બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:33 PM, 23 May 2023
ADVERTISEMENT
ખૂબ ફેમસ યુટ્યુબર અરમાન મલિક ચાર બાળકોના પિતા બની ચુક્યા છે. હાલમાં જ અરમાનની પહેલી પત્ની પાયલે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. પાયલનો પહેલાથી એક દિકરો ચીકુ પણ છે. ત્યાં જ અરમાનની બીજી પત્ની પણ એક દિકરાની માતા બની ચુકી છે.
ADVERTISEMENT
ત્યાં જ યુટ્યુબરે પોતાના ન્યૂ બોર્ન ત્રણેય બાળકોનું મુસ્લિમ નામ રાખ્યું હતું ત્યારથી તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. ત્યાં જ ગણા વિવાદ બાદ ફાઈનલી અરમાન મલિકે પોતાના બાળકોનું નામ બદલી નાખ્યું છે.
બાળકોના મુસ્લિમ નામ રાખવા પર ટ્રોલ થયા હતા અરમાન મલિક
અરમાન મલિકે પાયલના બે જુડવા બાળકોનું નામ તૂબા અને અયાન રાખ્યું હતું જ્યારે કૃતિકાના દિકરાનું નામ જૈદ રાખ્યું હતું. આ સમયે તૂબા અને જૈદના નામ પર યુટ્યુબરને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ટ્રોલર્સનું કહેવું હતું કે જ્યારે અરમાન અને તેમના બન્ને પત્નીઓ હિદું છે તો તેમના બાળકોના નામ મુસ્લિમ કેમ રાખવામાં આવ્યા છે.
ત્યાં જ ઘણા ફેંસ મલિક ફેમિલીથી તૂબા અને જેદનું નામ બદલવાની રિક્વેસ્ટ કરતા હતા. એવામાં ફેંસની ડિમાન્ડને જોતા ફાઈનલી અરમાન મલિકે પોતાના બાળકોનું નામ બદલીને હિંદુ નામ રાખી દીધુ છે. પાયલ મલિકે લેટેસ્ટ બ્લોગમાં બાળકોનું નામ બદલવાની જાણકારી આપી છે.
અરમાન મલિકે બદલ્યું તૂબા અને જૈદનું નામ
પાયલે પોતાના લેટેસ્ટ બ્લોગમાં ખુલાસો કર્યો છે કે તેણે પોતાની દિકરી તૂબા અને કૃતિકાના દિકરા જૈદનું નામ હિંદુ નામ રાખ્યું છે. પાયલે બ્લોગમાં વીડિયો કોલ પર અરમાન મલિકને જણાવ્યું કે તેમણે બાળકોનું નામકરણ કર્યું છે. પાયલે જણાવ્યું કે જેદનું નામ પ અક્ષરથી નિકળ્યું છે અને તે પાર્થ નામ રાખવાની છે. પરંતુ અરમાન કહે છે કે જૈદનું નામ પૃથ્વી રાખવું જોઈએ.
ત્યાં જ પાયલ અરમાનને કહે છે કે તૂબાનું હિંદૂ રાશિના હિસાબથી ક અક્ષરથી નામ નિકળે છે અને કિયારા કે કાશવીમાંથી ફાઈનલ કરવું છે. તેના પર અરમાન તૂબાનું કિયારા નામ ફાઈનલ કરે છે. એટલે કે હવેથી તૂબાને કિયારા અને જૈદને પૃથ્વીના નામથી બોલાવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Sikandar First Review / હજુ તો 23મીએ રિલીઝ થશે 'સિકંદર'નું ટીઝર, એ પહેલા જ ફિલ્મનો રિવ્યૂ આઉટ, શું સાઉથની રિમેક છે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.