર્ડી ન્યૂમિજ યૂટ્યૂબ બેકિંગ સીરીજ' માટે જાણીતી છે, જે તેણે 2011 માં શરૂ કરી હતી. તેના મુખ્ય યૂટ્યૂબ ચેનલ @rosannapansino પાસે આશરે દોઢ કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. તે ન્યૂયોર્ક ટાઈમ્સની બેસ્ટ સેલિંગ ઓથર પણ છે.

અમેરિકન યુટ્યુબર રોસન્ના પાનસિનો તેના પિતાને વિચિત્ર રીતે શ્રદ્ધાંજલિ આપવા માટે ચર્ચામાં છે. તેના પિતાની રાખમાંથી ઉગાડવામાં આવેલા ગાંજાનો કસ ખેચતા તેણે ખુલાસો કર્યો કે મરતા પહેલા તેમના પિતાની આજ અંતિમ ઇચ્છા હતી. તેણે જણાવ્યું કે તેના મૃત્યુ પહેલા તેના પિતાએ તેની માતાને તેની રાખ માટીમાં ભેળવીને ગાંજાના છોડ ઉગાડવા અને તેમાંથી એક જોઈન્ટ તૈયાર કરીને તેને ધૂમ્રપાન કરવાનું કહ્યું હતું. સ્વાભાવિક રીતે તમે આ વાંચીને દંગ રહી જશો, પરંતુ YouTuber એ પણ આવો જ દાવો કર્યો છે. કેટલાક લોકો તેને વ્યક્તિગત સ્વતંત્રતાના સન્માન અને પ્રિયજનની અંતિમ ઈચ્છા માની રહ્યા છે, તો કેટલાક તેને અસંવેદનશીલ અને અસામાન્ય ગણાવીને ટીકા કરી રહ્યા છે.

સિએટલની 39 વર્ષીય યુટ્યુબર રોસન્ના પાનસિનો તેની 'નર્ડી ન્યૂમિજ યૂટ્યૂબ બેકિંગ સીરીજ' માટે જાણીતી છે, જે તેણે 2011 માં શરૂ કરી હતી. તેણીની મુખ્ય YouTube ચેનલ @rosannapansino પાસે આશરે 15 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. તે ન્યૂયોર્ક ટાઈમ્સના બેસ્ટ સેલિંગ ઓથર પણ છે.

રોસનોએ 16 નવેમ્બરના 'રોડીક્યુલસ પોડકાસ્ટ' નામના તેના નવા પોડકાસ્ટનો પ્રથમ એપિસોડ રજૂ કર્યો. તેણીએ આ નવું સ્ટાર્ટઅપ તેના પિતાને સમર્પિત કર્યું, જેમને તે પ્રેમથી 'પાપા પિઝા' કહી બોલાવતી હતી. તેણે જણાવ્યું કે છ વર્ષ સુધી લ્યુકેમિયા સામે ઝઝુમતા બાદ તેના પિતાનું અવસાન થયું. એક મિડિયાના અહેવાલ મુજબ આ વાતને પાંચ વર્ષ થઈ ગયા છે, પરંતુ યુટ્યુબરે હવે લોકોને તેમની અંતિમ ઈચ્છા વિશે જણાવ્યું છે.

યુટ્યુબરે જણાવ્યું કે, વર્ષો પહેલા તેના પિતાએ તેની માતાને કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે તેઓ તેની રાખને માટીમાં ભેળવે, ગાંજાના છોડ ઉગાડે અને તેમાંથી તૈયાર ગાંજાથી ધૂમ્રપાન કરે. તેણે એમ પણ કહ્યું કે ભલે તમને આ સાંભળીને અજીબ લાગતું હોય, પરંતુ આ તેમની છેલ્લી ઈચ્છા હતી.

Website_Ad_1_1200_1200.width-800

આ પણ વાંચોઃ VIDEO: 'તમે જે ટોયલેટ બનાવ્યું તે ખરાબ થઈ ગયું...' વોટ આપવા પહોંચેલા અક્ષર કુમારને વૃદ્ધે તતડાવ્યો

રોસન્નાએ વધુમાં કહ્યું કે, મારી માતા શરૂઆતમાં લોકો શું કહેશે તે અંગે ખૂબ અચકાતી હતી. કારણ કે તમે જાણો છો કે વાતનું વતેસર કરવામાં લાંબો સમય નથી લાગતો. પરંતુ તે મારા પિતા સાથે સંબંધિત હોવાથી હું તેમને તે જ સન્માન આપીશ જે તેઓ ઇચ્છતા હતા. તેણીએ કહ્યું કે તેના પિતા એક દબંગ અને સહેજ વિદ્રોહી મીજાજના વ્યક્તિ હતા અને હું પણ પિતાની પુત્રી તરીકે તેમના પગલે ચાલીશ.

આ પછી યુટ્યુબરે તેના પિતાની છેલ્લી ઇચ્છા પૂરી કરવા માટે કેલિફોર્નિયામાં એક લાઇસન્સ પ્રાપ્ત વિક્રેતાની મદદથી ગાંજાના છોડ ઉગાડ્યો. આ પછી તેણે ગુલાબી રોલિંગ કાગળમાં જોઇંટ બનાવ્યું અને તેને ધૂમ્રપાન કરીને તેના પિતાને શ્રદ્ધાંજલિ આપી.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

USA YouTuber Rosanna Pansino Rosanna Pansino
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ